ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 155 દેશોની નદીઓના પાણીનો ઉપયોગ કરીને ભગવાન શ્રી રામ લલ્લાનો ‘જલાભિષેક’ કરવાના છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, આ પવિત્ર સમારોહ 23 એપ્રિલે અયોધ્યામાં થશે.
દિલ્હી સ્થિત વિજય જોલી નામના ભગવાન રામના ભક્તની ટીમ 155 દેશોની નદીઓના પાણી ભરેલ કળશ આદિત્યનાથને સોંપશે. ત્યારબાદ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને આદિત્યનાથ 23 એપ્રિલે મણિરામ દાસ ચાવની ઓડિટોરિયમમાં ‘જલ કલશ’ પૂજા કરશે.
Yogi to perform special jalabhishek of Ram Lalla with water from rivers in 155 nationshttps://t.co/eQkBQ9JRF6
— TOI Lucknow News (@TOILucknow) April 8, 2023
આ સમારોહમાં રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથ ઉપરાંત અનેક દેશોના મહાનુભાવો ભાગ લેશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરમાંથી લાવવામાં આવતા પાણીમાં તે રાષ્ટ્રોના નામ હશે.
સમાચાર અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ચીન, સુરીનામ, કેનેડા, રશિયા, તિબેટ, કઝાકિસ્તાન અને યુક્રેન એવા દેશોમાં સામેલ છે જ્યાંથી પાણી લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ‘જલાભિષેક’ માટે ઉપયોગમાં લેવાતા ‘કલશ’માં પાકિસ્તાનની રાવી નદીના પાણીનો પણ સમાવેશ કરવામાં આવશે. તેનું પાણી સૌથી પહેલા પાકિસ્તાનથી હિંદુઓ દ્વારા દુબઈ મોકલવામાં આવ્યું હતું જ્યાંથી તેને દિલ્હી લાવવામાં આવ્યું હતું, એમ પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને આદિત્યનાથના નેતૃત્વમાં મંદિરનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, એમ રાયે ઉમેર્યું હતું.
23 એપ્રિલે થશે જલાભિષેક
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, યોગી આદિત્યનાથ 23 એપ્રિલે અયોધ્યાના મણિરામ દાસ ચાવની ઓડિટોરિયમમાં બીજેપી નેતા વિજય જોલીની આગેવાની હેઠળની ટીમ પાસેથી 155 અલગ-અલગ દેશોની નદીઓનું પાણી ધરાવતો કલશ મેળવશે. 23 એપ્રિલે ઓડિટોરિયમમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા “જલ કલશ” પૂજા કરવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે નદીઓ અને મહાસાગરોમાંથી પાણી એકત્ર કરવાની પહેલ દિલ્હી સ્થિત એક બિન-સરકારી સંસ્થા દિલ્હી સ્ટડી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. દિલ્હીના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય વિજય જોલી સંગઠનના પ્રમુખ છે. જોલીએ કહ્યું કે તેમને સ્વર્ગસ્થ અશોક સિંઘલ અને પીએમ મોદી દ્વારા સમગ્ર વિશ્વમાંથી પાણી એકત્ર કરવા અને ભગવાન રામનો જલાભિષેક કરવાની પ્રેરણા મળી હતી.
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને આદિત્યનાથના નેતૃત્વમાં મંદિરનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને ખુબ જલ્દી તેનું પૂર્ણ સ્વરૂપ ભક્તો માણી શકાશે.