Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમમતા બેનર્જી સામેની ટિપ્પણી ભારે પડી, કોંગ્રેસ નેતાને ઉઠાવી લઇ ગઈ પશ્ચિમ...

    મમતા બેનર્જી સામેની ટિપ્પણી ભારે પડી, કોંગ્રેસ નેતાને ઉઠાવી લઇ ગઈ પશ્ચિમ બંગાળ પોલીસ: કોંગ્રેસ ઉકળી, TMCએ કહ્યું- માફી માંગો

    પ્રવક્તાની ધરપકડ બાદ કોંગ્રેસ પાર્ટીએ મમતા બેનર્જી ‘તાનાશાહ’ની જેમ વર્તી રહ્યાં હોવાનો આરોપ લગાવ્યો છે.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના કોંગ્રેસ નેતા કૌસ્તવ બાગચીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કાર્યવાહી રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ તેમણે કરેલી એક ટિપ્પણીના વિરુદ્ધમાં થઇ હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 

    શનિવારે (4 માર્ચ, 2023) સવારે કોલકત્તા પોલીસે બાગચીને હિરાસતમાં લઇ લીધા હતા. તેઓ બંગાળમાં કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. તાજેતરમાં જ તેમણે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી ઉપર ‘વ્યક્તિગત આક્ષેપો’ કરવા બદલ એક પ્રેસ કોન્ફરન્સ કરીને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટીકા કરી હતી. ત્યારબાદ તેમની સામે કેસ દાખલ થયો હતો. 

    વાસ્તવમાં ગુરુવારે (2 માર્ચ, 2023) મમતા બેનર્જીએ પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરી ઉપર તેમની દિવગંત પુત્રીના મૃત્યુને લઈને ટિપ્પણી કરી હતી. 

    - Advertisement -

    મમતા બેનર્જીની આ ટિપ્પણી બાદ કોંગ્રેસ પ્રવક્તા કૌસ્તવ બાગચીએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે જો TMC વ્યક્તિગત આક્ષેપો કરશે તો તેઓ પણ મુખ્યમંત્રી પર વ્યક્તિગત પ્રહારો કરવાનું શરૂ કરશે. 

    આ પત્રકાર પરિષદ બાદ કૌસ્તવ બાગચી સામે પોલીસ મથકે IPCની કલમ 120(B), 504 અને 506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આજે સવારે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ પોલીસે ધરપકડની કાર્યવાહીની પુષ્ટિ કરી છે પરંતુ મીડિયાને વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે હાલ બાગચીની પૂછપરછ ચાલી રહી છે. 

    પ્રવક્તાની ધરપકડ બાદ કોંગ્રેસ પાર્ટીએ મમતા બેનર્જી ‘તાનાશાહ’ની જેમ વર્તી રહ્યાં હોવાનો આરોપ લગાવ્યો છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આનાથી સાબિત થઇ ગયું છે કે મુખ્યમંત્રી વિપક્ષોથી ડરી રહ્યાં છે. તેઓ તાનાશાહની જેમ વર્તન કરી રહ્યાં છે. બાગચીને મુક્ત કરાવવા માટે અમે કોઈ પણ હદ સુધી જઈશું.”

    કોંગ્રેસ ઉકળી, TMCએ કહ્યું- મુખ્યમંત્રીની માફી માંગે કૌસ્તવ બાગચી 

    બીજી તરફ, CPI-M દ્વારા પણ આ ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો અને કહ્યું કે તેઓ આ ધરપકડની ટીકા કરે છે. તેમણે મમતા સરકારને નિરંકુશ સરકાર ગણાવી હતી. જોકે, સત્તાધારી પાર્ટી TMC નમતું મૂકવાના મૂડમાં નથી. પાર્ટી નેતા પાર્થ ભૌમિકે કહ્યું કે, કોંગ્રેસ નેતા કૌસ્તવ બાગચીએ મુખ્યમંત્રીની માફી માંગી લેવી જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં