Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે સોસાયટીમાં ભાડેથી રહેતા ત્યાં જ યુવરાજસિંહે ખરીદ્યો હતો અડધા કરોડનો બંગલો,...

    જે સોસાયટીમાં ભાડેથી રહેતા ત્યાં જ યુવરાજસિંહે ખરીદ્યો હતો અડધા કરોડનો બંગલો, 30 લાખ ચૂકવી પણ દેવાયા હતા: સામે આવી વધુ વિગતો

    યુવરાજસિંહે દહેગામના નાંદોલ રોડ પાસે નવી બનેલી વ્રજગોપી રેસીડેન્સીમાં 29 નંબરનો બંગલો ખરીદ્યો હતો.

    - Advertisement -

    કૌભાંડો ખુલ્લાં પાડવાનું કહીને પાછલા દરવાજેથી કરોડોના તોડપાણી કરવાના આરોપસર જેલભેગા થયેલા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા વિશે રોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. તાજેતરમાં જ સામે આવ્યું હતું કે યુવરાજે દહેગામમાં એક મિલકતની ખરીદી કરી હતી. હવે આ વિશે વધુ વિગતો સામે આવી છે અને જાણવા મળ્યું છે કે તેમણે 51 લાખની કિંમતનો બંગલો ખરીદ્યો હતો.

    રિપોર્ટ્સ અનુસાર, યુવરાજસિંહ જાડેજાએ દહેગામની એક સોસાયટીમાં બંગલો ખરીધો હતો, જેની કિંમત 50 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ જ સોસાયટીમાં યુવરાજસિંહ અને તેમનો પરિવાર રહેતા હતા, પરંતુ હાલ તેઓ અહીંથી ગાયબ છે. અહીં નોંધનીય છે કે યુવરાજનાં પત્ની દહેગામની જ એક સરકારી શાળામાં શિક્ષિકા છે. 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, યુવરાજસિંહે દહેગામના નાંદોલ રોડ પાસે નવી બનેલી વ્રજગોપી રેસીડેન્સીમાં 29 નંબરનો બંગલો ખરીદ્યો હતો. જેના મૂળ માલિક અમદાવાદમાં રહેતા ભરતભાઈ દોશી નામના વ્યક્તિ છે, જેમણે ત્રણેક વર્ષ પહેલાં 36 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યાં સુખદેવસિંહ નામના એક વ્યક્તિ ભાડેથી રહેતા હતા. પરંતુ બંગલો ખરીદ્યા બાદ તેમને અને પત્નીને બીમારી લાગુ પડી જતાં અન્ય પણ આર્થિક સંકડામણોના કારણે તેમણે બંગલો વેચવાની તૈયારી દર્શાવી હતી. 

    - Advertisement -

    આ વાતની જાણ થતાં ભાડૂઆત સુખદેવસિંહે તે જ સોસાયટીમાં રહેતા યુવરાજસિંહને જાણ કરી હતી. ત્યારબાદ બંનેએ માલિક ભરતભાઈ સાથે મુલાકાત કરીને 51 લાખ 11 હજાર રૂપિયામાં બંગલો ખરીદવા માટે ડીલ કરી હતી. 

    જેમની પાસેથી યુવરાજે બંગલો ખરીદ્યો તેમણે ભાસ્કરને જણાવ્યું હતું કે, તેમને 30 લાખ જેટલી રકમ મળી ગઈ છે, જ્યારે 20 લાખ લેવાના બાકી છે. જેના બદલામાં યુવરાજસિંહે તેમની પત્નીના નામનો SBIનો એક કોરો ચેક પણ આપી રાખ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 20-25 દિવસ પહેલાં સુખદેવસિંહે આવીને તેમને 5 લાખ 11 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા અને તે યુવરાજસિંહે મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, આ રકમ યુવરાજસિંહ ક્યાંથી લાવ્યા તેની મને જાણકારી નથી. 

    સંદેશના રિપોર્ટ અનુસાર, આ બંગલાની ખરીદી માટે યુવરાજસિંહે દહેગામ સેવા સદનમાં ઈ-ધરાના જનસેવા કેન્દ્રના સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં 12મીએ એપ્રિલે 30 લાખના 4.9 ટકા લેખે 1.47 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી હતી અને જેમાં ફર્સ્ટ પાર્ટી તરીકે યુવરાજસિંહ જાડેજા અને અધર અને સેકન્ડ પાર્ટીમાં મનન ભરતભાઈ દોશીનાં નામ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં