Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજા સિંહના સસ્પેન્શન પર ભાજપ ધારાસભ્યનો નેતાગીરી સમક્ષ બળાપો; કહ્યું: 'સર તનસે...

    રાજા સિંહના સસ્પેન્શન પર ભાજપ ધારાસભ્યનો નેતાગીરી સમક્ષ બળાપો; કહ્યું: ‘સર તનસે જુદા’ વાળા ખુલ્લેઆમ ફરે છે તે તમારી વિફળતા

    તેલંગાણાના ભાજપના ધારાસભ્યની કથિત ટીપ્પણી બાદ તેમને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશના ભાજપાના જ ધારાસભ્યે વાંધો ઉઠાવ્યો છે.

    - Advertisement -

    તેલંગાણા પોલીસે ગુરુવારે (25 ઓગસ્ટ 2022) ગોશામહલના ધારાસભ્ય ટી રાજા સિંહને ઇસ્લામના પ્રોફેટનું કથિત રૂપે અપમાન કરવા બદલ ફરીથી ધરપકડ કરી. અગાઉ ભાજપે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. રાજા સિંહના સસ્પેન્શનને લઈને પાર્ટી પર ભાજપ ધારાસભ્યનો બળાપો ઉભરાવતાં અનેક સવાલ ઉઠાવ્યા છે.

    રાજા સિંહ બીજેપીના બીજા એવા નેતા છે જેમને કથિત રીતે પયગંબરનું અપમાન કરવા બદલ ભાજપ દ્વારા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ પહેલા ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને બહારનો રસ્તો બતાવ્યો હતો. તે સમયે પણ સોશિયલ મીડિયા પર ભાજપની ઘણી ટીકા થઈ હતી.

    ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાની ચરખારી વિધાનસભા બેઠકના બીજેપી ધારાસભ્ય બ્રિજ ભૂષણ રાજપૂતે રાજા સિંહના સસ્પેન્શનને લઈને પાર્ટીને ઘેરી છે. તેમણે કહ્યું હતું કે, “અને રહી વાત પાર્ટી ની… તમે (ભાજપ નેતૃત્વ) પાર્ટી માંથી સસ્પેન્ડ કરી દીધા, તે તમારો અધિકાર છે. પરંતુ, જો અફઝલ ગુરુની પુણ્યતિથિ ઉજવનારા, સેનાનું અપમાન કરનારા, આપણા દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરનારાઓ જામીન પર મુક્તપણે ફરતા હોય તો તે તમારી પણ નિષ્ફળતા છે.”

    - Advertisement -
    બ્રિજભૂષણ રાજપૂતની ફેસબુક પોસ્ટ (સાભાર ऑपइंडिया)

    ધારાસભ્ય બ્રિજભૂષણ રાજપૂતે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, “એક બે-કોડીનો કોમેડિયન આપણા આરાધ્ય શ્રી રામજી અને માતા સીતા માટે અપશબ્દો બોલ્યો તો શું ભારતમાં કોઈએ પણ ‘સર તન સે જુદા’ ના નારા લગાવ્યા? આપણે બધાએ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી.

    તેમણે આગળ લખ્યું હતું કે, “અરે છોડો સાહેબ.. આ દેશમાં અમને અપમાનિત કરવા માટે અલગ-અલગ શહેરોમાં તેના (મુનવ્વર ફારૂકીના) કાર્યક્રમો બુક કરવામાં આવી રહ્યા છે. ટી રાજા સિંહ ભાઈનું જે નિવેદન છે તેના પર કાયદો તેનું કામ કરી રહ્યો છે. કોર્ટે જામીન મંજૂર કર્યા, પરંતુ રસ્તાની વચ્ચે ‘સર તન સે જુદા’ના નારા લગાવનારા તમામ લોકોને તાત્કાલિક જેલમાં ધકેલી દેવા જોઈએ અને તે માથાફરેલાઓને જણાવી દેવું જોઈએ કે દેશમાં શરિયા નહી પરંતુ બંધારણનું શાસન છે.

    ફરી ધરપકડ થયાનાં થોડા કલાકો પહેલા વિડિયો જાહેર કરતા ધારાસભ્ય રાજા સિંહે કહ્યું હતું કે, “મને માહિતી મળી છે કે પોલીસ મારા જૂના કેસ ઉમેરીને મને હેરાન કરી શકે છે. ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલયમાં એક બેઠક યોજાઈ હતી અને મુખ્યમંત્રીને એવો ઈગો આવી ગયો છે કે કોઈપણ સંજોગોમાં રાજા સિંહને જેલમાં નાખવો જોઈએ કે પછી તડીપાર કરવો જોઈએ.

    વીડિયોમાં રાજા સિંહે આગળ કહ્યું કે, “હું મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે ન તો અમે ગોળીઓથી ડરીએ છીએ, ન તો ફાંસીથી ડરીએ છીએ અને ન તો અમે કોઈ જેલથી ડરીએ છીએ. આ ધર્મયુદ્ધ છે. કોઈ અમારા ભગવાનનો અપશબ્દો કહે તે અમારા માટે અસહ્ય છે. જે કોઈ પણ અમારા ધર્મને પડકારશે, તેને જે ભાષા સમજાય છે તેમાં રાજા સિંહ જ નહીં, પણ ભારતનો દરેક હિંદુ તે દુશ્મનને જવાબ આપશે.

    નોંધનીય છે કે બુધવારે (24 ઓગસ્ટ 2022) રાત્રે OpIndiaને મોકલવામાં આવેલા ઓડિયોમાં રાજા સિંહે કહ્યું હતું કે, “મુસલમાનોએ મારી ધરપકડ માટે હૈદરાબાદ પ્રશાસનને શુક્રવાર સુધીનો સમય આપ્યો છે અને કેટલાક લોકો આ માટે મુખ્યમંત્રીને પણ મળ્યા છે. સંભવ છે કે હૈદરાબાદ પોલીસ મુસ્લિમોને ખુશ કરવા ફરી મારી ધરપકડ કરે.”

    બીજી તરફ હૈદરાબાદ પોલીસના એક IPS ઓફિસરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે, “મુહમ્મદ માત્ર મુસ્લિમોના જ નહીં, પરંતુ બધાના પયગંબર છે. અમે પોલીસકર્મીઓ તેને (રાજા સિંહની ધરપકડને) ઈગો પર લઇ રહ્યા છીએ. તેની ધરપકડ કરીશું.”

    નોંધનીય છે કે સોમવારે (22 ઓગસ્ટ 2022) ઠાકુર રાજા સિંહે મુનવ્વર ફારૂકી વિરુદ્ધ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં ઇસ્લામ પર વાત કરતી વખતે તેમણે એક વૃદ્ધ વ્યક્તિ પર વાત કરી હતી, જેના પર મુસ્લિમોએ કહ્યું કે તે પયગંબર પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી છે. જેના પગલે શહેરભરમાં દેખાવો થયા હતા. મંગળવારે સવારે પોલીસે ટી રાજાની ધરપકડ કરી હતી .

    બીજી તરફ એ જ દિવસે બપોરે ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે રાજા સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. જોકે, બીજા દિવસે તેની જામીન અરજીની સુનાવણી બાદ તેને જામીન આપવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં