યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની શૈલીમાં કામ કરતી આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની સરકાર ફરી એકવાર મોટા પાયે અતિક્રમણ સામે કાર્યવાહી કરી રહી છે. આસામમાં 980 વીઘા અતિક્રમણ ગ્રસિત વિસ્તાર જેવાકે નાગાંવમાં જિલ્લા વહીવટીતંત્રે ભૂમુરગુરી ચરાઈ રિઝર્વ, જમાઈ બસ્તી, રામપુર, કદમોની વિસ્તારમાં મોટાપાયે સરકારી જમીનો પર અતિક્રમણ ખાલી કરાવવાની ઝુંબેશ શરૂ કરી છે, આ દરમિયાન બટાદરાબામાં 800થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર આ સિવાયના વિસ્તારમાં પણ સરકારી જમીનોમાં મોટા પાયે ગેરકાયદેસર મકાનો બનાવીને અતિક્રમણ કરવામાં આવ્યું છે. આ ગેરકાયદે અતિક્રમણ દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ માટે 15મી સદીના વૈષ્ણવ સંત શંકરદેવના જન્મસ્થળ બટાદરાબાના હિડુબી વિસ્તારમાં લગભગ 1000 CRPF અને આસામ પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આમ આસામમાં 980 વીઘા અતિક્રમણ ગ્રસિત વિસ્તાર પર જુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે.
#WATCH | Assam: Nagaon District Administration carries out a massive eviction drive at Bhumuraguri Grazing reserve, Jamai Basti, Rampur, Kadamoni area where encroachers have encroached upon more than 980 bigha of land. Over 800 security personnel have been deployed at Batadraba. pic.twitter.com/zIWdRXU3A5
— ANI (@ANI) December 19, 2022
અતિક્રમણ કરનારાઓએ જમીન છોડી દેવી જોઈએઃ પોલીસ અધિક્ષક
આ અંગે માહિતી આપતાં પોલીસ અધિક્ષક (નાગાંવ) લીના ડોલેએ જણાવ્યું કે લગભગ 1000 વીઘા જમીન છે, અને ન્યૂઝ એજન્સીઓના અહેવાલ મુજબ શહેર પ્રશાસને અગાઉ નોટિસ જારી કરી છે. કારણ કે આ સરકારી જમીનો છે અને અતિક્રમણ કરનારાઓએ આ જમીનો છોડી દેવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે સુરક્ષા દળો દ્વારા સતત ફ્લેગ માર્ચ પણ કાઢવામાં આવી રહી છે. ઘણા લોકોએ સ્વેચ્છાએ પણ અતિક્રમણ દૂર કર્યું છે.
અતિક્રમણ વિરોધી ઝુંબેશ લાંબો સમય ચાલુ રહે તેવી શક્યતા
આ ઉપરાંત નાગાંવના પોલીસ અધિક્ષક લીના ડોલેએ જણાવ્યું કે આ કવાયત 19 ડિસેમ્બરથી શ્રીમંત સંકરદેવના પવિત્ર જન્મસ્થળ બટાદ્રાવા થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલશે. તે સિવાય અતિક્રમણ વિરોધી ઝુંબેશ હજુ ઘણા દિવસો સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. વધુમાં તેમણે કહ્યું કે આ અંગે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઓક્ટોબર દરમિયાન લગભગ 1,000 કથિત અતિક્રમણ કરનારા પરિવારોને જમીન ખાલી કરવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. બીજી તરફ, અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર, સિવિલ એડમિનિસ્ટ્રેશન અને આસામ પોલીસ કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ રીતે અતિક્રમણ હટાવવાની ઝુંબેશને સફળ બનાવવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે.