Tuesday, November 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસે દ્રૌપદી મુર્મૂનું અપમાન કર્યું, રાષ્ટ્રપતિ ઉમેદવાર ઘોષિત થયા બાદ કોંગ્રેસે કહ્યું...

    કોંગ્રેસે દ્રૌપદી મુર્મૂનું અપમાન કર્યું, રાષ્ટ્રપતિ ઉમેદવાર ઘોષિત થયા બાદ કોંગ્રેસે કહ્યું મુર્મૂ ‘ડમી રાષ્ટ્રપતિ’ છે

    કોંગ્રેસે NDAના રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું અપમાન કરતી ટ્વિટ કરી હતી જેનો વિરોધ રાજકીય નેતાઓ તેમજ સામાન્ય લોકોએ પણ કર્યો હતો.

    - Advertisement -

    કોંગ્રેસે દ્રૌપદી મુર્મૂનું અપમાન થાય તેવી ટીપ્પણી કરી છે,કોંગ્રેસની પુડુચેરી શાખાએ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ વિશે અપમાનજનક ટિપ્પણીઓ ટ્વીટ કરી હતી. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ તે અપમાનજનક ટ્વીટનો સ્ક્રીનશોટ રીટ્વીટ કર્યો છે કોંગ્રેસે દ્રૌપદી મુર્મૂનું અપમાન થાય તે ટ્વીટ પુડુચેરી હેન્ડલ દ્વારા ડીલીટ કરવામાં આવી છે.

    પુનાવાલા લખે છે કે “કોંગ્રેસ આદિવાસી સમાજ અને મહિલાઓનું અપમાન કરવા લાગી છે. કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્રૌપદી મુર્મૂજીને “ડમી” તરીકે ઉલ્લેખ કરે છે.” ટ્વીટમાં જોઈ શકાય છે કે દ્રૌપદી મુર્મૂને અભદ્ર રીતે “ડમી પ્રેસિડેન્ટ” તરીકે સંબોધવામાં આવ્યા હતા.

    અન્ય એક ટ્વીટ કરીને પુનાવાલા લખે છે કે “આદિવાસી સમુદાયના સ્વ-નિર્મિત નેતા દ્રૌપદી મુર્મૂજીનું અપમાન કરે છે – તેમને “ડમી” તરીકે ટ્વીટ કાઢી નાખવાની ફરજ પડી, ઉદિત રાજે રામનાથ કોવિંદજીનું પણ અપમાન કર્યું. SC/ST/OBC/મહિલાઓનું અપમાન કરવું તેમના માટે સામાન્ય બની ગયું છે. આ જ કોંગ્રેસે આંબેડકરજીને પણ હરાવ્યા હતા

    - Advertisement -

    આ ઘટના બાદ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો, કોંગ્રેસની પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ વિષે અભદ્ર ટીપ્પણી બાદ એક યુઝર લખે છે કે “દ્રૌપદી મુર્મૂજી એક આપમહેનતુ આદિવાસી શાળાના શિક્ષક છે, જેમણે ગરીબી પર વિજય મેળવ્યો, તેમના પતિ અને બાળકો ગુમાવ્યા અને પુરસ્કાર વિજેતા ધારાસભ્ય રહી ચુક્યા છે, મંત્રી અને પછી રાજ્યપાલ પણ બન્યા,અને કોંગ્રેસ તેમનું અપમાન કરે છે? તેમના પર SC/ST એટ્રોસિટીનો કેસ થવો જોઈએ”

    અન્ય એક યુઝર કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર આકરો પ્રહાર કરતા લાખે છે કે “જુઓ કોણ “ડમી” વિશે વાત કરે છે, આપણે બધા #UPA1 #UPA2 ની સત્યતા જાણીએ છીએ, આજે પણ કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં ગાંધીની મંજૂરી વિના કંઈ ચાલતું નથી, ઓછામાં ઓછું કોંગ્રેસે અમને તેના વિશે પ્રચાર ન કરવો જોઈએ.”

    અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂનાં નામની જાહેરાત કરી હતી. ઓરિસ્સાનાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ઝારખંડનાં પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનાં નામની જાહેરાત બાદ હવે વિવિધ પાર્ટીઓ દ્વારા તેમને સમર્થન આપવામાં આવી રહ્યું છે. તેને જોતા દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે, તેવામાં કોંગ્રેસ દ્વારા દ્રૌપદી મુર્મૂના કરાયેલા આ અપમાનજનક ટ્વીટ બાદ લોકો કોંગ્રેસ પર રોષ ઠાલવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં