Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતતોડ કાંડના આરોપી AAP નેતા યુવરાજસિંહ જાડેજા પર ગાળિયો વધુ કસાયો: પોલીસે...

    તોડ કાંડના આરોપી AAP નેતા યુવરાજસિંહ જાડેજા પર ગાળિયો વધુ કસાયો: પોલીસે કોર્ટમાં 900 પાનાની ચાર્જશીટ દાખલ કરી, સાળો-બનેવી બન્ને છે જેલમાં

    તે પણ સામે આવ્યું હતું કે જાડેજાએ દહેગામની એક સોસાયટીમાં 51 લાખ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો અને આ માટે 30 લાખની ચૂકવણી કરી પણ દેવામાં આવી હતી. તેમાં તોડકાંડનો પૈસો વપરાયો છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    1 કરોડના તોડકાંડમાં પકડાયેલા આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમનો સાળો શિવુભા હાલ ભાવનગરની જેલમાં બંધ છે. તેવામાં આ બંનેની મુશ્કેલીઓમાં વધારો કરતી ખબર સામે આવી છે. વાસ્તવમાં તોડ કાંડના આરોપી AAP નેતા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસે કોર્ટમાં 900 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ પહેલા ભાવનગર જેલથી અન્ય જેલમાં જવા માટે આ કાંડના તમામ આરોપીઓએ અરજી દાખલ કરી દીધી હતી. જોકે કોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી હતી.

    મળતી માહિતી અનુસાર ડમી ઉમેદવારકાંડમાં 1 કરોડથી વધુનો તોડ કરવાના કાંડના મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી 900 પાનાની આ ચાર્જશીટમાં પોલીસે આખા ગુનાની ઝીણામાં ઝીણી બાબતો આવરી લીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય વધુ એક માહિતી એવી પણ મળી રહી છે કે આ પહેલા યુવરાજસિંહ અને તેમના બંને સાળાઓ સહિતના તમામ 6 આરોપીઓએ જામીન મેળવવા અરજી કરી હતી, પરંતુ કોર્ટે યુવરાજસિંહ અને તેના સાળા શિવુભાની જામીન અરજી ફગાવી દીધી હતી.

    1 કરોડનો તોડ કરવાના આરોપમાં ભોગવે છે જેલવાસ

    આ તમામ સામે ડમી કાંડ ઉજાગર કરતી યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર કરીને ફસાવી દેવાની ધાકધમકી આપીને પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે નામના બે ઈસમો પાસેથી કુલ 1 કરોડ રૂપિયા પડાવી લેવાનો આરોપ છે. તમામ સામે 21 એપ્રિલે ભાવનગર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વારાફરતી ધરપકડ કરી લેવામાં આવી હતી.

    - Advertisement -

    ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા તમામના જરૂર મુજબના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારબાદ કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપતાં તેઓ ભાવનગરની જેલમાં બંધ છે. આ જ જેલમાં ડમી કાંડના 33 જેટલા આરોપીઓને પણ રાખવામાં આવ્યા છે, જેમની ઉપર સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડીને કૌભાંડ આચરવાનો આરોપ છે. આ બંને કેસ એકબીજા સાથે સંલગ્ન છે.

    આ સિવાય તે પણ સામે આવ્યું હતું કે જાડેજાએ દહેગામની એક સોસાયટીમાં 51 લાખ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો અને આ માટે 30 લાખની ચૂકવણી કરી પણ દેવામાં આવી હતી. તેમાં તોડકાંડનો પૈસો વપરાયો છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ કેસમાં 1 કરોડમાંથી કુલ 84 લાખની રકમ રિકવર કરી લેવાઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં