Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિકીની પહેરેલી મોડેલને 'લાઈક' કરનાર પોપ ફ્રાન્સીસની નન અને પાદરીઓને પોર્ન ન...

    બિકીની પહેરેલી મોડેલને ‘લાઈક’ કરનાર પોપ ફ્રાન્સીસની નન અને પાદરીઓને પોર્ન ન જોવાની સલાહ, કહ્યું- તેનાથી શરીરમાં શેતાન પ્રવેશે છે

    પોપે આ વાતો વેટિકન સિટીમાં સોમવારે એક સેમિનાર દરમિયાન કહી હતી.

    - Advertisement -

    ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસની નન અને પાદરીઓને પોર્ન ન જોવાની સૂચના છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે. તેમણે કહ્યું છે કે, આ વ્યસન હૃદયને નબળું પાડે છે. તેમના ઉપદેશ દરમિયાન પોપે એ પણ સ્વીકાર્યું હતું કે ઘણી સાધ્વીઓ ઓનલાઈન પોર્ન જુએ છે.

    પોપ ફ્રાન્સિસની નન અને પાદરીઓને આપેલી સૂચના પ્રમાણે જ્યારે તમે પોર્ન જુઓ છો ત્યારે તમારા શરીરમાં શેતાન પ્રવેશે છે. પોપે આ વાતો વેટિકન સિટીમાં સોમવારે (24 ઓક્ટોબર 2022) એક સેમિનાર દરમિયાન કહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 86 વર્ષીય પોપે ઓનલાઈન પોર્નોગ્રાફીને માનવજાતિ માટે મોટું જોખમ ગણાવ્યું હતું.

    પોતાના નિવેદનમાં પોપે કહ્યું હતું કે, હવે આ (પોર્નનું) વ્યસન પાદરીઓ અને સાધ્વીઓમાં પણ ઘૂસી ગયું છે. પોપના મતે ડિજિટલ જગતનો પૂરતો અને યોગ્ય ઉપયોગ ભલે કરી શકાય, પરંતુ તેના માટે વધુ પડતો સમય બગાડવો જોઈએ નહીં. આ જ સેમિનારમાં પોપે કહ્યું હતું કે, જેઓ અશ્લીલ વસ્તુઓ જુએ છે તેઓ ઈસુ મસીહાને પ્રાપ્ત કરી શકશે નહીં.

    - Advertisement -

    પોર્ન જોનારાઓમાં શેતાનના ઘૂસવા વિશે માહિતી આપતા પોપે કહ્યું કે, જો તમે તેને જોઈ રહ્યા હોવ તો તરત જ તેને મોબાઈલમાંથી કાઢી નાખો. આ ઉપરાંત તેમણે પોર્નોગ્રાફીને ચર્ચના શિક્ષણની વિરુદ્ધની પ્રક્રિયા ગણાવી હતી. પોપે કહ્યું કે, “ચર્ચના સિદ્ધાંતો અનુસાર પોર્ન જોવું એ પવિત્રતા વિરુદ્ધનો ગુનો છે, તેથી તેનાથી લલચાશો નહીં.”

    પોપ પોતે બિકીની પહેરેલી મોડલને લાઈક કરવા બદલ ચર્ચામાં આવ્યા હતા

    ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2020 માં પોપ ફ્રાન્સિસ જેમણે તાજેતરમાં જ નન અને પાદરીઓને પોર્નથી દૂર રહેવાની સલાહ આપી હતી, તેમણે જ બિકીની મોડલ ‘નતાલિયા ગેરીબોટ્ટો’ની તસવીરને લાઈક કરી હતી. બીકીની ગર્લને મળેલી આ લાઈક પોપના જ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમાચાર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા.

    આ આખી ઘટના બાદ જ્યારે બિકીની મોડલ નતાલિયાને પોપ ફ્રાન્સિસ દ્વારા તેનો ફોટો લાઈક કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મજાકમાં હસીને કહ્યું હતું કે, “હું હવે કમસેકમ સ્વર્ગમાં તો જઈ જ શકું છું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં