Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ઇન્ડિયા શબ્દની જગ્યાએ ‘ભારત’ બોલવાનું શરૂ કરીએ’: INDIA નામ હટાવવાની ચર્ચાઓ વચ્ચે...

    ‘ઇન્ડિયા શબ્દની જગ્યાએ ‘ભારત’ બોલવાનું શરૂ કરીએ’: INDIA નામ હટાવવાની ચર્ચાઓ વચ્ચે RSS સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનો 2 દિવસ જૂનો વીડિયો વાયરલ

    “આપણે બોલવામાં, લખવામાં સર્વત્ર ભારત કહીએ. કોઈને ન સમજાય તો ચિંતા ન કરો, તેને જરૂર હશે તો સમજી લેશે. આપણે જરૂર નથી સૌને સમજાવવાની. આપણે પોતાની રીતે સમર્થ અને સ્વતંત્ર છીએ."

    - Advertisement -

    મંગળવારે (5 સપ્ટેમ્બર, 2023) સવારથી ચર્ચા ચાલી રહી છે- દેશનું નામ બદલવાની. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંસદના આગામી વિશેષ સત્રમાં એક પ્રસ્તાવ રજૂ કરીને દેશનું નામ ‘ઇન્ડિયા’ પરથી ‘ભારત’ કરી શકે છે. આ બધી ચર્ચાઓની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) વડા ડૉ. મોહન ભાગવતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ દેશ માટે ઇન્ડિયા શબ્દને બદલે ભારત કહેવા પર ભાર આપતા જોવા મળી રહ્યા છે. 

    ડૉ. મોહન ભાગવતનો આ વીડિયો ત્રણ દિવસ પહેલાંનો છે. તેઓ જૈન સમાજના એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે આ વાત કહી હતી. આરએસએસ સરસંઘચાલકે કહ્યું હતું કે, આપણે બધા ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કરવાનું છોડી દઈએ અને ભારત શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ. ક્યારેક અંગ્રેજી જાણનારા લોકો સામે આપણે બોલવું પડે છે, ત્યારે ભાષાના પ્રવાહમાં ‘ઇન્ડિયા’ આવી જાય છે, પણ તેની કોઇ જરૂર નથી.”

    તેમણે આગળ કહ્યું કે, “જે વિશેષ નામ હોય છે તેનું ભાષાંતર કરવામાં આવતું નથી. દુનિયામાં ક્યાંય નથી કરવામાં આવતું. સદીઓથી આપણા દેશનું નામ ભારત છે.” ત્યારબાદ તેમણે ‘અસતો મા સદ ગમય…’ શ્લોકથી સમજાવ્યું કે જે તેજ તરફ જાય છે, પ્રકાશમાં રત રહે છે, જ્ઞાનમાં રત રહે છે, એ આપણો દેશ છે અને તેનું નામ ભારત છે તો દુનિયામાં પણ એ જ નામથી ઓળખાવો જોઈએ. તેમણે અપીલ કરી કે, “આપણે બોલવામાં, લખવામાં સર્વત્ર ભારત કહીએ. કોઈને ન સમજાય તો ચિંતા ન કરો, તેને જરૂર હશે તો સમજી લેશે. આપણે જરૂર નથી સૌને સમજાવવાની. આપણે પોતાની રીતે સમર્થ અને સ્વતંત્ર છીએ. દુનિયા વગર આપણે (ભારતીયો) ચાલી શકીએ, દુનિયા આપણા વગર નહીં ચાલી શકે.”

    - Advertisement -

    RSS પ્રમુખે આ વાત 2 સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમમાં કહી હતી, જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે મંગળવારે (5 સપ્ટેમ્બર, 2023) સવારથી ચર્ચા ચાલી રહી છે કે દેશનું નામ બદલવા માટે સરકાર તૈયારી કરી રહી છે અને જલ્દીથી પ્રસ્તાવ પસાર કરીને નામ ‘ઇન્ડિયા’ની જગ્યાએ ‘ભારત’ કરવામાં આવશે. જોકે, સરકારે આ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં