Monday, June 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભોજશાળાના ASI સરવેમાં પાષાણ અવશેષો મળ્યા હોવાના અહેવાલ: ભગવાન સૂર્યનાં આઠ પ્રહરોનાં...

    ભોજશાળાના ASI સરવેમાં પાષાણ અવશેષો મળ્યા હોવાના અહેવાલ: ભગવાન સૂર્યનાં આઠ પ્રહરોનાં છે ચિહ્ન, પહેલાં મળ્યો હતો સ્તંભ

    એક તરફ સરવેની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ હાઈકોર્ટના આદેશ છતાં મુસ્લિમ સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધીને ASI સરવેનો વિરોધ કર્યો હતો. તેમણે નમાજ પઢતી વખતે કાળી પટ્ટી પહેરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, ASIની ટીમ અહીં ખોદકામ કરી રહી છે, જેની મંજૂરી નથી.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત ભોજશાળામાં ઘણા દિવસોથી આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા (ASI)ની ટીમ તપાસ કરી રહી છે. સરવેમાં પાષાણ અવશેષો મળી આવ્યા છે. ASIની ટીમને સરવેના 65માં દિવસે પથ્થરના આ અવશેષો મળી આવ્યા છે. ભોજશાળામાં ચાલી રહેલા સરવે દરમિયાન મુસ્લિમોએ ફરી એકવાર હાઈકોર્ટના નિર્ણય છતાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. હજુ પણ આ સ્થળ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. હિંદુ પક્ષનો દાવો છે કે, તે પ્રાચીન સ્થળ માતા સરસ્વતીનું મંદિર હતું. જ્યારે મુસ્લિમ પક્ષ ત્યાં મજાર હોવાનું કહી રહ્યો છે.

    અહેવાલો અનુસાર, ભોજશાળામાં ચાલી રહેલા ASI સરવેમાં પાષાણ અવશેષો મળ્યા છે, જેમાં ભગવાન સૂર્યના આઠે પ્રહરોના ચિહ્ન બન્યા હોવાનું કહેવાય રહ્યું છે. તે અવશેષ 1×3.5 વર્ગ ફૂટના આકારના છે. હિંદુ પક્ષનું કહેવું છે કે, આ અવશેષ પર મળેલા પ્રતીકો ભોજશાળાના સ્તંભો પર મળેલા પ્રતીકો સાથે મેળ ખાય છે. અગાઉ સરવેમાં અહીં એક સ્તંભ પણ મળી આવ્યો હતો. ભોજશાળાના સરવે માટે અને હવે જમીનની નીચે શું છે તે જાણવા માટે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેને હૈદરાબાદથી લાવવામાં આવ્યું છે. તેના દ્વારા મંદિરને અલગ-અલગ બ્લોકમાં વહેંચીને સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે.

    એક તરફ સરવેની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ હાઈકોર્ટના આદેશ છતાં મુસ્લિમ સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધીને ASI સરવેનો વિરોધ કર્યો હતો. તેમણે નમાજ પઢતી વખતે કાળી પટ્ટી પહેરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, ASIની ટીમ અહીં ખોદકામ કરી રહી છે, જેની મંજૂરી નથી. જ્યારે હિંદુ પક્ષનું કહેવું છે કે, કોર્ટના આદેશમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે સરવે એવી રીતે કરવામાં આવે કે, જેનાથી માળખામાં કોઈ ફેરફાર ન થાય. ASI સરવે માટે કોઈપણ પદ્ધતિ અપનાવી શકે છે. હિંદુ પક્ષે મુસ્લિમો પર કોર્ટના નિર્ણયનું ખોટું અર્થઘટન કરવાનો આરોપ લગાવ્યો છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, 11 માર્ચ 2024ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત વિવાદિત ભોજશાળામાં ASI સરવેને લઈને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે આ અંગે 6 અઠવાડિયામાં રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું હતું. કોર્ટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સત્ય શોધવાનું કહ્યું હતું.

    શું છે વિવાદ?

    ભોજશાળા વિવાદ ઘણો જૂનો વિવાદ છે. હિંદુ પક્ષનો મત છે કે, આ માતા સરસ્વતીનું મંદિર છે જ્યાં દેવી-દેવતાઓના ચિત્રો અને સંસ્કૃતમાં લખેલા શ્લોકો હજુ પણ મોજૂદ છે. સદીઓ પહેલાં મુસ્લિમોએ તેની પવિત્રતા ભંગ કરીને અહીં મૌલાના કમાલુદ્દીનની મઝાર બનાવી હતી, ત્યારપછી મુસ્લિમો અહીં આવવા લાગ્યા અને હવે તેનો ઉપયોગ નમાજ પઢવા માટે કરવામાં આવી રહ્યો છે. ભોજશાળાની બહાર લગાવેલા બોર્ડ પર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, મંગળવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હિંદુઓને ત્યાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે શુક્રવારે બપોરે 2 થી 3 વાગ્યા સુધી નમાજીઓ માટે પ્રવેશ રહેશે. બાકીના દિવસોમાં તે માત્ર ફરવાના સ્થળ તરીકે ઉપયોગમાં લઈ શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં