Wednesday, September 11, 2024
More
    હોમપેજદેશજેને I.N.D.I. ગઠબંધનએ ગણાવી પોતાની પહેલી ચૂંટણી, તેમાં જ થઈ કારમી હાર:...

    જેને I.N.D.I. ગઠબંધનએ ગણાવી પોતાની પહેલી ચૂંટણી, તેમાં જ થઈ કારમી હાર: ચંડીગઢમાં બન્યા ભાજપાના મેયર, કોંગ્રેસ-AAPએ મચાવ્યો હોબાળો

    વિપક્ષોએ આ ચૂંટણીને ભાજપ અને I.N.D.I. ગઠબંધન વચ્ચેની પ્રથમ મેચ ગણાવી હતી. AAP નેતા રાઘવ ચઢ્ઢાએ આ ચૂંટણીને દેશની સ્થિતિ અને દિશા બદલી નાખનારી ચૂંટણી ગણાવી હતી.

    - Advertisement -

    ચંડીગઢમાં મેયર પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરે જીત મેળવી છે. તેમણે I.N.D.I. ગઠબંધનના કોંગ્રેસ અને AAPના સંયુક્ત ઉમેદવાર કુલદીપ ધલ્લોરને હરાવ્યા હતા. આ ચૂંટણીને AAP અને કોંગ્રેસ દ્વારા વિપક્ષી I.N.D.I. ગઠબંધન અને ભાજપ વચ્ચેની પ્રથમ લડાઈ તરીકે દર્શાવવામાં આવી હતી. આ ચૂંટણીમાં, ભાજપના ઉમેદવાર મનોજ સોનકરને જ્યાં 16 મત મળ્યા હતા, ત્યાં INDI ગઠબંધનના ઉમેદવારને ફક્ત 12 મત મળ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે ચંડીગઢમાં મેયરનો કાર્યકાળ માત્ર એક વર્ષનો હોય છે. જેથી અહીં દર વર્ષે ચૂંટણી થાય છે. વર્ષ 2023-24ના એક વર્ષના કાર્યકાળ માટે ચૂંટણીમાં પણ ભાજપના અનુપ ગુપ્તાએ જીત મેળવી હતી. આ વખતે પણ ચૂંટણી પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે. આ જોઈને AAP અને કોંગ્રેસના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

    ચૂંટણીમાં INDI ગઠબંધનના ઉમેદવારને માત્ર 12 મત મળ્યા હતા, પરંતુ વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો કે તેમને 20 મત મળ્યા હતા. જેમાંથી 8 મત જાણી જોઈને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. તેઓએ ચૂંટણી અધિકારી અનિલ મસીહ પર વોટ સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે.

    - Advertisement -

    ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલરની કુલ 45 બેઠકો છે. તેમાંથી 9 સભ્યોનું નામાંકન કરવામાં આવે છે, અને બાકીના 35 માટે ચૂંટણી યોજાય છે. આમાં એક સભ્ય ચંડીગઢના સાંસદ પણ હોય છે. આ 36 સભ્યો મળીને મેયરની પસંદગી કરે છે. હાલમાં ચંડીગઢમાં ભાજપ પાસે 16 સીટો છે જ્યારે AAP પાસે 13 સીટો છે. કોંગ્રેસ પાસે 7 સીટો છે. શિરોમણી અકાલી દળ પાસે 1 સીટ છે.

    ચંદીગઢના મેયરની ચૂંટણીને પ્રથમ મેચ ગણાવી રહ્યું હતું I.N.D.I. ગઠબંધન

    નોંધનીય છે કે વિપક્ષોએ આ ચૂંટણીને ભાજપ અને I.N.D.I. ગઠબંધન વચ્ચેની પ્રથમ મેચ ગણાવી હતી. AAP નેતા રાઘવ ચઢ્ઢાએ આ ચૂંટણીને દેશની સ્થિતિ અને દિશા બદલી નાખનારી ચૂંટણી ગણાવી હતી.

    તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “આ ચૂંટણી આગામી 2024ની લોકસભા ચૂંટણીનો પાયો નાખશે. I.N.D.I. ગઠબંધન, ગઠબંધન તરીકે પ્રથમ વખત ભાજપનો સામનો કરવા જઈ રહ્યું છે. આ ચૂંટણી I.N.D.I. ગઠબંધન વિરુદ્ધ ભાજપની પ્રથમ મેચ તરીકે ઓળખાશે.” તેમણે કહ્યું હતું કે આમાં I.N.D.I. ગઠબંધન જીત નિશ્ચિત છે.

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ચંડીગઢ ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા X પર તેમણે લખ્યું કે, “ચંડીગઢ ભાજપાને મેયરની ચુંટણી જીતવા બદલ અભિનંદન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં રેકોર્ડ વિકાસ થયો છે. I.N.D.I. ગઠબંધન ભાજપા સાથે પ્રથમ ચૂંટણી લડ્યું અને હારી ગયું, જે દર્શાવે છે કે ના તેમનું ગણિત સરખી રીતે કામ કરે છે કે ના તેમની કેમેસ્ટ્રી”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં