Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસગીર બાળકીને આવી જા… આવી જા… કહેવું યૌન શોષણ સમાન અપરાધ: મહારાષ્ટ્રની...

    સગીર બાળકીને આવી જા… આવી જા… કહેવું યૌન શોષણ સમાન અપરાધ: મહારાષ્ટ્રની કોર્ટે આરોપીને ફટકારી સજા

    આરોપીએ વિનંતી કરી હતી કે હું પરિવાર વાળો વ્યક્તિ છું. મારા બાળકો પણ છે. તેની વિનંતીને ધ્યાનમાં લેવામાં આવી હતી, આ ઉપરાંત તે પહેલા પણ થોડા દિવસ જેલમાં રહીને આવ્યો હતો. આ બન્ને બાબતોને ધ્યાનમાં રાખીને સજા ઓછી કરવામાં આવી હતી. 

    - Advertisement -

    મહારાષ્ટ્રની એક કોર્ટે સગીર બાળકીને હેરાન કરી તેનો પીછો કરતા એક આરોપીને POCSO Act અંતર્ગત 06 મહિનાની સજા સંભળાવી છે. તે યુવાન છોકરીનો પીછો કરીને તેને વારંવાર આવી જા… આવી જા… કહેતો હતો. 

    એક મીડિયા રીપોર્ટ અનુસાર,  આખો મામલો સપ્ટેમ્બર 2015નો છે. એક સગીર બાળકીને કે જે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી, તેનો આરોપ હતો કે જયારે તે ટ્યુશન જઈ રહી હતી, આ દરમિયાન આરોપી યુવક સાઇકલ પર તેની પાછળ આવતો હતો. એટલું જ નહીં, આ દરમિયાન તે તેને વારંવાર આવી જા… આવી જા… કહીને હેરાન કરતો હતો. પીડિતાએ કહ્યું હતું કે આરોપીએ આવું એક વાર નહીં પરંતુ ઘણી વખત કર્યું હતું. છોકરીએ સ્થાનિક લોકો પાસે પણ મદદ માંગી હતી, પરંતુ ત્યાં સુધી તો તે સાયકલ લઈને ભાગી ગયો હતો. 

    આ ઘટનાની જાણ છોકરીએ તેના માતા પિતાને કરી હતી. જો કે ત્યારે તે તેના માતા પિતાને એ નહોતી કહી શકી કે તે યુવાન કોણ હતો. પરંતુ એક દિવસ તે જઈ રહી હતી ત્યારે તે નજરે ચડ્યો હતો. તેણે જોયું કે તે એક વોચમેન તરીકે કામ કરી રહ્યો છે. ઓળખ થતાં જ તેણે તેના માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ થતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેને માર્ચ 2016માં જામીન મળી ગઈ હતી. પરંતુ આ કેસ બંધ થયો ન હતો. 

    - Advertisement -

    મહારષ્ટ્રની એક કોર્ટે આ મામલે ચુકાદો આપતા કહ્યું હતું કે તમે વારંવાર  ‘આવી જા… આવી જા…’ કહો છો તે એક અપરાધની શ્રેણીમાં જ આવે છે. તેમજ આ અપરાધને યૌન શોષણની કેટેગરીમાં જ ગણવામાં આવશે. આ સાથે જ કોર્ટે આરોપીને દોષી માન્યો હતો. POCSO Act અંતર્ગત તેને સજા સંભળાવવામાં આવી હતી. જો કે તેને સજા ફક્ત 06 મહિનાની જ કરી હતી. કારણ કે તેણે એવી વિનંતી કરી હતી કે હું પરિવારવાળો વ્યક્તિ છું અને મારાં બાળકો પણ છે. તેની વિનંતીને ધ્યાનમાં લેવામાં આવી હતી. આ ઉપરાંત તે પહેલાં પણ થોડા દિવસ જેલમાં રહીને આવ્યો હતો. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સજા ઓછી કરવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં