Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅધધધ… 3,000% વાર્ષિક વ્યાજ વસૂલતી હતી ચાઈનીઝ લોન એપ: ભારત સરકારે ધીરાણ...

    અધધધ… 3,000% વાર્ષિક વ્યાજ વસૂલતી હતી ચાઈનીઝ લોન એપ: ભારત સરકારે ધીરાણ આપતી અને સટ્ટો રમાડતી કુલ 200થી વધુ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

    આ પહેલી વાર નથી કે ભારત સરકારે ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હોય. આ પહેલા પણ ભારત સરકારે અલગ અલગ સમયે એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં એક વર્ષ પહેલા પણ 58 એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેના પહેલા પણ સૌથી પોપુલર એવી TikTok એપ પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો હતો. 

    - Advertisement -

    આજે ઇન્ફોર્મેશન વોરનો સમય છે. દરેક દેશ વિરોધી દેશની વધુને વધુ માહિતી મેળવવા જાત જાતના રસ્તાઓ અપનાવે છે. એવું જ કૃત્ય કરતા હાલમાં આપણો પાડોશી દેશ ચીન રંગે હાથે પકડાયો છે. જો કે ચીને થર્ડ પાર્ટી એપ્પ દ્વારા માહિતી મેળવવાની અગાઉ પણ કોશિશ કરી હતી. ભારત સરકારે કડક પગલા લઈને કેટલીયે એપ્પ પણ પ્રતિબંધ કરી હતી. ભારત સરકારે વધુ એક વખત 200થી વધુ ચાઇનીઝ એપ્પને પ્રતિબંધ કરી છે. 

    મળતી માહિતી મુજબ, ભારત સરકારના ગૃહ મંત્રાલયના સુચનથી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા 138 સટ્ટાબાજીની એપ અને 94 ધિરાણ આપતી એપ્સને ચાઇનીઝ સંબંધો દેખાતા બધી એપ્સ પર પ્રતિબંધ કરવા આદેશ આપ્યો હતો. આ તમામ એપ્સ આઈટી એક્ટના સેક્શન 69 અંતર્ગત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

    આ તમામ એપ્સ પર ભારત સરકારના વિવિધ વિભાગો નજર રાખી રહ્યા હતા. જેમાં લોન આપતી એપ્સ દ્વારા લોકોને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર લોન આપી દેવામાં આવતી હતી ત્યાર બાદ અધધધ 3,000% જેટલું વ્યાજ વસુલ કરવામાં આવતું હતું. જો કોઈ લોન ભરી ન શકે તો તેને તેમના લોકો દ્વારા હેરાન કરવામાં આવતા હતા. જેના કારણે કેટલાક લોકોએ આત્મહત્યા પણ કરી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. ધિરાણ કરતી આવી અલગ અલગ 94 જેટલી એપ્સ પર પ્રતિબંધ મુકાયો છે. હજુ પણ કેટલીક આવી એપ્સ સરકારના રડારમાં છે. 

    - Advertisement -

    અન્ય 138 જેટલી એપ્સ જેના પર સટ્ટો રમાડવામાં આવતો હતો. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સટ્ટો રમાડવા પર પ્રતિબંધ છે. માટે તે બાબતને ધ્યાને લઈને તમામ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે એક બાબત એ પણ માનવામાં આવે છે કે આ રીતની એપ્સ લોકોની અંગત માહિતીઓ પણ મેળવતી હોય છે. જે નાગરિકની અને દેશની સુરક્ષા માટે પણ એક ખતરો માનવામાં આવી રહ્યું છે. 

    જો કે, આ પહેલી વાર નથી કે ભારત સરકારે ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હોય. આ પહેલા પણ ભારત સરકારે અલગ અલગ સમયે એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં એક વર્ષ પહેલા પણ 58 એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેના પહેલા પણ સૌથી પોપુલર એવી TikTok એપ પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં