Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપરિણામ પહેલાં સરકાર બનાવવાના સપનાં સેવી રહી છે કોંગ્રેસ?: આંધ્રમાં TDP અને...

    પરિણામ પહેલાં સરકાર બનાવવાના સપનાં સેવી રહી છે કોંગ્રેસ?: આંધ્રમાં TDP અને બિહારમાં JDUનો સંપર્ક સાધવાના પ્રયાસ, બંને પાર્ટીઓએ કહ્યું- અમે NDA સાથે

    સમાચાર એવા પણ સામે આવ્યા છે કે, JDU અને TDPએ સ્પષ્ટ કહી દીધું છે કે, તે બંને પાર્ટીઓ NDA સાથે જ જોડાયેલી રહેશે. નીતીશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ અને શરદ પવારે સંપર્ક કરવાના સમાચારનું ખંડન કર્યું છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. દેશની દરેક લોકસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. તાજેતરના વલણ અનુસાર NDA 297 બેઠકો પર આગળ વધી રહી છે. જ્યારે INDI ગઠબંધન 227 બેઠકો પર આગળ છે. ભાજપ 239 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 99 બેઠકો પર આગળ છે. વલણ જોતાં કોંગ્રેસની મરી પરવારેલી આશા ફરી જાગૃત થઈ ગઈ છે. કોંગ્રેસને લાગી રહ્યું છે કે, કદાચ તે ગઠબંધન મજબૂત કરીને કેન્દ્રમાં સરકાર સ્થાપિત કરી શકશે. જેથી તેણે હવે NDAને તોડવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. હમણાં સુધીના વલણમાં બિહારમાં JDU અને આંધ્ર પ્રદેશમાં TDP ખૂબ સારા માર્જિનથી આગળ વધી રહી છે. તેથી કોંગ્રેસે TDP અને JDUનો સંપર્ક સાધવાના પ્રયાસ કર્યા છે.

    મંગળવારે (4 જૂન, 2024) લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ રહ્યું છે. તે દરમિયાન જ કોંગ્રેસે NDAને તોડવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. હવે કોંગ્રેસે TDP અને JDUનો સંપર્ક સાધવાના પ્રયાસ કર્યા છે. વર્તમાન વલણ અનુસાર, ભાજપ બહુમતીથી દૂર છે. તેથી કોંગ્રેસને આશા બંધાઈ છે કે, કદાચ આ વખતે તે સરકાર બનાવી શકશે. દરમિયાન વલણોથી ઉત્સાહિત કોંગ્રેસે TDP અને JDUનો સંપર્ક સાધવાના પ્રયાસ કર્યા છે. કોંગ્રેસ એવું માની રહી છે કે, વલણો પરિણામમાં બદલાશે તો INDI ગઠબંધન NDAને નબળી પાડીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.

    લોકસભા ચૂંટણીના વલણો INDI ગઠબંધન માટે એક આશા બની ગયા છે. જોકે, ગઠબંધન હજુ 272ના આંકડાથી દૂર જોવા મળી રહ્યું છે. પરંતુ વલણો પરિણામમાં પરિવર્તિત થયા તો INDI ગઠબંધનને 30 બેઠકોની જરૂર પડી શકે છે. તેના માટે તે NDA તોડવાના પ્રયાસ પણ કરી રહી છે. TDP અને JDU પાર્ટીઓ INDI ગઠબંધન માટે ગેમ ચેન્જર બની શકે છે. તેથી તે બંને પાર્ટીઓ સાથે કોંગ્રેસે સંપર્ક સાધવા પ્રયાસ કર્યા છે. જોકે, સમાચાર એવા પણ સામે આવ્યા છે કે, JDU અને TDPએ સ્પષ્ટ કહી દીધું છે કે, તે બંને પાર્ટીઓ NDA સાથે જ જોડાયેલી રહેશે. નીતીશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ અને શરદ પવારે સંપર્ક કરવાના સમાચારનું ખંડન કર્યું છે. તેમ છતાં સોશિયલ મીડિયામાં તેની ઘણી ચર્ચા ચાલી રહી છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર મિમ્સનું ઘોડાપૂર

    લોકસભા ચૂંટણીના સમયે ઘટિત થઈ રહેલી આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચા ચાલી રહી છે. અનેક લોકોએ તે વિશેના મિમ શેર કરવાના શરૂ કરી દીધા છે. રાહુલ ગાંધી અને નીતીશ કુમાર તથા વડાપ્રધાન મોદીના પણ મિમ શેર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાને લઈને ઘણા મિમ શેર કરવામાં આવી રહ્યા છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે ‘વેલકમ’ ફિલ્મના સીન સાથેનું મિમ શેર કર્યું છે. જેમાં અનિલ કપૂરને BJP, નાના પાટેકરને કોંગ્રેસ અને એક મહિલા અભિનેત્રીને નીતીશ કુમાર તરીકે દર્શાવવામાં આવી છે.

    X પર ‘Facts’ નામના સોશિયલ મીડિયા હેન્ડલે પણ એક મિમ શેર કર્યું છે. ફોટો સાથે કેપશનમાં લખ્યું છે કે, ‘રાહુલ ગાંધી ટુ નીતીશ કુમાર રાઇટ નાઉ’. ત્યારબાદ ફોટો મૂકવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિને કોલ પર વાત કરતો જોઈ શકાય છે. ફોટોમાં લખ્યું છે કે, “પ્રધાનમંત્રી બનના હૈ?”

    અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે X પર મિમ શેર કર્યું છે. જેમાં નીતીશ કુમાર મુખ મોર્ફ કરીને એક સ્ત્રીપાત્ર પર લગાવવામાં આવ્યું છે, જેને ડાન્સ કરતી દર્શાવવામાં આવી છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘Anoop’ નામના સોશિયલ મીડિયા હેન્ડલે પણ એક મિમ શેર કર્યું છે. ફોટોમાં નીતીશ કુમારને ટેલિફોન પર વાત કરતાં દર્શાવવામાં આવ્યા છે. આ સાથે ફોટો પર લખવામાં આવ્યું છે કે, “દરજી સાહેબ, એક નયા કુર્તા સીલ દિજિએ, પ્રધાનમંત્રી પદ કી શપથ લેની હૈ.”

    જોકે, સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ આ વાતોનું ખંડન કર્યું છે અને પોતે NDA સાથે જ જોડાયેલા હોવાનું કહ્યું છે. તેમ છતાં સોશિયલ મીડિયા પર આ વાતોને લઈને મિમ શેર કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં