Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતમાં વિધાનસભા સત્રનો પ્રારંભ: બીજી ફેબ્રુઆરીએ રજૂ કરાશે અત્યાર સુધીનું સૌથી મોટું...

    ગુજરાતમાં વિધાનસભા સત્રનો પ્રારંભ: બીજી ફેબ્રુઆરીએ રજૂ કરાશે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ, રામ મંદિરને લઈને પ્રસ્તાવ લાવશે સરકાર

    રાજ્ય સરકારના મંત્રી અનુસાર, આ બજેટ આગામી વર્ષ માટે રાજ્ય સરકારના દ્રષ્ટિકોણ અને આગામી 25 વર્ષોના રોડમેપને પ્રતિબિંબિત કરશે.

    - Advertisement -

    ગુરુવારે (1 ફેબ્રુઆરી) કેન્દ્ર સરકારના નાણામંત્રીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. જેમાં ગરીબ અને મધ્યમવર્ગ માટે પણ યોજનાઓનું એલાન કરવામાં આવ્યું છે. જ્યારે ગુરુવારથી (1 ફેબ્રુઆરી) ગુજરાતમાં વિધાનસભા બજેટ સત્રનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. જ્યારે શુક્રવારે (2 ફેબ્રુઆરી) નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરવામાં આવનાર છે. આ બજેટ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. જ્યારે ગુજરાત વિધાનસભા સત્ર 29 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત પણ થશે. એક મહિના સુધી ચાલનાર બજેટ સત્રમાં 26 બેઠકો યોજાશે.

    ગુજરાતમાં ગુરુવારથી (1 ફેબ્રુઆરી) વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. 2 ફેબ્રુઆરીએ રાજ્ય નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે. રાજ્ય સરકારના મંત્રી અનુસાર, આ બજેટ આગામી વર્ષ માટે રાજ્ય સરકારના દ્રષ્ટિકોણ અને આગામી 25 વર્ષોના રોડમેપને પ્રતિબિંબિત કરશે. આ સાથે જ સરકારે વિપક્ષને અનુરોધ કર્યો છે કે, રામ મંદિરના અભિનંદન પ્રસ્તાવને સર્વસંમતિથી પારિત કરવામાં આવે. નોંધનીય છે કે, સરકાર 5 ફેબ્રુઆરીએ રામ મંદિર અભિનંદ પ્રસ્તાવને વિધાનસભામાં રજૂ કરશે.

    વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન

    બજેટ સત્રના પ્રારંભ પહેલાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15 મિનિટ સભાને સંબોધિત કરી હતી. સાથે તેમણે રાજ્યમાં ચાલી રહેલા વિકાસકાર્યો અને નવા પ્રોજેક્ટ વિશેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને બાગાયતી પાકો માટે અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરવાના હેતુથી રાજ્યમાં અમદાવાદ, જામનગર અને ખેડામાં તથા નર્મદા, પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ પામી રહ્યા છે.

    - Advertisement -

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનમાં વૈશ્વિક લીડર તરીકે ઊભરી આવવા માટે સક્ષમ અને તૈયાર છે. તાજેતરમાં ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે પાવર સપ્લાય કરવા રાજ્ય સરકારે RI પ્રોજેકટમાં વિકાસ માટે જમીન નીતિ-2023 જાહેર કરી છે અને વિકાસકર્તાઓને ફાળવણી માટે 2 લાખ હેક્ટર જેટલી જમીન નિર્ધારિત કરી છે. પરિણામે લગભગ 40 લાખ વાર્ષિક મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ થશે.

    આ ઉપરાંત આચાર્ય દેવવ્રતે અનેક મુદ્દાઓ વિશે માહિતી આપી હતી. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, સરદાર સરોવર નર્મદા યોજના, જ્યાં વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે, ગિફ્ટ સિટીનો વિકાસ અને તેમાંથી થતી નિકાસ, મત્સ્યોદ્યોગ પ્રવૃતિને વેગ આપવા માટે કરોડોના ખર્ચે બંદરો વિકસાવવાની યોજના, સરકારી ગ્રંથાલયોને સ્માર્ટ ગ્રંથાલયો તરીકે વિકસાવવાની યોજનાઓનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં