Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચાઇનીઝ એપ TikTokને વધુ એક ઝટકો, બ્રિટેનમાં બાળકોની ગોપનીયતા જાળવવામાં વિફળ રહેવા...

    ચાઇનીઝ એપ TikTokને વધુ એક ઝટકો, બ્રિટેનમાં બાળકોની ગોપનીયતા જાળવવામાં વિફળ રહેવા બદલ $29 મિલિયનનો દંડ થઈ શકે છે

    જાન્યુઆરી 2021માં, ભારત સરકારે TikTok, WeChat, Baidu, Alibabaના UC બ્રાઉઝર, ક્લબ ફેક્ટરી, BIGO Live અને અન્ય સહિત 59 ચાઈનીઝ એપ્સ પર કાયમી પ્રતિબંધ મૂક્યો હતો.

    - Advertisement -

    બાળકોની ગોપનીયતાનું રક્ષણ કરવામાં નિષ્ફળતા બદલ ચાઈનીઝ વીડિયો શેરિંગ એપ TikTok ને $29 મિલિયનનો દંડ થઈ શકે છે. બ્રિટેનની ઈન્ફોર્મેશન કમિશનરની કાર્યાલય દ્વારા સોમવારે (26 સપ્ટેમ્બર)ના રોજ કંપનીને આ અંગેની ચેતવણી નોટીસ મોકલવામાં આવી હતી કે ગોપનીયતા ભંગ બદલ બ્રિટેનમાં TikTokને $29 મિલિયનનો દંડ થઈ શકે છે.

    મળતા અહેવાલો મુજબ TikTok દ્વારા બાળકોની સંવેદનશીલ માહિતી મે 2018 અને જુલાઈ 2020 વચ્ચે તેમના માતાપિતાની પરવાનગી વિના પ્રોસેસ કરવામાં આવી હતી. બ્રિટિશ નિયમનકારોએ સગીર બાળકોની માહિતી અને પરવાનગી વગરના ડેટા પ્રોસેસિંગ માટે TikTok ઝાટકણી કરી હતી.

    અહેવાલો મુજબ ચાઇનીઝ વિડિયો-શેરિંગ એપને સગીરોના ડેટા પ્રોસેસ કરવા માટે કાનૂની સમર્થન ન હોવા બદલ બ્રિટિશ ડેટા પ્રોટેક્શન એજન્સીના આક્રોશનો પણ સામનો કરવો પડ્યો હતો. TikTok સામે આ પ્રતિક્રિયા અસ્થાયી મત રજૂ કર્યાના એક વર્ષ પછી આવી છે, જે બાળકો દ્વારા ઍક્સેસ કરવામાં આવતી ઑનલાઇન સેવાઓ માટે ડેટા પ્રોટેક્શન કોડને લઈને છે.

    - Advertisement -

    એક નિવેદનમાં માહિતી કમિશનર જ્હોન એડવર્ડ્સે જણાવ્યું હતું કે, “ડિજિટલ સેવાઓ પૂરી પાડતી કંપનીઓની સુરક્ષાને અમલમાં મૂકવાની કાનૂની ફરજ છે, પરંતુ અમારો અસ્થાયી મત એ છે કે TikTok તે જરૂરિયાતને પૂર્ણ કરવામાં વિફળ રહ્યું છે.”

    જ્હોન એડવર્ડ્સે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે હાલમાં 50 થી વધુ વિવિધ ઓનલાઈન એપની સર્વિસો ચિલ્ડ્રન્સ કોડ સાથે કેવી રીતે સુસંગત છે તેની તપાસ કરી રહ્યા છીએ અને એવી 6 ડિજિટલ સેવાઓ પૂરી પાડતી કંપનીઓની તપાસ ચાલુ છે જેમણે અમારા પ્રારંભિક દૃષ્ટિકોણમાં બાળકોની સુરક્ષા અંગેની તેમની જવાબદારીઓ પૂરતી ગંભીરતાથી લીધી નથી.”

    TikTok એ બ્રિટિશ ડેટા પ્રોટેક્શન એજન્સીના તારણો સાથે ઔપચારિક રીતે અસંમત છે અને કહ્યું છે કે , ” અમે UKમાં ગોપનીયતાની સુરક્ષામાં ICO ની ભૂમિકાનો આદર કરીએ છીએ, અમે વ્યક્ત કરેલા પ્રારંભિક મંતવ્યો સાથે અસંમત છીએ અને સમયસર ICO ને ઔપચારિક રીતે પ્રતિસાદ આપવાનો ઈરાદો ધરાવીએ છીએ.”

    ભારતે પણ સુરક્ષા હેતુથી TikTok પર પ્રતિબંધ મૂક્યો હતો

    જાન્યુઆરી 2021માં, ભારત સરકારે TikTok, WeChat, Baidu, Alibabaના UC બ્રાઉઝર, ક્લબ ફેક્ટરી, BIGO Live અને અન્ય સહિત 59 ચાઈનીઝ એપ્સ પર કાયમી પ્રતિબંધ મૂક્યો હતો . જૂન 2020 માં, સરકારે આ એપ્સને અસ્થાયી રૂપે સેન્સર કરી હતી.

    આ કાર્યવાહી ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeiTY) દ્વારા આઈટી એક્ટની કલમ 69A હેઠળ શરૂ કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ એપ્સ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતના રાજ્ય અને જાહેર વ્યવસ્થાની સુરક્ષા, સંરક્ષણ માટે પ્રતિકૂળ પ્રવૃત્તિઓમાં સામેલ છે.

    2020 ના અંત સુધીમાં કુલ 267 ચાઇનીઝ એપ્લિકેશનો બેચમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. એક લોકપ્રિય મોબાઇલ ગેમ PUBG પણ પ્રતિબંધિત કરવામાં આવી હતી જો કે તે દક્ષિણ કોરિયાની ગેમિંગ કંપની PUBG કોર્પોરેશનની માલિકીની અને વિકસિત છે પરંતુ તેમ મોટા ભાગના શેર ચાઇનીઝ મૂળની કંપનીના હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં