Friday, October 11, 2024
More
    હોમપેજરાજકારણચંડીગઢમાં મેયરની ફેર-ચૂંટણી થાય એ પહેલા AAPને ઝટકો, પાર્ટીના ત્રણ કાઉન્સિલર BJPમાં...

    ચંડીગઢમાં મેયરની ફેર-ચૂંટણી થાય એ પહેલા AAPને ઝટકો, પાર્ટીના ત્રણ કાઉન્સિલર BJPમાં જોડાયા: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા મનોજ સોનકરનું રાજીનામું

    ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, 36 કાઉન્સિલરો મળીને મેયર પદની પસંદગી કરે છે. જે ઉમેદવારને સૌથી વધુ મત મળે છે તે ચૂંટણીમાં જાય છે. વર્તમાન સંજોગો મુજબ, ભાજપ પાસે 17 કાઉન્સિલરો, 1 સાંસદ અને SADના એકમાત્ર કાઉન્સિલરનું સમર્થન છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ચંડીગઢમાં મેયરની ચૂંટણીમાં કથિત ગેરરીતિનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. જે પછી ચંડીગઢના મેયર મનોજ સોનકરે 18 જાન્યુઆરી 2024ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેથી હવે ફરીથી ચૂંટણી થશે. ચૂંટણી બાબતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય એ પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન ફરી ચૂંટણી થાય એ પહેલા જ આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAPના ત્રણ કાઉન્સિલરો BJPમાં જોડાયા છે.

    AAP કાઉન્સિલરો નેહા મુસાવત, પૂનમ અને ગુરચરણ કાલાને ભાજપના મહાસચિવ વિનોદ તાવડે દ્વારા પાર્ટીનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. આ સાથે જ હવે મહાનગરપાલિકામાં ભાજપની તાકાત બમણી થઇ છે. મહાનગરપાલિકામાં ભાજપ પાસે હવે 18 કાઉન્સિલર છે. જ્યારે AAP પાસે માત્ર 10 કાઉન્સિલર બચ્યા છે. આ સિવાય કોંગ્રેસ પાસે 7 અને શિરોમણી અકાલી દળ (SAD) પાસે 1 કાઉન્સિલર છે.

    ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લેનારા કાઉન્સિલર ગુરચરણ કાલાએ કહ્યું કે, AAPએ તેમના પર દબાણ કર્યું હતું, આ સાથે તેમણે કહ્યું કે, તેઓ પીએમ મોદીના કામોથી પ્રભાવિત થઈને ભાજપની સદસ્યતા લીધી છે. નેહા મુસાવતે પણ AAP પર આજ પ્રકારના આરોપ લગાવ્યા છે.

    - Advertisement -

    ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, 36 કાઉન્સિલરો મળીને મેયર પદની પસંદગી કરે છે. જે ઉમેદવારને સૌથી વધુ મત મળે છે તે ચૂંટણીમાં જાય છે. વર્તમાન સંજોગો મુજબ, ભાજપ પાસે 17 કાઉન્સિલરો, 1 સાંસદ (ચંદીગઢ મેયરની ચૂંટણીમાં સાંસદો પણ મત આપે છે) અને SADના એકમાત્ર કાઉન્સિલરનું સમર્થન છે. જ્યારે AAP અને કોંગ્રેસને બંનેના મળીને માત્ર 17 વોટ છે. એ પણ નોંધનીય છે કે નવા રાજકીય સમીકરણોના આધારે AAPને કોંગ્રેસનું સમર્થન મેળવવું મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે તેણે તાજેતરમાં પંજાબ-ચંડીગઢ લોકસભા ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી.

    આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ સોમવારે (19 ફેબ્રુઆરી, 2024) સુનાવણી થશે. ગત વખતે 30 જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં ભાજપના મનોજ સોનકર મેયર તરીકે ચૂંટાયા હતા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધને આ ચૂંટણીમાં ગેરરીતિના આરોપો લગાવ્યા હતા. આ અંગે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલામાં ચૂંટણી અધિકારી અનિલ મસીહને સમન્સ પાઠવ્યા હતા, જેઓ પર પણ ગેરરીતિનો આરોપ હતો.

    મનોજ સોનકરના રાજીનામા પર ભાજપનું કહેવું છે કે તેમના ચૂંટાયા પછી વિપક્ષ સતત હંગામો મચાવી રહ્યું હતું અને શહેરને યોગ્ય રીતે ચાલવા દેતું ન હતું. આથી મનોજ સોનકરે રાજીનામું આપ્યું છે. છેલ્લી ચૂંટણીમાં AAPએ મનોજ સોનકર સામે કુલદીપ ઢોલરને મેદાનમાં ઉતાર્યા હતા, જેમને હારનો સામનો કરવો પડ્યો હતો .

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં