ગુજરાતના સુરતમાં (Surat) આવેલી એક મદરેસામાં (Madrasa) બોગસ સ્કૂલ (Bogus School) ચાલતી હોવાની માહિતી સામે આવી હતી. ઉન વિસ્તારમાં આવેલ મદરેસાની બિલ્ડીંગમાં આ બોગસ સ્કૂલ ધમધમી રહી હોવાનું સામે આવ્યું હતું. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલના લિવિંગ સર્ટીફિકેટ આપવામાં આવતા હતા. આ ઉપરાંત આ સ્કૂલના સંચાલકો રૂપિયા ઠગીને પણ લિવિંગ સર્ટીફિકેટ આપતા હોવાનો ઘસ્ફોટ થયો હતો.
અહેવાલો મુજબ સુરતમાં ઉન વિસ્તારના સાહિલનગર ખાતે આ શાળા ધમધમી રહી હતી. મદરેસાની બિલ્ડીંગમાં બોગસ સ્કૂલ ચલાવવામાં આવી રહી હતી. આ સ્કૂલનું નામ આદર્શ સ્કૂલ એવું આપવામાં આવ્યું હતું. આદર્શ પ્રી-સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હતું. આ શાળા એક ઓરડામાં ચલાવવામાં આવી રહી હતી.
Surat Madrasa ની Building માં ધમધમતી હતી Fake School | Gujarat First@collectorsurat @MySuratMySMC @kuberdindor #SuratNews #BogusSchool #EducationScam #SSKSchoolControversy #StudentRights #FakeInstitutions #EducationInvestigation #SchoolClosure #gujaratfirst pic.twitter.com/0tjHI6Bv94
— Gujarat First (@GujaratFirst) December 3, 2024
ઉલ્લેખનીય છે કે ત્રણમાળની બિલ્ડીંગના પ્રથમ માળે શાળા ચાલતી હતી. બીજા માળે મદરેસા ચલાવવામાં આવી રહી હતી, તથા ત્રીજો માળ ધંધાકીય હેતુઓના ઉપયોગમાં લેવામાં આવતો હતો. એક જ ઓરડાની આ શાળામાં આચાર્યની ઓફિસ અને વર્ગો એક જ ઓરડામાં ચલાવવામાં આવી રહ્યા હતા. આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ શાળા છોડ્યા બાદ તેમને ત્યાં જ આવેલ SSK પબ્લિક એકેડેમીના લિવિંગ સર્ટીફિકેટ આપવામાં આવતા હતા.
આ ઉપરાંત એવું પણ સામે આવ્યું હતું કે આ સ્કૂલના સંચાલકો ₹1500 લઈને SSK સ્કૂલના લિવિંગ સર્ટીફિકેટ આપતાં હતા. આ મામલે 1 મહિના પહેલાં જિલ્લા શિક્ષણ અધિકારીને SSK સ્કૂલની વિરુદ્ધ ફરિયાદ મળી હતી. ત્યારે આ શાળા બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેની વિરુદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ 5 સભ્યોની કમિટી બનાવી હતી.
નોંધનીય છે કે કમિટીની તપાસ દરમિયાન જે-તે સ્થાન પર કોઈ જ શાળા ન હોવાનું સામેં આવ્યું હતું. 5 સભ્યોની કમિટી આ મામલે વધુ તપાસ કરી રહી છે. એક જ બિલ્ડીંગમાં શાળા, મદરેસા અને અન્ય કર્યો ચાલતા હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે આ મામલે તપાસ કમિટીની તપાસ પૂર્ણ થયા બાદ SSKની માન્યતા રદ્દ કરવામાં આવશે.