Wednesday, December 4, 2024
More
    હોમપેજગુજરાત'હિંદુઓ પરના અત્યાચાર બંધ કરો': બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી હિંસાને લઈને ગુજરાતમાં વિરોધ,...

    ‘હિંદુઓ પરના અત્યાચાર બંધ કરો’: બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી હિંસાને લઈને ગુજરાતમાં વિરોધ, સુરતના પોશ વિસ્તારમાં લાગ્યા બેનર, હિંદુ સંગઠનોએ કર્યું પ્રદર્શન

    આ બેનર ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા લગાવવામાં આવ્યા છે, જેમાં લખાયું છે કે “બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર બંધ કરો”. ઉપરાંત આ મામલે વૈશ્વિક કક્ષાએ પણ આ બાબતની નોંધ લઈને બાંગ્લાદેશ પર દબાણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) છેલ્લા ઘણા સમયથી હિંદુ વિરોધી હિંસાનું (Anti-Hindu Violence) પ્રમાણ વધી રહ્યું છે. હિંદુ સંતો અને પત્રકારોની વગર વોરંટે ધરપકડ કરવામાં આવી રહી છે. હિંદુ સંગઠનોને કટ્ટરપંથી સાબિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મામલે હવે ગુજરાતમાં પણ હિંદુ વિરોધી હિંસાના વિરોધમાં પ્રદર્શનો થઇ રહ્યા છે. ગુજરાતના સુરતમાં (Surat) વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને અન્ય હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન (Protest) કરીને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, તથા સુરતના પોશ વિસ્તારોમાં આ હિંસાના વિરોધમાં બેનર લાગ્યા હતા.

    બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સુરતમાં આવેલા રેલવે સ્ટેશન વિસ્તારમાં હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હિંદુ સંગઠનોએ કહ્યું છે કે, સાધુ-સંતો પર અત્યાચાર સહન કરવામાં આવશે નહીં. હિંદુ સંગઠનોએ માંગણી કરી છે કે, બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ઇસ્કોનના (ISKCON) સંતોને પણ મુક્ત કરવામાં આવે.

    આ ઉપરાંત સુરતમાં પોશ વિસ્તારો ખાતે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં અત્યાચારના મામલે અલગ-અલગ સ્થાને વિવિધ બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનર ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા લગાવવામાં આવ્યા છે, જેમાં લખાયું છે કે “બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર બંધ કરો”. ઉપરાંત આ મામલે વૈશ્વિક કક્ષાએ પણ આ બાબતની નોંધ લઈને બાંગ્લાદેશ પર દબાણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

    - Advertisement -

    નોંધનીય છે કે આ મામલે ભારતીય ગૌરક્ષા મંચના પ્રમુખ ધર્મેશ ગામીએ જણાવ્યુ હતું કે, “બાંગ્લાદેશમાં સનાતન ધર્મ પર કટ્ટરવાદીઓ દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. મંદિરો તોડવામાં આવી રહ્યા છે અને હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જે અત્યંત નિંદનીય છે. ભારતના મુસ્લિમ સમાજના લોકો અને સામાજિક સંગઠનોએ આવા કટ્ટરતાવાદી તત્વોનો વિરોધ કરવો જોઈએ.”

    આ ઉપરાંત ગૌરક્ષા મંચ દ્વારા આવનારા દિવસોમાં પણ સુરતના અન્ય વિસ્તારોમાં આવી જ રીતે બેનર લગાવવામાં આવશે. ગૌરક્ષા મંચ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હિંદુ વિરોધી અત્યાચાર મામલે મંચ દ્વારા સામાજિક સંસ્થાઓ અને સમાજના લોકોને સંપ્રદાયિક શાંતિ જાળવવા અને સર્વધર્મ સમભાવના પ્રચારે જોડાવા અપીલ પણ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં