Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તેજસ્વી યાદવનું નિવેદન તમામ ગુજરાતીઓનું અપમાન’: છત્તીસગઢના સર્વ ગુજરાતી સમાજ દ્વારા FIR...

  ‘તેજસ્વી યાદવનું નિવેદન તમામ ગુજરાતીઓનું અપમાન’: છત્તીસગઢના સર્વ ગુજરાતી સમાજ દ્વારા FIR દાખલ કરવાની માંગ, પોલીસને આવેદન સોંપાયું

  તેજસ્વી યાદવે મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપતાં કહ્યું હતું કે આજની પરિસ્થિતિમાં ગુજરાતીઓ જ ઠગ હોય શકે છે. જેને લઈને ફરિયાદ કરવામાં આવી છે.

  - Advertisement -

  થોડા દિવસ પહેલાં બિહારના ઉપ-મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેને લઈને હવે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. છત્તીસગઢના સર્વ ગુજરાતી સમાજે તેજસ્વી યાદવ સામે ફરિયાદ કરીને FIR દાખલ કરવાની માંગ કરી છે. 

  આ ફરિયાદ છત્તીસગઢના ધમતરી પોલીસ સમક્ષ કરવામાં આવી છે. તેજસ્વી યાદવે મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપતાં કહ્યું હતું કે આજની પરિસ્થિતિમાં ગુજરાતીઓ જ ઠગ હોય શકે છે. જેને લઈને છત્તીસગઢમાં રહેતા સર્વ ગુજરાતી સમાજે તેમની સામે કાયદેસરની ફરિયાદ કરીને FIR દાખલ કરવાની માંગ કરી છે. 

  ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, બિહારના ઉપ-મુખ્યમંત્રી તેજસ્વી યાદવ દ્વારા મીડિયામાં જે નિવેદન આપવામાં આવ્યું તે અત્યંત નિંદનીય છે અને તેમણે રાજનીતિ ચમકાવવા માટે આ પ્રકારની અશોભનીય અને અમર્યાદિત ભાષાનો ઉપયોગ કર્યો છે. આગળ જણાવવામાં આવ્યું કે, તેજસ્વીના આ નિવેદનથી ગુજરાતી સમાજને ઠેસ પહોંચી છે. 

  - Advertisement -

  છત્તીસગઢ સર્વ ગુજરાતી સમાજે કહ્યું કે, તેજસ્વી યાદવ દ્વારા આપવામાં આવેલ નિવેદન સમગ્ર ગુજરાતી સમાજનું અપમાન છે અને જેના કારણે તેમની સામે FIR દાખલ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.

  ઑપઇન્ડિયા સાથે સમાજના અધ્યક્ષની વાતચીત, કહ્યું- તેજસ્વીએ માફી માંગવી જોઈએ

  ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં છત્તીસગઢ ગુજરાતી સમાજના અધ્યક્ષ પ્રિતેશ ગાંધીએ કહ્યું કે, તેમના ધ્યાનમાં એક વિડીયો આવ્યો હતો, જેમાં તેજસ્વી યાદવ ગુજરાતીઓ વિશે અમર્યાદિત ટિપ્પણી કરતા જોવા મળે છે. તેમણે કહ્યું કે, આ સમગ્ર ગુજરાતી સમાજનું અપમાન છે અને અમારી માંગ છે કે તેજસ્વી યાદવે ગુજરાતીઓની માફી માંગવી જોઈએ. 

  તેમના જણાવ્યા અનુસાર, તેમણે પોલીસ સમક્ષ વિડીયો રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. જોકે, હજુ સુધી આ મામલે FIR દાખલ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, પોલીસ અધિકારીઓએ તેમની અરજી સ્વીકારીને 1-2 દિવસમાં કાર્યવાહી કરવા માટેનું આશ્વાસન આપ્યું છે. 

  આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સમાજના પ્રદેશ અધ્યક્ષે આવેદન આપ્યું છે અને જેને સ્વીકારી લેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓના આદેશ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

  તેજસ્વી યાદવે શું કહ્યું હતું? 

  મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “આજના સમયમાં ગુજરાતી જ ઠગ હોય શકે છે અને તેમની ઠગાઈને માફ કરી દેવામાં આવશે.” તેમણે આગળ ઉમેર્યું હતું કે, “LICના પૈસા, બેન્કના પૈસા આપી દો અને પછી તેઓ લઈને ભાગી જાય તો કોણ જવાબદાર હશે? કે પછી આ ભાજપીઓ ભાગી જાય તો કોણ જવાબદાર હશે?”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં