ગત 5 જૂનના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક બાંગ્લાદેશી કિશોરનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં મુસ્લિમ કિશોર મદ્રેસામાં આપવામાં આવતા શિક્ષણ અંગે વાતો કરતો સંભળાય છે. આ વિડીયો ‘વોઇસ ઑફ બાંગ્લાદેશી હિંદુઝ’ નામક ટ્વિટર હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
વિડીયોમાં જોવા મળે છે કે, રેકોર્ડ કરતો વ્યક્તિ મુસ્લિમ છોકરાને હિંદુઓ અંગે પૂછે છે ત્યારે તે જવાબ આપતા કહે છે કે હિંદુઓ ખરાબ છે. તેનું કારણ પૂછવામાં આવતા તે કહે છે કે, કારણ કે તેઓ મૂર્તિપૂજા કરે છે.
What is being taught in the madrasas of Bangladesh. Great Sheikh Hasina.
— Voice Of Bangladeshi Hindus 🇧🇩 (@VoiceOfHindu71) June 5, 2022
@jihadwatchRS pic.twitter.com/ygP38kcEJc
આ એક મિનિટ લાંબા વિડીયોમાં વાતચીત બાંગ્લા ભાષામાં થાય છે. આરિફ નામનો કિશોર બાંગ્લાદેશની એક મદ્રેસામાં અભ્યાસ કરે છે. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે હિંદુઓ સારા છે કે ખરાબ, ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, તેઓ ખરાબ છે અને તે પાછળનું કારણ એવું આપ્યું કે તેઓ (હિંદુઓ) મૂર્તિપૂજા કરે છે. જે બાદ તેને એમ પણ પૂછવામાં આવ્યું કે મૂર્તિપૂજા સામે શું વાંધો છે? જવાબમાં તે કહે છે કે, તે હરામ છે અને તે મને છે કે જેઓ ‘હરામ’ પ્રવૃત્તિઓ કરતા હોય તે બધા ખરાબ છે. તે આવું મદ્રેસામાંથી શીખ્યો હોવાનું જણાવ્યું હતું.
જે બાદ વિડીયો રેકોર્ડિંગ કરનાર વ્યક્તિ આરિફને તેણે મદ્રેસામાંથી અન્ય શું શિક્ષણ મેળવ્યું હોવાનું પૂછે છે. જેના જવાબમાં આરિફ પોતે જેહાદ વિશે ભણ્યો હોવાનું કહે છે. જ્યારે તેને જેહાદની વ્યાખ્યા પૂછવામાં આવી ત્યારે તેણે કહ્યું કે, જેહાદનો અર્થ બિન-મુસ્લિમો વિરુદ્ધનું યુદ્ધ (કે લડાઈ) થાય છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું મદ્રેસા હુજુર (મદ્રેસામાં ભણાવનાર, શિક્ષક સમકક્ષ) તેને જેહાદ વિશે શીખવે છે? ત્યારે તેણે હકારમાં જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, ઇમામ મેહદી આવશે ત્યારે જેહાદ કરવામાં આવશે.
ઇમામ મેહદી કોણ છે?
બ્રિટાનિકા અનુસાર, મેહદી કે ઇમામ મેહદી એક મસીહા છે જે પૃથ્વી પર ન્યાય અને સમાનતા લાવશે. જોકે, કુરાન કે બંને મહત્વપૂર્ણ હદીસોમાં અલ-બુખારી અને મુસ્લિમ ઈબ્ન-અલ-અજ્જાજમાં મેહદીનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ હદીસના કેટલાક પ્રમાણિત સંકલનોમાં મેહદીનો ઉલ્લેખ જોવા મળે છે.
હિંદુઓ વિરુદ્ધ જેહાદ કરવા બાળકોનું બ્રેનવૉશિંગ
બાંગ્લાદેશી કિશોરનો વાયરલ વિડીયો એક જ ઉદાહરણ નથી, તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયા હતા જેમાં મુસ્લિમ બાળકો હિંદુઓ વિરુદ્ધ નારા લગાવતા અને ઝેર ઓકતા જોવા મળ્યા હતા. બાળકોના થતા સતત બ્રેનવૉશિંગના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અન્ય હિસ્સામાં પણ હિંદુ સમુદાય વિરુદ્ધ નફરતનું પ્રમાણ વધી રહ્યું છે.
જેનું સૌથી તાજું ઉદાહરણ કેરળમાં PFI દ્વારા આયોજિત રેલી છે. આ રેલીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક મુસ્લિમ બાળક અને PFIના અન્ય સભ્યો હિંદુઓ અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ નારા લગાવીને તેમનો અંતિમ સમય આવી ગયો હોવાની ધમકી આપી હતી.
એપ્રિલ 2022માં એક ઇન્સ્ટાગ્રામ લાઈવની ક્લિપ વાયરલ થયો હતો જેમાં ‘ઈન્ફ્લૂએન્સર’ શબનમ અને તેનો મિત્ર નદીમ હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળ્યા હતા. જેમાં નદીમ એવું પણ કહે છે કે જો તેની પાસે AK-47 હોત તો તેણે જાતે જ હિંદુઓને મારી નાંખ્યા હોત.
ફેબ્રુઆરી 2021માં સંભવત: પાકિસ્તાનનો એક 2 મિનિટ લમ્બો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં કેટલાક બાળકો લાકડાની તલવારોથી લડતા જોવા મળ્યા હતા. જેમાં વિડીયો રેકોર્ડિંગ કરતા વ્યક્તિએ તેમને તલવારોથી રમવા પાછળનું કારણ પૂછતાં બાળકોએ કહ્યું હતું કે, તેઓ તેનાથી કાફિરોને મારી નાંખશે. કાફિરોને મારવાથી શું મળશે તેમ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તેનાથી તેમને જન્નત મળશે.
મે 2020માં હાલ પ્રતિબંધિત શૉર્ટ વિડીયો એપ ‘ટિક્ટોક’ પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક મુસ્લિમ છોકરાઓ મુસ્લિમ સિપાઈ હૈદરની પ્રસંશા કરતા ગીત પર અભિનય કરતા જોવા મળ્યા હતા. ગીતના શબ્દો એવા છે કે, ‘ઇલાકા હિલ રહા થા વેહદત કે નારો સે, ઝરા સી દેર મેં મૈદાન ભરા થા કાફિરોં કી લાશોં સે, જબ ચલી હૈદર કી તલવાર.” જેનો અર્થ થાય છે કે, “જ્યારે એક ઈશ્વરના નારાથી જમીન કંપી રહી હતી ત્યારે હૈદરની તલવારે પોતાનું ‘પરાક્રમ’ દેખાડ્યું અને થોડી જ ક્ષણોમાં મેદાન કાફિરોની લાશોથી ભરાઈ ગયું હતું.”