Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે પાદરીઓ માણી શકશે શરીર સુખ: પોપ ફ્રાન્સિસનું સૂચક નિવેદન, 1,000 વર્ષ...

    હવે પાદરીઓ માણી શકશે શરીર સુખ: પોપ ફ્રાન્સિસનું સૂચક નિવેદન, 1,000 વર્ષ જૂના નિયમ પર વિચારણા

    અગાઉ ઈ.સ.2019માં પોપ ફ્રાન્સિસે કહ્યું હતું કે શરીર સુખ ન માણવું તે શિસ્ત છે અને વિવાહ ન કરવો તે ઈશ્વરની કૃપા (ઉપહાર) છે.

    - Advertisement -

    પોપ ફ્રાન્સિસનું એક નિવેદન હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં તેમણે પાદરીઓના અંગત જીવનમાં છૂટ આપવા બાબતે વાત કરી છે. તેમણે કહ્યું છે કે પાદરીઓ શરીર સુખ (Sex) માણી શકે છે, તેમાં કઈ જ ખોટું નથી. ઉપરાંત તેઓ સંસારી જીવન પણ જીવી શકે છે. જો કે આ નિવેદન તેમના ઈ.સ. 2019માં આપેલા નિવેદનથી તદ્દન વિપરીત છે. 

    મળતી માહિતી અનુસાર, પોપ ફ્રાન્સિસે હાલમાં આર્જેન્ટિનાના અખબાર ઇન્ફોવે સાથે કરેલા એક વાર્તાલાપમાં ઉપયુક્ત બાબતો કહી હતી. હાલમાં પાદરીઓ પર યૌનશોષણ અને બાળ શોષણના ઘણા આરોપો લાગી રહ્યા છે. ત્યારે તેમનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે પાદરી શરીર સુખ ન માણે તે વર્ષો જુનો નિયમ છે. તેનું પાલન આજે પણ કરવું તે જરૂરી નથી. આ તમામ નિયમો પર વિચાર કરવામાં આવશે. વધુમાં તેમણે એ પણ કહ્યું કે પાદરી ચાહે તો પોતાનો સંસાર પણ વસાવી શકે તે બાબતે પણ વિચાર કરવામાં આવશે. 

    હાલમાં જ જર્મનીમાં ઈસાઈ ધર્મના સમેલનમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ઉપયુક્ત માંગણીઓ કરવામાં આવી હતી. જો કે પોપ ફ્રાન્સિસે પણ તે તરફ જ ઈશારો કર્યો હતો. પોપે વધુ વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં જે પણ નિયમો પાદરીઓ માટે પ્રચલિત છે તે તમામ નિયમો 11મી સદીમાં બન્યા છે. જરૂરી નથી કે તેનું પાલન હમણા પણ કરવું જોઈએ. 

    - Advertisement -

    પોપે કહ્યું હતું કે ત્યારે આ નિયમો આર્થિક વ્યવસ્થાઓને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યા હતા. જે પાદરીને બાળકો ન હોય તો તે ચર્ચ માટે વધુ સારું કામ કરી શકે. પરંતુ હાલમાં જરૂરી નથી કે તે નિયમનું પાલન કરવું જોઈએ. આ તમામ બાબતો પર ચર્ચા થવી જોઈએ. 

    હાલમાં છુટાછેડાના વધી રહેલા કિસ્સાઓ બાબતે પણ પોપે કહ્યું હતું કે હાલમાં યુવાનો ઉતાવળે લગ્નનો નિર્ણય લેતા હોય છે. જેના કારણે છૂટાછેડાની સ્થિતિ ઉભી થાય છે. તેમણે યુવાનોને પણ પરિપક્વ બનવાની સલાહ આપી હતી. 

    આ નિવેદન એટલા માટે ચર્ચામાં છે કે તેમણે જ ઈ.સ.2019માં કહ્યું હતું કે શરીર સુખ ન માણવું તે શિસ્ત છે અને વિવાહ ન કરવો તે ઈશ્વરની કૃપા (ઉપહાર) છે. જોકે તેમને પોર્ન ન જોવા બાબતે પણ નિવેદન આપ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં