Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: રામયાત્રા પર પથ્થરમારો કરનારા 23 ઉપદ્રવીઓ ઝડપાયા, મહિલાઓ પણ સામેલ; 500ના...

    વડોદરા: રામયાત્રા પર પથ્થરમારો કરનારા 23 ઉપદ્રવીઓ ઝડપાયા, મહિલાઓ પણ સામેલ; 500ના ટોળા સામે FIR

    વડોદરા શહેરમાં રામનવમી શોભાયાત્રા પર થયેલા હુમલાઓ બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને આ દરમિયાન 23 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    - Advertisement -

    વડોદરા રામનવમીના દિવસે ભગવાનની શોભાયાત્રા પર હુમલો કરનારા કટ્ટરપંથી તત્વો સામે ગઈકાલે સાંજેથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસ સતત સર્ચ ઓપરેશન હાથ ધરીને ઉપદ્રવીઓની ઓળખ કરીને તેમને પકડી રહી છે. આ મામલે પોલીસે અત્યાર સુધી કુલ 23 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે. આ સિવાય 500 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    ગુરુવારે (30 માર્ચ, 2023) વડોદરા શહેરમાં રામનવમી શોભાયાત્રા પર થયેલા હુમલાઓ બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને આ દરમિયાન 23 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ આરોપીઓમાં 5 મહિલાઓ પણ સામેલ છે. તેમની પૂછપરછમાં વધુ 22 લોકોનાં નામ ખૂલ્યાં હતાં, જેમની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ વિરુદ્ધ નામજોગ જ્યારે બાકીના 500 લોકોના ટોળા વિરુદ્ધ શહેર પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી છે. 

    22 નામો ખૂલ્યાં, તેમની સંડોવણીની તપાસ ચાલુ

    વડોદરા પોલીસના જોઈન્ટ સીપી મનોજ નિનામાએ જણાવ્યું કે, 23 આરોપીઓની ધરપકડ ઉપરાંત રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા 500 લોકોના ટોળા સામે પણ FIR દાખલ કરવામાં આવી છે. તમામ આરોપીઓ લઘુમતી સમાજમાંથી આવતા હોવાનું તેમણે જણાવ્યું હતું. 

    - Advertisement -

    તેમણે ઉમેર્યું કે, જ્યાં-જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં અમે આખી રાત કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ડેપ્યુટી પોલીસ કમિશનર સાથે 400 પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. 23 આરોપીઓની ધરપકડ કરીને તેમના કોરોના ટેસ્ટ તેમજ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત, 22 નામો ખૂલ્યાં છે જેમની સંડોવણીની તપાસ હાલ ચાલી રહી છે. 

    પોલીસે આ તમામ આરોપીઓને સાંજે કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે બદલો લેવાની ભાવનાથી પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું જણાવીને આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે 5 આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે બાકીના 18ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. 

    એક જ દિવસે બે ઠેકાણે રામયાત્રાઓ પર પથ્થરમારો

    વડોદરા શહેરમાં રામનવમી નિમિત્તે આયોજિત બે શોભાયાત્રાઓ ઉપર મુસ્લિમ વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા હતા અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા. 

    સવારે શહેરના ફતેપુરાના પાંજરીગર મહોલ્લા ખાતેથી પસાર થતી રામયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારા પહેલાં એક ઈસમે બાઈક લાવીને શોભાયાત્રામાં સામેલ એક ગાડી સાથે અથડાવી દીધી હતી અને ત્યારબાદ બોલાચાલી કરવા માંડ્યો હતો અને બીજી તરફ ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સાંજના સમયે પણ શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી પસાર થતી ભગવાનની શોભાયાત્રા ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પંદરેક મિનિટ સુધી પથ્થરો ફેંકાતા રહ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં