Friday, October 4, 2024
More
    હોમપેજદેશકાફે સુધી બસમાં આવ્યો હતો આરોપી, મસ્જિદ પાસે છોડી હતી ટોપી: બેંગ્લોર...

    કાફે સુધી બસમાં આવ્યો હતો આરોપી, મસ્જિદ પાસે છોડી હતી ટોપી: બેંગ્લોર બ્લાસ્ટ કેસમાં નવી જાણકારી સામે આવી, સંદિગ્ધ પર ₹10 લાખનું ઇનામ જાહેર કરતી NIA

    NIAને આ આરોપીની બેઝબૉલ કેપ એક મસ્જિદની બહારથી મળી આવી હતી. જ્યારે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં તે માસ્ક અને ટોપી વગર જોવા મળે છે. જેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સંભવતઃ તેણે બ્લાસ્ટ બાદ કપડાં બદલી નાખ્યાં હોવાં જોઇએ. 

    - Advertisement -

    બેંગ્લોર સ્થિત એક કાફેમાં થયેલા બ્લાસ્ટ મામલે હજુ પણ સંદિગ્ધ આરોપીની શોધખોળ ચાલી રહી છે. આ કેસની તપાસ હવે કેન્દ્રીય એજન્સી NIA કરી રહી છે અને આરોપી પર ₹10 લાખનું ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યું છે. બીજી તરફ તેના કેટલાક વધુ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે તો એજન્સીને તેની એક ટોપી પણ મળી આવી છે. આ ટોપી એક મસ્જિદ પાસેથી મળી આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    મીડિયા અહેવાલો અનુસાર, NIAને આ આરોપીની બેઝબૉલ કેપ એક મસ્જિદની બહારથી મળી આવી હતી. જ્યારે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં તે માસ્ક અને ટોપી વગર જોવા મળે છે. જેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સંભવતઃ તેણે બ્લાસ્ટ બાદ કપડાં બદલી નાખ્યાં હોવાં જોઇએ. 

    CCTV કેમેરામાં તે સવારે 10:45 વાગ્યે કાફેથી 100 મીટર અંતરે આવેલા એક બસ સ્ટોપ પર પબ્લિક બસમાંથી ઉતરતો જોવા મળે છે. જ્યાંથી 11:34 વાગ્યે તે કાફેમાં પ્રવેશે છે અને માત્ર 9 મિનીટ બાદ 11:4૩ વાગ્યે ત્યાંથી નીકળી જાય છે. જ્યાંથી તે 1 કિલોમીટર સુધી ચાલતો જતો જોવા મળે છે અને પછી બસમાં બેસી જાય છે. નોંધવું જોઈએ કે બ્લાસ્ટ 12:56 વાગ્યે થયો હતો. 

    - Advertisement -

    2022ના મેંગલોર-શિવમોગા બ્લાસ્ટ સાથે કનેક્શન?

    ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને એમ પણ જણાવવામાં આવ્યું કે આરોપી બૉમ્બ પ્લાન્ટ કરવા માટે આવ્યો અને ફરાર થઈ ગયો ત્યાં સુધીમાં તેણે એક કરતાં વધુ પબ્લિક બસનો ઉપયોગ કર્યો હતો અને ઘણાં ઠેકાણે રોકાયો પણ હતો. જેમાં એક મુસ્લિમ મઝહબી કેન્દ્ર પણ સામેલ છે, જે જ્યાં બ્લાસ્ટ થયો તેનાથી થોડા કિલોમીટર દૂર આવેલું છે. 

    આ સિવાય IED વિશે પણ જાણકારી સામે આવી છે. જે અનુસાર, બૉમ્બ કાફેના એક ખૂણામાં જ્યાં હૅન્ડ વૉશ એરિયા છે ત્યાં મૂકવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે IEDને ટિફિન બૉક્સ બેગમાં પ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને સાથે ફાઇબર મટીરીયલ વીંટાળવામાં આવ્યું હતું. IEDમાં સલ્ફર અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા વિસ્ફોટક પદાર્થો હતા. 

    તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે IEDની બનાવટ ઘણીખરી 2022ના કર્ણાટકના 2 આતંકી બ્લાસ્ટ સાથે મેળ ખાય છે. કર્ણાટકના મેંગલોર અને શિવમોગામાં 2022માં બ્લાસ્ટ થયા હતા. જે મામલે પણ NIA જ હાલ તપાસ કરી રહી છે. આ તમામ બ્લાસ્ટ પાછળ કોઇ એક જ હેન્ડલર હોવાની શક્યાતાઓ પણ નકારી શકાય નહીં. જોકે, વધુ વિગતો NIAની વિગતવાર તપાસ અને ખાસ કરીને આરોપીની ધરપકડ બાદ જ સામે આવી શકશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં