પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને પાર્ટીના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ અદાણી-અંબાણીને લઈને આપેલું નિવેદન ચર્ચામાં છે. તેમણે પોતે પાર્ટી નેતૃત્વની પોલ ખોલી નાખી છે. દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓ વિરુદ્ધ બદનામી અભિયાન ચલાવવા પાછળ કોંગ્રેસનો ઉદ્દેશ્ય શું હતો તે પણ છતું કરી દીધું છે. અધીર રંજન ચૌધરીએ એક એક પત્રકાર સાથેના સંવાદમાં કહ્યું હતું કે, અદાણી-અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિઓ કોંગ્રેસને પૈસા નથી આપતા, માટે પાર્ટી તેમને ઘેરતી રહે છે. આ વાત તેમણે વામપંથી મીડિયા આઉટલેટ રેડ માઈકના પત્રકારને ઈન્ટરવ્યૂ આપતા કહી હતી.
આ વાતચીતમાં અધીર રંજન ચૌધરી સ્પષ્ટ કહી રહ્યા છે કે જો દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓ કોંગ્રેસને રૂપિયા ભરેલો થેલો મોકલે તો તેઓ તેને ટાર્ગેટ કરવાનું બંધ કરી દેશે. પત્રકારે કોંગ્રેસી નેતાને વડાપ્રધાન મોદીની ટિપ્પણી યાદ કરાવી હતી, જેમાં તેઓ રાહુલ ગાંધીને પૂછી રહ્યા છે કે કોંગ્રેસે આ ઉદ્યોગપતિઓ સાથે સોદો કરીને ચૂપ રહ્યા. પીએમ મોદીએ રાહુલ ગાંધી પર નિશાનો સાધતા તેમના મૌન પર સવાલો ઉભા કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે, “કોંગ્રેસને અદાણી અને અંબાણી પાસેથી કેટલું કાળુંનાણું મળ્યું છે?”
પત્રકારના આ સવાલના જવાબમાં અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, “જો તે (કાળુનાણું) આવેત તો ઘણું સારું હોત. મને તેની ખૂબ જરૂર છે. હું પોતે BPL સાંસદ છું, મને પૈસાની સખત જરૂર છે. મારી પાસે આ ચૂંટણી લડવાના પણ પૈસા નથી. કારણકે હું બીપીએલ સાંસદ છું. આજે પૂંજી-કેશના અભાવમાં ચૂંટણી લડવી અઘરી છે. ટેમ્પો તો દૂર, જો અદાણી એક કોથળો ભરીને પણ રૂપિયા મોકલી આપે તો તે મારા માટે બહુ છે.” જોકે, તેમણે દાવો કર્યો હતો કે તેઓ એક BPL સાંસદ છે કારણકે તેમને એક રૂપિયાનું પણ ફંડ નથી મળતું.
पार्लियामेंट में अड़ानी अंबानी को बुरा भला इसलिए कहते है कि नोट भरकर पैसे नहीं भेजते, अगर भेजते तो नहीं कुछ कहेंगे – अधीर जी pic.twitter.com/A1b1GQYWNj
— Baliyan (Modi Ka Pariwar) (@Baliyan_x) May 12, 2024
ઉદ્યોગપતિઓ વિરુદ્ધ આક્ષેપો કરવાને અને રૂપિયા માંગવાની કોંગ્રેસની રણનીતિ વિશે પૂછવા પર પત્રકારે તેમને કહ્યું કે, “તમે પોતે જ અદાણી-અંબાણી વિરુદ્ધ ખરાબ વાતો કરીને આરોપ લગાવી રહ્યા હતા.” તેના પર તેમણે જવાબ આપ્યો કે, “હા આમે તેમ કરતા કારણ કે તેઓ અમને પૈસા નહોતા મોકલતા. જો તેમણે અમને પૈસા મોકલ્યા હોત તો અમે તેમના વિરુદ્ધ મૌન રહેત.” તેમની આ વાત સાંભળીને પત્રકાર હસી પડે છે.
દરમિયાન પત્રકારે ફરી એ જ વાત રીપીટ કરતા અધીર રંજન ચૌધરી કહે છે કે, ઉદ્યોગપતિઓ તેમને પૈસા મોકલશે તો તેઓ ચૂપ રહેશે. જોકે પોતે શું બોલ્યા તેનું ભાન થતાં સાથે જ તેઓ કહે છે કે, “તેમને (અદાણી-અંબાણી) પહેલાં પૈસા મોકલવા તો દો. કોંગ્રેસ બાદમાં નિર્ણય કરશે.” જોકે આ ડિલને લઈને ED-CBI પર પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, “EDને કોને ચિંતા છે? ED તો મૂરખ છે અને તે પીએમ મોદીના નિર્દેશો પર ચાલે છે.”
મમતા બેનર્જી ભાજપની ટીમ-B
આ વાર્તાલાપમાં અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે બંગાળના મુખ્યમંત્ર મમતા બેનર્જી ભાજપની B ટીમના રૂપે કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મેં આ બેઠક પરથી મારા વિરુદ્ધ ચૂંટણી લડવાની ચેલેન્જ આપી પણ તેઓ ન લડ્યા. તેમણે મમતા બેનર્જીને ચેલેન્જ આપી છે કે તેઓ TMC ઉમેદવાર સાથે ઉભા રહીને એક વાર એમ કહી દે કે તેઓ ચૂંટણીમાં પઠાણની જીત તે તેમની જીત અને પઠાણની હાર તે તેમની હાર છે તો હું માનું. અધીર રંજને આરોપ લગાવ્યો હતો કે મમતા બેનર્જી લોકોમાં ફૂટ પાડી રહ્યાં છે.
આટલું જ નહીં, કોંગ્રેસ ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે મમતા બેનર્જી હિંદુ મતદારોને ધમકાવી રહ્યાં છે અને મુસ્લિમ મતદારોને ભડકાવી રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, “મમતા બેનર્જી મુસ્લિમોને કહી રહ્યા છે કે આ દાદા (અધીર-હિંદુ)ને મત નથી આપવાનો, ભાઈ (યુસુફ પઠાણ)ને મત આપવાનો છે. સાથે જ અધીર રંજને દાવો ર્ક્યો હતો કે આ કોંગ્રેસ આ વખતે પશ્ચિમ બંગાળમાં આશ્ચર્યજનક પરિણામો લાવવા જઈ રહી છે.