Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકકળાટ વચ્ચે 36 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી, 10 બેઠકો...

    કકળાટ વચ્ચે 36 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી, 10 બેઠકો પર ટિકિટનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું

    કોંગ્રેસની 36 પૈકી 10 બેઠકો એવી કે જ્યાં વર્તમાન ધારાસભ્ય હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

    - Advertisement -

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો જ આડા રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ 166 ઉમેદવાર જાહેર કર્યા છે અને બાકીના આજે મોડી સાંજ સુધીમાં થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ પણ માટો ભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. બીજી તરફ કોંગ્રેસે પણ અત્યાર સુધી 142 ઉમેદવાર જાહેર કર્યા છે. પણ હજુ પણ અમુક બેઠકો પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું નજરે પડી રહ્યું છે. ટિકીટના કકળાટ વચ્ચે 36 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.

    અહેવાલો અનુસાર અગામી વિધાનસભા ચુંટણીને લઈ ટિકીટના કકળાટ વચ્ચે 36 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. અચરજની વાત તો એ છે કે 36માંથી 10 બેઠકમાં તો વર્તમાન ધારાસભ્ય હોવા છતાં ટિકિટનું કોકડું હજુ પણ અકબંધ છે. આ સાથે 10 ધારાસભ્યોની ટિકિટ કાપવી કે રિપીટ કરવા તે અંગે કોંગ્રેસમાં ભારે મૂંઝવણમાં હોય તેવું લાગે છે.

    કઈ બેઠક પર કોંગ્રેસ નિર્ણય લેવામાં અક્ષમ

    - Advertisement -

    અહેવાલો અનુસાર કોંગ્રેસની 36 પૈકી 10 બેઠકો એવી કે જ્યાં વર્તમાન ધારાસભ્ય હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જેમાં બાલાસિનોરના અજિત ચૌહાણ, પેટલાદથી નિરંજન પટેલ, દિયોદર શિવાભાઈ ભુરીયા, પાલનપુર મહેશ પટેલ, બેચરાજી ભરતજી ઠાકોર, ઠાસરા કાંતિભાઈ, ધંધુકા રાજેશભાઈ ગોહિલ, બાયડથી જશુભાઇ પટેલ, વિરમગામ લાખા ભરવાડ, અને કપડવંજથી કાળુભાઇ ડાભી વર્તમાન ધારાસભ્ય હોવા છતાં કોંગ્રેસ હજુ મુંજવણમાં છે કે કોને રીપીટ કરવા અને કોની ટીકીટો કાપવી.

    આટલી બેઠકો પર હજુ ઉમેદવાર જાહેર કરવાના બાકી

    ઉલ્લેખનીય છે કે વિસનગર, મહેસાણા, ભિલોડા, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર નોર્થ, સાણંદ, નારણપુરા, મણિનગર, અસારવા, ધોળકા, ખંભાત, માતર, મહેમદાબાદ, લુણાવાડા, સંતરામપુર, શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ, દાહોદ, સાવલી, પાદરા પાલનપુર, દિયોદર, બહુચરાજી, બાયડ, વિરમગામ, ધંધુકા, પેટલાદ, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, કાંકરેજ, ઊંઝા, વિસનગર, મહેસાણા, ભિલોડા, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર નોર્થ, સાણંદ, નારણપુરા, મણિનગર, અસારવા, ધોળકા, ખંભાત, માતર, મહેમદાબાદ, લુણાવાડા, સંતરામપુર, શેહરા, ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ, સાવલી, પાદરા અને કરજણ બેઠકો ઉપર કોંગ્રેસે હજી સુધી પાલનપુર, દિયોદર, બહુચરાજી, બાયડ, વિરમગામ, ધંધુકા, પેટલાદ, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, કાંકરેજ, ઊંઝા અને કરજણ બેઠકો ઉપર કોંગ્રેસે નામ જાહેર નથી કર્યા.

    NCP સાથેનું ગઠબંધન સાપે છછુંદર ગળ્યા જેવું?

    36માંથી 10 બેઠકમાં તો વર્તમાન ધારાસભ્ય હોવા છતાં નિર્ણય લેવામાં અક્ષમ કોંગ્રેસ પાર્ટીને બીજી તરફ NCP સાથે ગઠબંધન કરવું પણ અઘરું પડી ગયું છે, પાર્ટીના આ નિર્ણયથી નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓ એ હદે નારાજ થયા કે NCP સાથે ગઠબંધન તોડવા કોંગ્રેસને 12 કલાકનું અલ્ટીમેટમ પકડાવી દીધું છે. તો ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં આવતી કોંગ્રેસની તમામ સમિતિઓએ રાજીનામાં ધરી દીધા છે. સંગઠન, ઉમરેઠ તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા છે.

    તો બીજી તરફ આણંદની ઉમરેઠ, દાહોદની દેવગઢબારિયા, અને અમદાવાદની નરોડા બેઠક પર NCPના ઉમેદવારો ઉભા રાખવાના નિર્ણયના કારણે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ વિફર્યા હતા, એટલુજ નહિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને 300 જેટલા હોદ્દેદાર અને કાર્યકરોએ રાજીનામા પણ આપી દીધા હોવાના અહેવાલો આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં