Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ: વઢવાણના ધારાસભ્ય બનવાનું સપનું જોનારા AICC સેક્રેટરી...

    ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ: વઢવાણના ધારાસભ્ય બનવાનું સપનું જોનારા AICC સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું

    વ્યાસ અમરસિંહ ચૌધરીનાં નજીકના વ્યક્તિ તરીકેની પણ છબી ધરાવતા હતાં, પછી તેઓ સામ પિત્રોડાની આંગળી પકડી રાષ્ટ્રીય કૉંગ્રેસમાં ગયાં અને વર્ષો સુધી અહમદ પટેલની નજીક રહ્યાં હતા

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. AICC સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું છે. ઓવર્સિસ કોંગ્રેસના ઇન્ચાર્જ પદેથી હિમાંશુ વ્યાસના રાજીનામા બાદ રાજકીય ખેમે ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે.

    ખડગેના નામે લખાયેલા પોતાના રાજીનામામાં હિમાંશુ વ્યાસે લખ્યું છે કે, “આદરણીય શ્રી ખડગેજી, હું AICC સેક્રેટરી, ઓવર્સિસ કોંગ્રેસના ઇન્ચાર્જ પદેથી રાજીનામું આપી રહ્યો છું, આ સાથે જ હું પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી પણ રાજીનામું આપી રહ્યો છું.” શા માટે હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું તેની પાછળ કોઈ ઠોસ કારણ હજુ સામે નથી આવ્યું.

    ફોટો સાભાર ABP

    અહેવાલો અનુસાર વ્યાસ હાલ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને રહે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે શરૂઆત કરી હતી. કોંગ્રેસ પક્ષમાં 1984માં કામકાજની શરૂઆત કરી હતી. 1989-95 સુધી NSUI ગુજરાતના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. GPCCમાં મીડિયામાં જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ તરીકે કામગીરી પણ તેમણે કરી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ભાજપનો ગઢ માનવામાં આવતા વઢવાણ ખાતેથી જીતવું હિમાંશુ વ્યાસનું ખુબ જુનું સપનું રહ્યું છે, તે માટે થઈને તેમને કોંગ્રેસે 2 વખત ટીકીટ પણ આપી હતી, પ્રથમ વખત 2007 માં વ્યાસ વર્ષાબેન દોષી સામે હિમાંશુ વ્યાસ કોંગ્રેસમાંથી લડ્યા હતાં, તે વખતે વર્ષાબેનના ખાતે 47,466 મત આવ્યા હતા જયારે હિમાંશુ વ્યાસના ખાતે 40,564 મત આવ્યા હતા,

    બીજી વખત કોંગ્રેસે 2012માં પણ હિમાંશુ વ્યાસને વઢવાણથી ટીકીટ આપી હતી, પણ આ વખતે પણ તેમની સામે વર્ષાબેન ભાજપના રીપીટ કેન્ડીડેટ હતા, તે વખતે પણ 83,049 મત વર્ષાબેન ના ખાતે આવ્યા હતા, જયારે હિમાંશુ વ્યાસને 65,491 મત મળ્યા હતા. આ વખતે પણ વર્ષાબેન દોષી 17,558 મતના ફર્ક થી વિજયી થયા હતા, જેથી માની શકાય કે વઢવાણના નાગરિકોએ પોતાના સ્થાનિક આગેવાન પર વધારે ભરોસો મુક્યો હતો. અંગત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હિમાંશું વ્યાસે તે સમયે પોતાના સ્થાનિક હોવાની છબી બનાવવા વઢવાણ ખાતે ભાડે મકાન પણ રાખ્યું હતું.

    ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ

    અહેવાલો મુજબ હિમાંશુ વ્યાસ જયારે કૉંગ્રેસનો સિતારો બુલંદ હતો ત્યારે તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતાં. જેની પાછળ ભરત બારોટની મહત્વની ભૂમિકા માનવામાં આવતી હતી. વ્યાસ અમરસિંહ ચૌધરીનાં નજીકના વ્યક્તિ તરીકેની પણ છબી ધરાવતા હતાં, પછી તેઓ સામ પિત્રોડાની આંગળી પકડી રાષ્ટ્રીય કૉંગ્રેસમાં ગયાં અને વર્ષો સુધી અહમદ પટેલની નજીક રહ્યાં હતા. કાર્યકર્તા કરતાં વધુ ઉદ્યોગપતિ સાથે સારા સંબંધો વિસ્ત્રાવ્યા અને ધન કુબેર થયા. હવે કોંગ્રેસમાં રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો રાજકારણના ગલીયારાઓમાં તીવ્ર બની છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં