Sunday, October 13, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદના મેમનગરમાં ઈરફાન શીખવાડતો હતો ગરબા, બજરંગ દળે ચેતવણી આપી કર્યો ઘરભેગો:...

    અમદાવાદના મેમનગરમાં ઈરફાન શીખવાડતો હતો ગરબા, બજરંગ દળે ચેતવણી આપી કર્યો ઘરભેગો: અગાઉ સુરતમાં નામ બદલીને ગરબા ટ્રેનર બનેલા મોહમ્મદ ઇશાકની થઈ હતી અટકાયત

    બજરંગ દળના જણાવ્યા અનુસાર હોટલો, જીમ, ગરબા ક્લાસ જેવા સ્થળો જેહાદીઓ માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે. તેઓ આ પ્રકારની જગ્યાઓમાં જઈને હિંદુ નામ રાખીને કે અન્ય કોઈ રીતે લવ જેહાદ જેવી ઘટનાઓ આચરતા હોય છે.

    - Advertisement -

    થોડા દિવસો અગાઉ સુરતમાં મોહમ્મદ ઇશાક નામના મુસ્લિમ યુવકે હિંદુ નામ રાખી ગરબા ક્લાસ ચલાવવાના મુદ્દે ભારે હોબાળો થયો હતો. તેવામાં હવે અમદાવાદના મેમનગરના ગરબા ક્લાસમાં ઈરફાન નામનો મુસ્લિમ યુવક ટ્રેનર હોવાનું બજરંગ દળને ધ્યાને આવતા તેનો વિરોધ કરી ઈરફાનને આવતો બંધ કરાવડાવ્યો હોવાની માહિતી મળી રહી છે. ઈરફાન મેમનગરમાં આવેલા R3 મોલમાં એક હોલમાં ગરબા ક્લાસમાં હિંદુ યુવક-યુવતીઓને ગરબા શીખવાડતો હતો.

    બજરંગ દળ મુજબ છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના વધતા કિસ્સાઓને ધ્યાને રાખીને આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકારની ઘટનાઓ ન ઘટે તે માટે સંગઠને વિસ્તારના અનેક ગરબા ક્લાસોમાં સંચાલકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે અમદાવાદના એક વિસ્તાર મેમનગરના ગરબા ક્લાસમાં ઈરફાન નામનો મુસ્લિમ યુવક ટ્રેનર છે. આ માહિતી મળતા જ બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને ક્લાસના સંચાલક સાથે વાત કરીને ચેતવણીના સૂરમાં ઈરફાનને ક્લાસમાં ન આવવા દેવા કહ્યું હતું.

    બજરંગ દળની ચેતવણી બાદ ઈરફાનને ક્લાસમાંથી રવાના કરી દેવામાં આવ્યો હતો. બજરંગ દળના જણાવ્યા અનુસાર હોટલો, જીમ, ગરબા ક્લાસ જેવા સ્થળો જેહાદીઓ માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે. તેઓ આ પ્રકારની જગ્યાઓમાં જઈને હિંદુ નામ રાખીને કે અન્ય કોઈ રીતે લવ જેહાદ જેવી ઘટનાઓ આચરતા હોય છે. હમણાંથી આ પ્રકારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, જેથી હિંદુ બહેન-દીકરીઓની રક્ષા માટે કટિબદ્ધ બજરંગ દળ સહિતના સંગઠનો દ્વારા આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ઑપઇન્ડિયા પાસે અમુક વિડીયો પણ ઉપલબ્ધ છે, જેની પુષ્ટિ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ કરી છે.

    - Advertisement -

    આ પહેલા સુરતમાં મોહમ્મદ ઇશાક નામ બદલી આકાશ પનઘટ બની ગરબા શીખવાડી રહ્યો હતો

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં સુરત શહેરના બજરંગ દળ કાર્યકર્તાઓએ અડાજણ વિસ્તારમાં ‘પનઘટ ગરબા ક્લાસ’ના નામે ચાલતા ગરબાના એક ક્લાસમાં હોબાળો મચાવ્યો હતો. અહીં હિંદુ યુવક-યુવતીઓને ગરબા શીખવવા માટે એક મુસ્લિમ યુવકને ટ્રેનર તરીકે રાખવામાં આવ્યો હતો. આ મોહમ્મદ ઇશાક (ક્યાંક ઈર્શાદ નામ જણાવાઈ રહ્યું છે) નામના વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોતાનું નામ ‘આકાશ પનઘટ’ રાખ્યું હતું. જે બાબત તેણે પોતે પણ સ્વીકારી હતી.

    આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર હિંદુ આઈડી બનાવીને ગરબા શીખવવા આવતો હોવાની જાણ થતાં જ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ વિફર્યા હતા અને તાત્કાલિક તેને હટાવવા માટે સંચાલકોને જણાવ્યું હતું. સંચાલકોએ શરૂઆતમાં આનાકાની કર્યા બાદ નમતું મૂકીને માફી માંગી લીધી હતી અને ફરી આ યુવકને બોલાવવામાં નહીં આવે તેવી બાહેંધરી આપી હતી. જોકે, પછીથી બજરંગ દળે પોલીસને અરજી આપતાં બંનેની અટકાયત કરવામાં આવી હતી.

    ગત વર્ષે પણ નવરાત્રી દરમિયાન હિંદુ સંગઠનો એક્શનમાં જોવા મળ્યા હતા

    ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ અમદાવાદમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ એસ જી હાઇવે અને એસ પી રિંગરોડ પરના 3 પાર્ટી પ્લોટ્સ પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ગરબામાં પ્રવેશ કરવા માંગતા મુસ્લિમ યુવાન સાથે તેમનું ઘર્ષણ પણ થયું હતું.

    આ સરપ્રાઈઝ ચેકીંગ એસકે ફાર્મ અને આરકે ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંગઠનોએ પાર્ટી પ્લોટ્સના ગેટ આગળ ઉભા રહીને લોકોને ‘લવ જેહાદ’ વિષે માહિતી આપી હતી અને પ્રવેશ કરવા ઇચ્છતા દરેક યુવાનને તિલક કરીને પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે જ સંગઠનોએ ખેલૈયાઓના ઓળખપત્રો પણ તપાસ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં