ઉત્તરપ્રદેશના બરેલીની એક શાળામાં ઇસ્લામી પ્રાર્થનાનો વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ‘લબ પર આતી હે દુઆ..મેરે અલ્લાહ’ જેવા શબ્દોવાળી આ પ્રાર્થનાનો વિડીયો વાયરલ થયા બાદ શિક્ષકો નાહિદ અને વજરૂદ્દીન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની પ્રાર્થનાઓ કરાવીને બાળકોને ધર્માંતરણ માટે પ્રેરિત કરવામાં આવતા હોવાનો સ્થાનિક હિંદુ સંગઠનોનો આક્ષેપ છે.
મળતા અહેવાલો મુજબ બરેલીની શાળામાં ઇસ્લામી પ્રાર્થનાનો વિડીયો વાયરલ થવાનો આ મામલો ફરીદપુર પોલીસ સ્ટેશનની કમલા નેહરુ સ્કૂલનો જણાવવામાં આવી રહ્યો છે. આ બાબતે હિંદુ સંગઠનોએ જણાવ્યું હતું કે મુસ્લિમ શિક્ષકો નાહિદ સિદ્દીકી અને વજરુદ્દીને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને હિંદુ વિદ્યાર્થીઓને ધર્માંતરણ માટે પ્રેરિત કરવા માટે આ પ્રકારની પ્રાર્થનાઓ કરાવી છે. આ લોકો જાણીજોઈને શાળાના વિદ્યાર્થીઓને ઈસ્લામિક પદ્ધતિ પ્રમાણે દુઆ કરાવતા હતા. આ સાથે જ આ મુસ્લિમ શિક્ષકો બાળકોને મુસ્લિમ દુઆવાળી પ્રાર્થના ન કરવા બદલ ધમકાવતા પણ હતા.
2 teachers in UP’s Bareilly booked — for ‘causing riot’ — and suspended after video of school children singing a song from their Urdu syllabus goes viral.
— Kanwardeep singh (@KanwardeepsTOI) December 22, 2022
Objectionable part is: Mere Allah burai se bachana mujhko (O Allah! protect me from the evil ways) pic.twitter.com/xBePwhS1q4
અહેવાલો અનુસાર આ ઘટના મામલે હિંદુ સંગઠનોનું કહેવું છે કે આ બધું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરી શકાય. ઇસ્લામિક પ્રાર્થના વિશે જાણ્યા પછી VHPના શહેર પ્રમુખ સોમપાલ રાઠોડે કાર્યકર્તાઓ સાથે જઈને બુધવારે (21 ડિસેમ્બર 2022) પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરી હતી. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, વજરુદ્દીન ઘણા સમયથી અન્ય શિક્ષક નાહિદ સિદ્દીકીના કહેવા પર આવું કરી રહ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ થયેલા વિવાદ અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો પછી શિક્ષણ અધિકારી વિનય કુમારે શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે અને અન્ય શિક્ષક વિરુદ્ધ પણ તપાસ શરૂ કરી કરી દીધી છે.
અન્ય એક અહેવાલ મુજબ ગ્રામીણના પોલીસ અધિક્ષક રાજકુમાર અગ્રવાલે આ બાબતે જણાવ્યું હતું કે, શાળામાં થતી ઇસ્લામિક પ્રાર્થનાનો વીડિયો વાયરલ થયા બાદ મુસ્લિમ શિક્ષક વિરુદ્ધ મળેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જે પણ હકીકતો બહાર આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.