Friday, May 10, 2024
More
    હોમપેજગુજરાતભરૂચ: પૂરગ્રસ્ત વિસ્તારમાં મંત્રીની મુલાકાત દરમિયાન ગાળાગાળી કરીને મુખ્યમંત્રી અને વડાપ્રધાન વિશે...

    ભરૂચ: પૂરગ્રસ્ત વિસ્તારમાં મંત્રીની મુલાકાત દરમિયાન ગાળાગાળી કરીને મુખ્યમંત્રી અને વડાપ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર યુવક સામે FIR

    વાયરલ વીડિયો ભરૂચના ડાંડિયાબજાર વિસ્તારનો હોવાનું કહેવાય છે. જેમાં જોવા મળે છે કે મંત્રી-ધારાસભ્યને રજૂઆત કરવા એકઠા થયેલા લોકોની ભીડમાં સામેલ એક યુવક ગાળાગાળી શરૂ કરી દે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશે અત્યંત અભદ્ર ભાષા વાપરે છે.

    - Advertisement -

    તાજેતરમાં ભારે વરસાદના કારણે ભરૂચ અને અંકલેશ્વરના અમુક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી અને પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયાં હતાં. આ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચેલા રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિ અને સ્થાનિક ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો અમુક લોકોએ ઘેરાવો કર્યો હતો. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. આ દરમિયાન એક યુવક ફાવે તેમ અભદ્ર ભાષામાં મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ગાળો બોલતો સંભળાયો હતો. જેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે. 

    પોલીસે મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું અપમાન થાય તે રીતે અભદ્ર ભાષા વાપરતાં તેની સામે ગુનો દાખલ કર્યો છે. ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીની ઓળખ સાગર તરીકે થઈ છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    વાયરલ વીડિયો ભરૂચના ડાંડિયાબજાર વિસ્તારનો હોવાનું કહેવાય છે. જેમાં જોવા મળે છે કે સ્થાનિક ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અમુક સ્થાનિકો સાથે ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન પાછળથી એક યુવક ગાળાગાળી શરૂ કરી દે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશે અત્યંત અભદ્ર ભાષા વાપરે છે. ત્યારબાદ તેણે ધારાસભ્ય વિશે પણ અપશબ્દો કહ્યા હતા. 

    - Advertisement -

    આ મામલે ભરૂચ પોલીસે સ્વયં સંજ્ઞાન લીધું છે. FIRમાં ફરિયાદી પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 20 સપ્ટેમ્બરના રોજ ધારાસભ્ય અને મંત્રી ભરૂચ જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા. વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ કર્યા બાદ તેઓ ભરૂચના દાંડિયાબજાર વિસ્તાર પહોંચ્યા હતા અને અહીં ભેગા થયેલા સ્થાનિકોને મળીને તેમની રજૂઆતો સાંભળી રહ્યા હતા. 

    આગળ જણાવવામાં આવ્યું કે, આ દરમિયાન એક સાગર નામના ઈસમે ઇરાદાપૂર્વક ઉશ્કેરાઇ જઈને જાહેર સુલેહ-શાંતિનો ભંગ થાય તેવું વર્તન કર્યું હતું તેમજ ઇરાદાપૂર્વક બંધારણીય હોદ્દો ધરાવતા મહાનુભાવોનું અપમાન થાય તેવા અપશબ્દો બોલીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. 

    જોકે, ત્યારે પોલીસ મંત્રી અને ધારાસભ્યને લઈને ત્યાંથી રવાના થઈ ગઈ હતી પરંતુ ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો ધ્યાને આવ્યો હતો, જેમાં યુવક અભદ્ર ગાળો બોલતો જોવા મળ્યો હતો. જેની ઉપર સંજ્ઞાન લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

    ગાળો બોલીને મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું અપમાન કરનાર યુવક સામે ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે IPCની કલમ 294(b) (જાહેર સ્થળોએ અપશબ્દોનો ઉપયોગ) અને 504 (શાંતિભંગના ઇરાદે અપમાન) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં