Tuesday, December 3, 2024
More
    હોમપેજક્રાઈમકાળો જાદૂ કરતા સદ્દામે હિંદુ ઓળખ આપીને કર્યા લગ્ન: ગર્ભવતી પત્નીનું કર્યું...

    કાળો જાદૂ કરતા સદ્દામે હિંદુ ઓળખ આપીને કર્યા લગ્ન: ગર્ભવતી પત્નીનું કર્યું શારીરિક શોષણ, પુત્ર જન્મ્યો તો આપી બલિ આપવાની ધમકી; મહિલાએ બેંગ્લોર કમિશ્નર પાસે માંગી મદદ

    મહિલાએ એવો આરોપ પણ લગાવ્યો છે કે લગ્ન બાદ જયારે તે ગર્ભવતી હતી ત્યારે સદ્દામ તેનું શારીરિક શોષણ કરતો હતો. તેના જણાવ્યા અનુસાર સદ્દામ કાળો જાદૂ કરે છે અને તેના પુત્રની બલિ ચડાવવા માંગે છે.

    - Advertisement -

    કર્ણાટકમાંથી (Karnataka) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ તેના બાળકની હત્યાના (Murder) પ્રયાસ અને અન્ય કેટલીક ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરીને પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો કે તેનો પતિ ઘરમાં સુખ-શાંતિ આવે તે માટે તેના પુત્રની બલિ (Sacrifice) ચડાવવા માંગે છે. મહિલાએ તેના પતિ સદ્દામે કાળા જાદૂ (Black Magic) દ્વારા તેના પુત્રનો જીવ લેવાનું કાવતરું ઘડ્યું હોવાના સહિતના આરોપ લગાવ્યા હતા.

    સમગ્ર મામલો કર્ણાટકની રાજધાની બેંગ્લોરના કે.આર પુરમ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ તેના બાળકની હત્યા કરવાનો પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેના પતિ સદ્દામે તેના પુત્રની બલિ આપવાનું કાવતરું ઘડ્યું હતું પણ તે સફળ થાય તે પહેલાં જ મહિલાને જાણ થઇ ગઈ હતી. આ મામલે મહિલા પોલીસ ફરિયાદ કરવા પહોંચી હતી.

    ‘આધી ઈશ્વર’ બની હિંદુ યુવતી સાથે કરી મુલાકાત

    જોકે પોલીસે ફરિયાદ ન સ્વીકારતા મહિલાએ કમિશ્નરને પત્ર લખ્યો હતો જેમાં તેણે તેની આપવીતી જણાવી હતી અને પોલીસે ફરિયાદ ન સ્વીકારી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. મહિલાએ લખેલ પત્રમાં જણાવ્યું હતું કે તેની અને સદ્દામની મુલાકત ત્યારે થઇ હતી જયારે સદ્દામ કોઈ કુરિયર સર્વિસ કંપનીમાં કામ કરતો હતો. તેણે જણાવ્યું કે તે સમયે સદ્દામેં તેની ઓળક હિંદુ તરીકે આપી હતી. સદ્દામે તેનું નામ ‘આદિ એશ્વર’ જણાવ્યું હતું.

    - Advertisement -

    મહિલાએ પત્રમાં લખ્યા અનુસાર તેના પતિ પર આરોપ લગાવ્યો છે કે તેણે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી લીધા હોવા છતાં પણ સદ્દામેં જબરન તેની સાથે ઇસ્લામિક રિવાજો મુજબ લગ્ન કર્યા અને ‘મુસ્લિમ લગ્ન પ્રમાણપત્ર’ પર બળજબરીથી સહી પણ કરાવી હતી. ઉપરાંત સદ્દામ ‘સારા નસીબ’ને આવકારવા માટે મહિલાનું નામ બદલવા પણ દબાણ કરતો હોવાનો આરોપ લાગાવ્યો હતો.

    ગર્ભાવસ્થા દરમિયાન કર્યું શારીરિક શોષણ, પુત્રની બલિની ધમકી  

    મહિલાએ એવો આરોપ પણ લગાવ્યો છે કે લગ્ન બાદ જયારે તે ગર્ભવતી હતી ત્યારે સદ્દામ તેનું શારીરિક શોષણ કરતો હતો. તેના જણાવ્યા અનુસાર સદ્દામ કાળો જાદૂ કરે છે અને તેના પુત્રની બલિ ચડાવવા માંગે છે. મહિલાએ પત્રમાં લખ્યું છે કે, “તે (સદ્દામ) વારંવાર પૈસા મેળવવા માટે ‘કુટ્ટી પૂજા’ નામની કાળા જાદુની વિધિમાં મારા પુત્રનું બલિ આપવાની ધમકી આપતો હતો.”

    કાળા જાદૂની વિધિઓના કારણે અને પુત્રની બલિની ધમકીઓથી ડરીને મહિલા તેના પુત્ર સાથે તુમકુરમાં તેના પરિવારના ઘરે ભાગી ગઈ હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની માતાના ઘરે ગયા છતાં સદ્દામે તેને પરેશાન કરવાનું છોડ્યું નહોતું, તેણે મહિલાની માતાને પણ ધમકીઓ આપી હતી. અહેવાલો અનુસાર સદ્દામ આખી આખી રાત કાળા જાદૂની વિધિઓ, મંત્રોના જાપ કરતો હતો.

    પત્રમાં મહિલાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં સમગ્ર ઘટનાની જાણ તેણે કેઆર પુરમ પોલીસ સ્ટેશનને કરી હતી, જ્યાં તેની ફરિયાદ સ્વીકારવામાં આવી નહતી. તેથી તેણે બેંગ્લોર કમિશ્નર દયાનંદનો સંપર્ક કર્યો હતો. કમિશ્નરને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી. મહિલાએ સદ્દામની ધમકીઓના ભયથી તેના પુત્ર અને માતા માટે પોલીસ સમક્ષ રક્ષણ અને સહાયતાની માંગ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં