Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાણપુરની પીડિતાને ન્યાય અપાવવા માટે રસ્તા પર ઉતર્યો હિંદુ સમાજ, રેલીમાં હજારો...

    રાણપુરની પીડિતાને ન્યાય અપાવવા માટે રસ્તા પર ઉતર્યો હિંદુ સમાજ, રેલીમાં હજારો લોકો જોડાયા, નગર સજ્જડ બંધ રહ્યું: આરોપી જાવેદ અશરફને કડક સજા કરવાની માંગ

    પીડિતાને ન્યાય અપાવવાની આ માંગમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી, આ ઉપરાંત આ મામલે રાણપુરના માજી ધારાસભ્ય રાજેશકુમાર ગોહિલ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યએ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને આરોપી જાવેદ અશરફને આકરી સજા આપીને પીડિત પરિવારને ત્વરિત ન્યાય આપવાની માંગ કરી હતી.

    - Advertisement -

    તાજેતરમાં રાણપુર સ્ટેશનની સામે આવેલી રુકમણી કન્યા છાત્રાલયના મુસ્લિમ શિક્ષક જાવેદ અશરફે 12 વર્ષની વિદ્યાર્થીનીને શારીરિક અડપલાં કરવાની ઘટના સામે આવી હતી. બાળકીના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા હવસખોર જાવેદ અશરફ વિરુદ્ધ પોક્સો અંતર્ગત ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી હતી. બીજી તરફ, ઘટના સામે આવતાંની સાથે જ વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આરોપીને સજા અપાવવા આજે સમગ્ર હિંદુ સમાજ એકઠો થયો હતો અને મહારેલીમાં હજારો હિંદુઓ સ્વયંભૂ જોડાયા હતા.

    જેને લઈને ગુરુવારે (22 ડિસેમ્બર 2022) રાણપુરના શિક્ષક જાવેદને સજા અપાવવા હિંદુઓ અને સંગઠનોએ મહારેલી સાથે રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એલાનના પગલે રાણપુર આજે સજ્જડ બંધ રહ્યું હતું. 

    ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ પરથી માહિતી મેળવવાના પ્રયાસ કરતાં જાણવા મળ્યું હતું કે, રાણપુરના હિંદુ સમાજમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોની આગેવાનીમાં નગરની તમામ જ્ઞાતિના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અહિંસક રીતે રેલી યોજીને આરોપી શિક્ષક જાવેદ અશરફને આકરામાં આકરી સજા અપાવવાની માંગ કરી હતી.

    - Advertisement -
    રાણપુર સજ્જડ બંધ

    પીડિતાને ન્યાય અપાવવા તમામ જ્ઞાતિના આવેદનપત્ર આપ્યાં

    મળતી માહિતી અનુસાર, પીડિત બાળકી અને તેના પરિવારને ન્યાય અપાવવા માટે આજે મામલતદાર કચેરી ખાતે હજારોની સંખ્યામાં લોકો હિંદુઓ પડ્યા હતા. જેમાં અખિલ ભારતીય કોળી સમાજ, લુહાર-સુથાર જ્ઞાતિ મંડળ, રાણપુર જૈન શ્વે. મૂર્તિપૂજક તપ્પાહગચ્છ સંઘ, સમગ્ર સતવારા સમાજ, રાણપુર ભરવાડ સમાજ, વિશ્વ હિંદુ પરિસદ, બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રાણપુર મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર આપી પીડિતાને ન્યાય અપાવવા માટે કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા સાથે જાવેદ અશરફને આકરી સજા ફટકારવાની માંગ સાથે આવેદન પત્રો આપ્યાં હતાં. જે તમામની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    સર્વ સમાજે આવેદન પત્રો પાઠવ્યા

    ઉલ્લેખનીય છે કે પીડિતાને ન્યાય અપાવવાની આ માંગમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી, આ ઉપરાંત આ મામલે રાણપુરના માજી ધારાસભ્ય રાજેશકુમાર ગોહિલ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યએ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને આરોપી જાવેદ અશરફને આકરી સજા આપીને પીડિત પરિવારને ત્વરિત ન્યાય આપવાની માંગ કરી હતી.

    આવેદન પત્રમાં કરવામાં આવેલી માંગ

    રાણપુરના હિંદુ સમાજ અને હિન્દુવાદી સંગઠનો દ્વારા મામલતદારને આપવામાં આવેલા આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે કે, પીડિત બાળકીને ઝડપી ન્યાય અપાવવા માટે કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. ઉપરાંત, તમામ કન્યા છાત્રાલયોમાં CCTV કેમેરા લગાવવાની પણ માંગ કરવામાં આવી હતી. ઉપરાંત, કન્યા શાળાઓમાં માત્ર મહિલા શિક્ષકોની જ નિમણૂંક કરવામાં આવે તથા પીડિત પરિવારને સરકાર સહાય આપે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે.

    રાણપુર હિંદુ સમાજની અત્યાર સુધીની પીડા આ રોષના રૂપમાં ફાટી નીકળી

    સ્થાનિક સૂત્રોએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “આજે યોજાયેલી રેલી માત્ર પીડિતાને ન્યાય અપાવવા માટે તો હતી જ, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા કરવામાં આવતી પ્રતાડનાઓના ઘેરા પ્રત્યાઘાત પણ છે. આ પહેલાં પણ રાણપુરમાં લવ જેહાદ, લેન્ડ જેહાદ અને અન્ય ઘણા અપરાધોમાં મુસ્લિમ સમુદાયના કેટલાક તત્વો દ્વારા હિંદુ સમાજને યાતનાઓ આપવામાં આવી છે. જેને લઈને આજે રેલીના સ્વરૂપમાં હિંદુ સમાજે એકઠા થઈને પોતાનો રોષ ઠાલવ્યો છે. સંગઠનો સહિત સમગ્ર હિંદુ સમાજે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ પ્રકારની ઘટના સાંખી નહીં લેવાય તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.”

    રાણપુરમાં હિંદુ સમાજની મહારેલી

    શું હતી આખી ઘટના?

    રાણપુર શહેરના બસ સ્ટેશન સામે આવેલી સરકારી કન્યા શાળામાં અંદાજે 400થી પણ વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, જેમાં ધોરણ 7માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર તેની જ શાળાના મુસ્લિમ શિક્ષક જાવેદ અશરફે નજર બગાડીને શારીરિક અડપલાં કર્યા હતા. શિક્ષક છેલ્લા ઘણા સમયથી આ વિદ્યાર્થિનીની સાથે શારીરિક અડપલાં કરતો હતો તેમ પણ જાણવા મળ્યું હતું.

    પીડિતાના પિતાએ આપેલી ફરિયાદ મુજબ શાળાના રૂમ નંબર 11માં બાળકી સાથે અડપલાં કર્યા બાદ જાવેદે પીડીતાને ધમકી આપી હતી કે જો તે આ બાબતની કોઈને પણ જાણ કરશે તો તે તેના પિતાને મારી નાંખશે અને તેના પણ ટુકડા કરીને ફેંકી દેશે. બાળકીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસે તાત્કાલીક આરોપી શિક્ષક જાવેદ અશરફ ચુડેસરાને ઝડપી લીધો હતો અને તેની વિરુદ્ધ પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં