Tuesday, June 25, 2024
More
  હોમપેજરાજકારણભાજપ હજુ બહુમતના આંકડાથી દૂર, ગઠબંધન સરકાર બનશે: અધ્યક્ષ નડ્ડાના નિવાસસ્થાને બેઠકો...

  ભાજપ હજુ બહુમતના આંકડાથી દૂર, ગઠબંધન સરકાર બનશે: અધ્યક્ષ નડ્ડાના નિવાસસ્થાને બેઠકો શરૂ, PM મોદી ભાજપ કાર્યાલયે કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ભાજપ મુખ્યમથકે કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે. દરેક ચૂંટણીમાં તેમનો આ ક્રમ રહ્યો છે. તેઓ પરિણામ બાદ દિલ્હીના પાર્ટી કાર્યાલયે કાર્યકર્તાઓને સંબોધિત કરે છે. આ વખતે પણ ક્રમ જાળવી રાખવામાં આવશે.

  - Advertisement -

  લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે અને અત્યાર સુધી કોઈ પાર્ટીએ બહુમતનો આંકડો પાર કર્યો નથી. જોકે, NDA 300 નજીક છે એટલે સરકાર નહીં બદલાય પણ ભાજપ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે તેવું હાલના તબક્કે દેખાય રહ્યું નથી. જો કોઇ મોટો ઉલટફેર થાય તો વાત અલગ છે, પણ હવે જેમજેમ દિવસ પૂર્ણ થતો જાય છે તેમ તેની શક્યતાઓ ઓછી થતી જાય છે. બીજી તરફ, ભાજપ સહિત તમામ પાર્ટીઓએ બેઠકો શરૂ કરી છે. 

  જાણવા મળ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ભાજપ મુખ્યમથકે કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે. દરેક ચૂંટણીમાં તેમનો આ ક્રમ રહ્યો છે. તેઓ પરિણામ બાદ દિલ્હીના પાર્ટી કાર્યાલયે કાર્યકર્તાઓને સંબોધિત કરે છે. આ વખતે પણ ક્રમ જાળવી રાખવામાં આવશે. પરિણામો બાદ તેમનું પ્રથમ સંબોધન અને પ્રથમ પ્રતિક્રિયા હશે. તેની ઉપર જ દેશની નજર રહેશે. 

  બીજી તરફ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને બેકો શરૂ થઈ ગઈ છે. જેમાં આગળની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી અને પૂર્વ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ વગેરે નેતાઓ સામેલ થયા. જો ભારતીય જનતા પાર્ટી એકલે હાથે 272નો આંકડો પાર ન કરે તો પાર્ટી માટે કામ પણ વધી જશે. જોકે, ગઠબંધનની અન્ય પાર્ટીઓના સહકારથી સરકાર બની શકશે, પણ ગઠબંધન સરકાર હશે. જે પ્રથમ વખત થશે, કારણ કે 2014 અને 2019માં બંને ચૂંટણીઓમાં ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ હતી. 

  - Advertisement -

  એવું પણ જાણવા મળી રહ્યું છે કે ભાજપે બુધવારે (5 જૂન) NDAની તમામ સહયોગી પાર્ટીઓના નેતાઓની બેઠક બોલાવી છે. જેમાં સરકાર રચવાથી માંડીને અન્ય બાબતોની ચર્ચા કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. પરિણામો બાદ એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે NDAની સહયોગી પાર્ટીઓનો INDI ગઠબંધન અને ખાસ કરીને કૉંગ્રેસ સંપર્ક કરી રહ્યાં છે, પણ JDU અને TDP જેવી મોટી પાર્ટીઓ અને અન્યોએ પણ ભાજપને જ સમર્થન આપવા માટે જાહેર કર્યું છે. જોકે, રાજકારણમાં ક્યારેય પણ કંઈ પણ બની શકે છે, જેથી આવનાર દિવસોમાં ભારતીય રાજકારણ વધુ રસપ્રદ બનશે તે નક્કી છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં