હરિયાણાના ફરીદાબાદમાં બજરંગ દળ સાથે જોડાયેલા બે કાર્યકરો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એકનું મૃત્યુ થયું છે. અન્ય એક પીડિત શિવમ ગંભીર રીતે ઘાયલ છે. જેની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મૃતકની ઓળખ આલોક તરીકે થઈ છે. પોલીસે યામીન, રાજા અને ગુગા નામના શખ્સો વિરુદ્ધ FIR નોંધી છે. આ ઘટના શનિવારે (9 સપ્ટેમ્બર, 2023) બની હતી.
FIR અનુસાર, આ ઘટના ફરીદાબાદના પલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મૂળ બિહારના મધુબની જિલ્લાના નિવાસી નવીન કુમાર ચૌધરીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. નવીન કુમાર હાલમાં દિલ્હીના જેતપુરમાં ભાડાના મકાનમાં રહે છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, 9 સપ્ટેમ્બરના રોજ રાત્રિના લગભગ 1 વાગ્યાના સમયે તેમના સૌથી નાના 21 વર્ષના પુત્ર આલોકને છરાના ઘા માર્યા હોવાની માહિતી તેમને મળી હતી. સાથે જ શિવમ નામના અન્ય એક વ્યક્તિને પણ નિર્દયતાથી માર માર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આલોકના મિત્ર રાહુલ નેગીએ આ હુમલા માટે યામીન, ગુગા અને રાજાને જવાબદાર ઠેરવ્યા છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.
આ માહિતી બાદ આલોકના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. લગભગ 3 કલાક પછી ઘાયલ આલોક તેના પરિવારજનોને હરિયાણાના પંચશીલ કોલોનીના એક પાર્કમાં ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. પરિવારજનોએ તેને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો. સારવાર દરમિયાન જ આલોકનું મોત થયું હતું.
પોલીસે IPCની કલમ 302 અને 34 હેઠળ આ કેસ નોંધ્યો છે. પોલીસ આરોપીઓનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની પણ જાહેરાત કરી છે. ફરાર આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો તૈયાર કરવામાં આવી છે.
आरोपी राजा, गुगा और यामिन के खिलाफ थाना पल्ला में 302 का मुकदमा दर्ज
— People’s Police – Faridabad Police (@FBDPolice) September 9, 2023
क्राइम ब्रांच की 4 टीम आरोपियों की धर पकड़ में लगाई गई है
आरोपियों को जल्द गिरफ्तार किया जाएगा। फास्ट ट्रैक कोर्ट में कैसे चलकर आरोपियों को सख्त सजा दिलवाई जाएगी
आरोपी और मृतक पड़ोसी हैं एक दूसरे को जानते… https://t.co/X3uHOctJoA
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શિવમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની હાલત ચિંતાજનક હોવાનું પણ જણાવાયું છે. હરિયાણાના બજરંગ દળના પદાધિકારી લલિત ભાટીએ આલોકની હત્યા મામલે ઑપઇન્ડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, આલોક અને શિવમ લવ જેહાદ વિરુદ્ધ કામ કરતા હતા. થોડા સમય પહેલાં જ તેમણે એક હિંદુ યુવતીને લવ જેહાદથી બચાવી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે હત્યાના કારણોની તપાસ કરી રહી છે