Saturday, October 5, 2024
More
    હોમપેજગુજરાતમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધાનસભામાં રજૂ કર્યો રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ: વિપક્ષોએ પણ...

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધાનસભામાં રજૂ કર્યો રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ: વિપક્ષોએ પણ લગાવ્યા રામનામના નારા, CMએ કહ્યું- ‘રામરાજ્યનો નવો યુગ આવ્યો છે’

    ગૃહમાં સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિર નિર્માણમાં પાર્ટીના યોગદાન વિશે જણાવતા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર માટે જો કોઈ રાજકીય પક્ષે આંદોલન કર્યું હોય તો એ ભાજપ છે.

    - Advertisement -

    ગુજરાત સરકાર દ્વારા 05 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાતની વિધાનસભામાં અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઇ તે મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. રામ મંદિર પર નિયમ 120 અંતર્ગત ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિધાનાસભા ગૃહ રામનામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. મુખ્યમંત્રીએ રજૂ કરેલા અભિનંદન પ્રસ્તાવને વિના વિરોધે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા વિરોધપક્ષોએ સમર્થન આપ્યું હતું, અને તેનો સર્વાનુમતે સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. ગૃહમાં સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિર નિર્માણમાં પાર્ટીના યોગદાન વિશે જણાવતા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર માટે જો કોઈ રાજકીય પક્ષે આંદોલન કર્યું હોય તો એ ભાજપ છે.

    આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરી હતી. જેમાં આભાર વ્યક્ત કરતા તેમણે લખ્યું હતું કે, “રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો દેશવાસીઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ માનનીય વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો, જેને સર્વાનુમતે સમર્થન આપવા બદલ ગૃહના સૌ સભ્યોનો આભારી છું.”

    તેમણે વધુમાં લખ્યું કે, “સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાનો આપ્યા, તેના પરિણામે આપણે બંધારણીય માર્ગે અયોધ્યામાં રામમંદિરનું પુન:ર્નિમાણ કરી શક્યા છીએ, તે એક સુદીર્ઘ ચાલેલા જનજાગૃતિના મહાઅભિયાનનું પરિણામ છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં રામચંદ્ર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને સમગ્ર દેશમાં સાંસ્કૃતિક ચેતનાના અજવાળા પાથર્યા છે. ભારતમાં સુરાજ્યનો – રામરાજ્યનો નવો યુગ આવ્યો છે. દરેક પરિવારને પાકુ ઘર, પોષણ, નિ:શુલ્ક આરોગ્ય-સારવાર, હર ઘર જલ, આર્થિક સમૃદ્ધિ અને સુખાકારીની મોદીજીની ગેરંટી એ રામરાજ્યની નિશાની છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 1 ફેબ્રુઆરી 2024થી વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. 2 ફેબ્રુઆરીએ રાજ્ય નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું હતું. રાજ્યના નાણામંત્રી અનુસાર, આ બજેટ આગામી વર્ષ માટે રાજ્ય સરકારના દ્રષ્ટિકોણ અને આગામી 25 વર્ષોના રોડમેપને પ્રતિબિંબિત કરશે. આ સાથે જ સરકારે વિપક્ષને અનુરોધ કર્યો હતો કે, રામ મંદિરના અભિનંદન પ્રસ્તાવને સર્વસંમતિથી પારિત કરવામાં આવે. ત્યારે સરકારે હવે સર્વાનુમતે રામ મંદિર અભિનંદ પ્રસ્તાવને વિધાનસભામાં રજૂ કરી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં