Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએફઆઈની જેમ વીએચપી અને બજરંગદળ પર પણ પ્રતિબંધ મૂકી આંતકી સંગઠન જાહેર...

    પીએફઆઈની જેમ વીએચપી અને બજરંગદળ પર પણ પ્રતિબંધ મૂકી આંતકી સંગઠન જાહેર કરો: મૌલાના તૌકીર રઝા, અગાઉ પણ હિંદુવિરોધી નિવેદન આપી ચૂક્યા છે 

    તૌકીર રઝા પહેલાથી જ વિવાદિત નીવ્દનો કરતા રહ્યા છે, અગાઉ તેમણે બાટલા હાઉસ એકાઉંટરના આંતકીઓને પણ શહીદ ગણાવ્યા હતા.

    - Advertisement -

    હરિયાણામાં બે ગૌ તસ્કરના શબ મળ્યા બાદ ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉંસિલ (Ittihad-e-Millat Council) ચીફ મૌલાના તૌકીર રઝાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેઓ હમેશા નિવેદન આપીને વિવાદમાં જ રહ્યા છે. વધુ એક વિવાદનો મધપુડો છેડતા તેમણે કહ્યું છે કે જો સરકાર પીએફઆઈ પર પ્રતિબંધ મુકે છે તો હિન્દુવાદી સંગઠનો વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ પર પણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. 

    મીડિયા રીપોર્ટ અનુસાર, આઈએમસી ચીફ મૌલાના તૌકીર રઝાએ કહ્યું હતું કે “ભીવાનીમાં 16 ફેબ્રુઆરીના રોજ બનેલી ઘટનામાં અમે ચુપ હતા. અમારા બાળકો પર ખોટો આરોપ મૂકી તેમને બદનામ કરી, તેની હત્યા કરી દેવામાં આવી. પાછા આરોપીઓના સમર્થનમાં મહાપંચાયતનું આયોજન પણ થઇ રહ્યું છે. આવું જ રહ્યું તો હત્યા અને મોબલીન્ચિંગ સામાન્ય બાબત થઇ જશે.”

    વધુમાં તેમણે ઉમેર્યું હતું કે “આ રીતે સમર્થન મળતું રહ્યું તો હિંદુ સમાજમાં ખોટો સંદેશો જશે. અસામાજિક તત્વો પણ સમાજના હીરો બની જશે.” આટલે જ નહિ અટકતા તેમણે કહ્યું કે “વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકીને તેને આંતકી સંગઠન જાહેર કરી દેવા જોઈએ.”

    - Advertisement -

    આ પહેલી વાર નથી કે તૌકીર રઝાએ વિવાદિત નિવેદન આપ્યું હોય, આગાઉ ઘણીવાર વિવિધ વિષયો પર ભડકાઉ નિવેદનો આપ્યા છે. દિલ્લી જહાંગીરપૂરીમાં ડીમોલેશન થઇ રહ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે “જો મુસ્લિમો આંદોલન માટે રસ્તા પર આવશે તો હિંદુઓને છુપાઈ જવાની જગ્યા નહીં મળે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે.” ત્યાર બાદ તેઓ ઔરંગજેબને સૌથી મોટો નેશનલ હીરો ગણાવી ચુક્યા છે. આ ઉપરાંત બાટલા હાઉસ એકાઉંટર મામલે ફરીથી તપાસ કરવા અપીલ કરી ચુક્યા છે. તેમણે એ પણ કહ્યું હતું કે મારનાર આંતકીઓ ન હતા, પરંતુ તેમને શહીદોનો દરજ્જો આપવો જોઈએ. 

    આ એજ તૌકીર રઝા છે, જેમણે ન્યુઝ 18 ચેનલના એક ચાલુ કાર્યક્રમમાં એન્કર અમન ચોપડાને ધમકીઓ આપી હતી. જ્યારે શોમાં અમન ચોપરા દ્વારા તૌકીર રઝાના જુના નિવેદનો પર સવાલ ઉઠાવવામાં આવ્યા, ત્યારે રઝા ગુસ્સામાં લાલઘૂમ થઇને બોલ્યા હતા કે તમે મારી સાથે તમીઝથી વાત કરો નહીં તો તમારું મોઢું તોડી મુકીશ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં