Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરામાં બુલડોઝર એક્શનની તૈયારી: પથ્થરબાજોનાં ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરાશે, આગામી દિવસોમાં ઓપરેશન...

    વડોદરામાં બુલડોઝર એક્શનની તૈયારી: પથ્થરબાજોનાં ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરાશે, આગામી દિવસોમાં ઓપરેશન હાથ ધરાય તેવી ચર્ચા 

    પાલિકાએ ફતેપુરા અને પાંજરીગર મહોલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો અંગે માહિતી મેળવવા માટે એક સરવે પણ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    વડોદરામાં રામનવમી શોભાયાત્રાઓ પર પથ્થરમારો કરનારાઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે સમુદાય વિશેષના 23 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જેમાંથી 5ને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે, જ્યારે બાકીનાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. હવે પાલિકા આ પથ્થરબાજોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરશે તેવા સમાચાર મળી રહ્યા છે. 

    રિપોર્ટ્સ અનુસાર, વડોદરા મહાનગરપાલિકા પથ્થરમારો કરનારાં તોફાની તત્વોનાં ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરશે તેવી ચર્ચા ચાલી રહી છે. આ માટે પાલિકાએ ફતેપુરા અને પાંજરીગર મહોલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો અંગે માહિતી મેળવવા માટે એક સરવે પણ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. 

    બુલડોઝર તૈયાર હતાં પણ આદેશ ન મળ્યા 

    રિપોર્ટ્સ અનુસાર, વડોદરામાં જે દિવસે પથ્થરમારો થયો તે જ રાત્રે પાલિકાએ 2 બુલડોઝર અને ડમ્પર સહિતનાં વાહનો તૈયાર રાખ્યાં હતાં અને દબાણ હટાવવા માટે કામગીરી શરૂ કરવા માટેના આદેશની રાહ જોવાઈ રહી હતી, પરંતુ ઉપરના સ્તરેથી આદેશ ન મળતાં આખરે રાત્રે 2 વાગ્યે ઓપરેશન સ્થગિત કરવું પડ્યું હતું. 

    - Advertisement -

    પાલિકાએ જ્યાં પથ્થરમારો થયો તે વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અંગે વિગતો મેળવી હોવાનું જણાવવામાં આવ્યું છે તેમજ જે રીતે દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું તે જ રીતે વડોદરામાં પણ મોટાપાયે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે. 

    પોલીસે આખી રાત ઓપરેશન ચલાવીને ઉપદ્રવીઓને પકડ્યા હતા 

    વડોદરામાં એક જ દિવસમાં ભગવાન રામની બે શોભાયાત્રાઓ પર પથ્થરમારો થયા બાદ ગુજરાત સરકાર પણ સતર્ક થઇ હતી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાબડતોબ એક બેઠક યોજીને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તે જ રાત્રે આખી રાત ઓપરેશન ચલાવીને વડોદરા પોલીસે ઉપદ્રવીઓની ઓળખ કરીને તેમને શોધી-શોધીને પકડી લીધા હતા. 

    45 વિરુદ્ધ નામજોગ અને 500ના ટોળા સામે ફરિયાદ, 23 પકડાયા, પાંચ મહિલાઓ 

    આ મામલે વડોદરા સીટી પોલીસ સ્ટેશને કુલ 45 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે 500 લોકોનાં ટોળા વિરુદ્ધ પણ FIR દાખલ થઇ છે. 45માંથી 23 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 5ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ 23માં 5 મહિલાઓ પણ સામેલ છે. 

    જેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તેમની ઓળખ મોઇનખાન પઠાણ, અલતમસ રાયાણી, સાહિલખાન બાબી, જાવેદ સૈયદ અને તૌસીફ શેખ તરીકે થઇ છે. આ સિવાય મોહમ્મદ ઇસ્માઇલ, હુસૈન ઇબ્રાહિમ પઠાણ, અઝીમ અન્સારી, રિયાઝ રાઠોડ સહિતના કુલ 23 આરોપીઓ પકડાયા છે જ્યારે બાકીના 22ની ઓળખ કરી લેવામાં આવી છે. તમામ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં