Sunday, September 8, 2024
More
    હોમપેજવગેરે...શેર બજારમાં આનંદો: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સ 450 પોઇન્ટ...

    શેર બજારમાં આનંદો: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સ 450 પોઇન્ટ ઉછળ્યો; નિફટી 19,000ને પાર

    યાનના વિવિધ ઉપકરણો સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓના સ્ટોકમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સાથે સંકળાયેલી એવેન્ટલ કંપનીના શેરમાં અંદાજે 12% તેજી જોવા મળી છે

    - Advertisement -

    મિશન ચંદ્રયાન-3ની સફળતા સાથે ભારતે એક નવો ઇતિહાસ રચ્યો છે. બુધવારે (23 ઓગસ્ટ, 2023) ચંદ્રયાનના વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું અને પોતાનું કામ પણ શરૂ કરી દીધું છે. જેની સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો છે. બીજી તરફ, આ ઐતિહાસિક ઉપલબ્ધિની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે તો સાથે વૈશ્વિક બજારોમાંથી પણ સારા સંકેતો જોવા મળી રહ્યા છે. 

    અહેવાલ અનુસાર ગુરુવારે (24 ઓગસ્ટ, 2023) ભારતીય શેરબજારના બંને ઇન્ડેક્સ ગ્રીન સિગ્નલમાં ઉછળતા જોવા મળી શકે છે. સૌ ભારતીયો ગર્વ અનુભવે તેવા ISROના આ ચંદ્રયાન-3 મિશનમાં સહયોગી કંપનીઓના શેરમાં અંદાજે 33.32%નો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં રૉકેટ માટે કોબાલ્ટ આધારિત એલોય બનાવતી એટલે કે સરકારી કંપનીના મિશ્રધાતુ નિગમનો સમાવેશ થાય છે. એરોસ્પેસ કંપનીઓએ પણ નોંધપાત્ર તેજી પકડી હોવાનું જોઈ શકાય છે. ચંદ્રયાન-3ના ચંદ્રની સપાટી પર સફળ ઉતરાણ બાદ અંદાજે નાના-મોટી 400 કંપનીઓને લાભ મળવાનું અનુમાન છે. જયારે વૈશ્વિક સ્પેસ સેવા ક્ષેત્રે ભારત હાલ પાંચમા નંબરે છે. પરંતુ હવે ચંદ્રયાન-3ના સફળ પરીક્ષણ બાદ આ સ્થિતિમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

    સહયોગી કંપનીઓના શૅર ઊંચકાયા

    નોંધનીય છે કે, યાનના વિવિધ ઉપકરણો સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓના સ્ટોકમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સાથે સંકળાયેલી એવેન્ટલ કંપનીના શેરમાં અંદાજે 12% તેજી જોવા મળી છે. વિક્રમ લેન્ડર બનાવનાર કંપની હિંદુસ્તાન એરોનોટિક્સના શૅરની કિંમતમાં એક દિવસમાં 3.5%નો વધારો જોવા મળ્યો છે. ચંદ્રયાન-3નું એન્જિન બનાવનાર સહયોગી એમ.ટી.એ.આર. કંપનીના શેરની કિંમતમાં 5.14%નો વધારો જોવા મળ્યો છે. ચંદ્રયાનના લૉન્ચિંગ માટેના રોકેટ બનાવતી એલ&ટી કંપનીએ 1.47%ની તેજી પકડી છે. આ સિવાય પ્રોપલ્શન અને લેન્ડરના ઓનબોર્ડ સાથે સંકળાયેલી સેન્ટમ ઇલેક્ટ્રોનિક્સ કંપનીના શેરમાં 11% જેટલી તેજી જોવા મળી છે. યાનના થ્રસ્ટર અને એન્જિનને લગતાં ઉપકરણો બનાવતી ગોદરેજ એરોસ્પેસ કંપનીમાં 12.62% જેટલો ઉછાળો જોવા મળ્યો છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં સ્પેસ ટુરિઝમ ક્ષેત્રમાં પણ હરણફાળ તેજી જોવા મળી શકે છે. જેનો સીધો લાભ સ્પેસક્રાફ્ટના યંત્રો બનાવતી કંપનીઓને મળી શકે છે. ચંદ્રયાન-3ના નિર્માણમાં HALની પણ મહત્વની ભૂમિકા જોવા મળી. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના શૅર પર ગુરુવારે દરેકની નજર ટકેલી રહેશે. HAL કંપનીએ 24 ઓગસ્ટ, 2023ના દિવસે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. આ કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સે નાણાકીય વર્ષ 2022-23 માટે ઇકવીટી શેર દીઠ ₹15ના અંતિમ ડિવિડન્ડની ઘોષણા કરી છે. અંતિમ ડિવિડન્ડ વિશે HALએ જણાવ્યું હતું કે, “બોર્ડ દ્વારા મળેલી બેઠકમાં અન્ય બાબતોની સાથે ₹15 પ્રતિ ઇક્વિટી શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં