Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતસુરત: ગરબા ક્લાસ વિવાદમાં મુસ્લિમ ટ્રેનર અને સંચાલકની અટકાયત, સોશિયલ મીડિયા પર...

    સુરત: ગરબા ક્લાસ વિવાદમાં મુસ્લિમ ટ્રેનર અને સંચાલકની અટકાયત, સોશિયલ મીડિયા પર રાખ્યું હતું હિંદુ નામ, ક્લાસની બહાર લગાવ્યું હતું બોર્ડ- વિધર્મીઓને પ્રવેશવાની મનાઈ!

    ઑપઇન્ડિયાએ વધુ વિગતો માટે અડાજણ પોલીસ મથકનો સંપર્ક કરતાં આ બાબતની પુષ્ટિ થઇ હતી.

    - Advertisement -

    સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ચાલતા એક ગરબા ક્લાસમાં બહાર ‘વિધર્મીને પ્રવેશ નહીં’નું બોર્ડ લગાવીને અંદર મુસ્લિમ યુવકને ટ્રેનિંગ માટે રાખવામાં આવતાં બજરંગ દળે વિરોધ નોંધાવ્યો હતો. હિંદુ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગીને ફરી આવું નહીં થાય તેની બાહેંધરી આપી હતી તો બીજી તરફ કાર્યકર્તાઓએ અડાજણ પોલીસ મથકે એક અરજી આપી હતી, જેના આધારે પોલીસે મુસ્લિમ યુવક અને ક્લાસ સંચાલકની અટકાયત કરી લીધી હતી. 

    બજરંગ દળે અરજી આપ્યા બાદ અડાજણ પોલીસે ક્લાસ સંચાલક અને મુસ્લિમ યુવક બંનેની અટકાયત કરી લીધી હતી. ઑપઇન્ડિયાએ વધુ વિગતો માટે અડાજણ પોલીસ મથકનો સંપર્ક કરતાં આ બાબતની પુષ્ટિ થઇ હતી. પોલીસે જણાવ્યું કે, અરજી મળ્યા બાદ તાત્કાલિક પગલાં લઈને બંનેની અટકાયત કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જામીન આપવામાં આવ્યા હતા. ગરબા ક્લાસ સંચાલકે માફી પણ લખી આપી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. 

    શું છે મામલો? 

    બે દિવસ પહેલાં સુરત શહેરના બજરંગ દળ કાર્યકર્તાઓએ અડાજણ વિસ્તારમાં ‘પનઘટ ગરબા ક્લાસ’ના નામે ચાલતા ગરબાના એક વર્ગોમાં હોબાળો મચાવ્યો હતો. અહીં હિંદુ યુવક-યુવતીઓને ગરબા શીખવવા માટે એક મુસ્લિમ યુવકને ટ્રેનર તરીકે રાખવામાં આવ્યો હતો. આ મોહમ્મદ ઇશાક (ક્યાંક ઈર્શાદ નામ જણાવાઈ રહ્યું છે) નામના વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોતાનું નામ ‘આકાશ પનઘટ’ રાખ્યું હતું. જે બાબત તે પોતે પણ સ્વીકારતો જોવા મળે છે. શખ્સ સોશિયલ મીડિયા પર હિંદુ આઈડી બનાવીને ગરબા શીખવવા આવતો હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ વિફર્યા હતા અને તાત્કાલિક તેને હટાવવા માટે સંચાલકોને જણાવ્યું હતું. સંચાલકોએ શરૂઆતમાં આનાકાની કર્યા બાદ નમતું મૂકીને માફી માંગી લીધી હતી અને ફરી આ યુવકને બોલાવવામાં નહીં આવે તેવી બાહેંધરી આપી હતી. જોકે, પછીથી બજરંગ દળે પોલીસને અરજી આપતાં બેની અટકાયત કરવામાં આવી હતી.

    - Advertisement -

    નોંધનીય છે કે જે ગરબા ક્લાસમાં મુસ્લિમ યુવક ટ્રેનર તરીકે જતો હતો તેની બહાર સંચાલકોએ એક બોર્ડ પણ લગાવ્યું હતું અને જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘પોલીસ કમિશનરના નિયમ અનુસાર ગરબા ક્લાસ દરમિયાન કોઈ પણ વિધર્મી યુવક અને યુવતીઓને પ્રવેશવાની સખ્ત મનાઈ છે.’ પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત કમિશનરે આવું કોઈ જાહેરનામું કે આદેશ બહાર પાડ્યા નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં