Friday, May 17, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘મમતા બેનર્જીની ઊંઘ હરામ કરી દઈશ’: જેલમાંથી છૂટતાં જ કોંગ્રેસ નેતાએ મુંડન...

    ‘મમતા બેનર્જીની ઊંઘ હરામ કરી દઈશ’: જેલમાંથી છૂટતાં જ કોંગ્રેસ નેતાએ મુંડન કરાવ્યું, મધરાતે ઘરમાં ઘૂસીને પોલીસ લઇ ગઈ હતી

    કૌસ્તવ બાગચીએ એક પુસ્તકનો આધાર લઈને મમતા બેનર્જીના અંગત જીવન પર ટીપ્પણી કરી હતી. આ કારણથી બંગાળ સરકારે તેમના પર પગલા લીધા અને જેલમાં ધકેલ્યા હતા.

    - Advertisement -

    બંગાળમાં એક કોંગ્રેસી યુવા નેતાએ મમતા બેનર્જીનો અનોખી રીતે વિરોધ નોધાવ્યો છે. તેમને જમીન પર છૂટ્યા બાદ આ પગલું ભર્યું હતું. એક મામલામાં બંગાળ સરકારે તેમને જેલ હવાલે કર્યા હતા. બહાર આવીને તેમણે વિરોધ કરવા માટે પોતાનું મુંડન કરાવ્યું હતું. અહિયાં જ ન અટકતા તેમણે સોગંદ ખાધી હતી કે જ્યાં સુધી મમતા બેનર્જીને સત્તામાંથી બે દાખલ ન કરું ત્યાં સુધી આ માથામાં વાળ રાખીશ નહીં.

    મળતી માહિતી અનુસાર, બંગાળ કોંગ્રેસના યુવા નેતા અને વકીલ કૌસ્તવ બાગચી ગઈ કાલે 04 માર્ચના રોજ જામીન પર બહાર આવ્યા છે, મુક્ત થતા જ તેમણે એવું પગલું ભર્યું કે જેની ચર્ચા બંગાળમાં થવા લાગી. તેમને બહાર આવતા જ પોતાનું મુંડન કરાવ્યું, તેનું કારણ હતું રાજ્યની મમતા સરકારનો વિરોધ કરવો. આ યુવા નેતા પર મમતા સરકાર વિરુદ્ધ બોલવાનો આરોપ હતો. જે બાબતે તેમને જેલ પણ થઇ હતી. 

    મુંડન દરમિયાન મીડિયામાં તેમણે નિવેદન આપ્યું હતું કે “જ્યાં સુધી મમતા સરકારને હું ઘરે નહીં બેસાડું ત્યાં સુધી, હું માથામાં વાળ રાખીશ નહીં.” તેણે મમતા બેનર્જીને એક તક આપતા કહ્યું હતું કે “ જો મમતા બેનર્જી કોંગ્રેસ પાર્ટી પ્રમુખની માફી માંગે તો હું આ કસમ પાછી લેવાનું વિચારીશ. બાકી કોઈ અવકાશ નથી, અને મમતાની ઊંઘ હરામ કરી મુકીશ.”  તેમના આ નિવેદન અને મુંડનનો વિડીયો સોશિયલ મીડયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

    - Advertisement -

    મામલાની શરૂઆત એવી રીતે થઇ હતી કે કૌસ્તવ બાગચીએ એક પુસ્તકનો આધાર લઈને મમતા બેનર્જીના અંગત જીવન પર ટીપ્પણી કરી હતી. આ કારણથી બંગાળ સરકારે તેમના પર પગલા લીધા અને જેલમાં ધકેલ્યા હતા. કોંગ્રેસ અને વામપંથી દળોએ તેમની ધરપકડનો વિરોધ પણ કર્યો હતો. 

    જે પુસ્તકમાંથી સંદર્ભ લેવામાં આવ્યો હતો તે પુસ્તક ભૂતપૂર્વ IAS અધિકારી દીપક કુમાર ઘોષએ લખ્યું હતું. જેનું નામ “’મમતા બંદ્યોપાધ્યાય કે જીમોન દેખછી’ છે. આ પુસ્તકમાં મમતા બનર્જી દ્વારા કરવામાં આવેલા અનશન આંદોલનોનો પોલ ખોલવા સાથે સાથે તેમની અંગત જીવન પર પણ કેટલાક ખુલાસો કરવામાં આવ્યા છે. 

    જો કે ધરપકડ થયા બાદ પણ કૌસ્તવ બાગચી પોતાના નિવેદન પર અડિગ છે. એટલું જ નહીં પણ તેને આ પુસ્તકની કોપી લોકોમાં વહેચવાની પણ જાહેરાત કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં