થોડા સમય અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી રાજકોટની એક યુવતી પર અમદાવાદના ઝુબીન ખાને પાશવી બળાત્કાર ગુજાર્યો હતો, આરોપી ઝુબીન ખાનને ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવી મુસ્લિમ ધર્મના અન્ય પુસ્તકો સહીત કુરાન વાંચવા દબાણ કર્યું હતું અને ઝુબીન ખાન પરણિત હોવા છતા લગ્નની લાલચ આપી હતી. આરોપીએ ધરપકડ બાદ જમીન અરજી મુકતા કોર્ટે કડકાઈથી રાજકોટની યુવતી પર બળાત્કાર કરનાર ઝુબીન ખાનની જામીન અરજી રદ્દ કરી નાંખી હતી.
અહેવાલો અનુસાર ફરિયાદી પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે કડકાઈથી રાજકોટની યુવતી પર બળાત્કાર કરનાર ઝુબીન ખાનની જામીન અરજી રદ્દ કરી નાંખી હતી. વકીલે દલીલ કરી હતી કે, ઝુબીને વર્ષ 2021માં રાજકોટની ગેલેરીયા હોટલમાં બોલાવી યુવતી પર બળજબરીથી દુષ્કર્મ આચરેલું અને ફોટા વિડીયો ઉતારી પરિવારના સભ્યોને મોકલવા ધમકી આપી હતી. તેણે અન્ય એક હિન્દુ યુવતિ સાથે પણ લગ્ન કર્યા છે. જે પછી બીજી યુવતિ સાથે પણ સંબંધ છે તેનું ગુનાહીત માનસ હોવાનું સાબિત થાય છે.
વકીલે આપેલી આ દલીલ બાદ કોર્ટે મુદ્દાઓ ધ્યાને લઈને આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.
ઝુબીનખાન પઠાણ સાથે ‘નિર્દોષ’ મિત્રતા કરવી ભારે પડી
નોંધનીય છે કે થોડા સમય પહેલાં રાજકોટ રહેતી હિંદુ યુવતી પર ઝુબીનખાન પઠાણે બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી હતી. રાજકોટમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હિંદુ યુવતીને તેના ભૂતકાળના મુસ્લિમ સહકર્મી ઝુબીન ખાન પઠાણ સાથે ‘નિર્દોષ’ મિત્રતા કરવી એ હદે ભારે પડી હતી કે ઉજ્જવળ ભવિષ્યના સપના જોતી તેની આંખો સામે અંધારું છવાઈ ગયું હતું.
મળતા અહેવાલો મુજબ રાજકોટ ખાતે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલી હિંદુ યુવતી પર ઝુબીનખાન પઠાણે બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ ખાતે નોંધવામાં આવી હતી. જેમાં રાજકોટમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી મૂળ જામનગર પંથકની યુવતી થોડા સમય પહેલા અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરવા આવી ત્યારે તે મુસ્લિમ સહકર્મી ઝુબીન શમીમ ખાન પઠાણના સંપર્કમાં આવી હતી. જે બાદ બંને સામાન્ય મિત્રો બન્યા હતા. બાદમાં અવાર વાર અમે ફોન પર વાતચીત કરતા હતા અને અવાર નવાર ઝુબીન રાજકોટ ખાતે આવતો હતો. ત્યારે ઝુબીન પીડિતાને વાતોમાં ભોળવી 150 ફુટ રીંગ રોડ પર ગેલેરીયા હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતી સાથે તેની મરજી વિરૂદ્ધ સંબંધ બાંધી મોબાઈલ ફોનમાં યુવતીના ફોટા તેમજ વીડિયો બનાવી લીધા હતા લીધા હતા.