Saturday, April 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજકોટ રહેતી હિંદુ યુવતીને સહકર્મી ઝુબીન ખાન પઠાણ સાથે 'નિર્દોષ' મિત્રતા કરવી...

    રાજકોટ રહેતી હિંદુ યુવતીને સહકર્મી ઝુબીન ખાન પઠાણ સાથે ‘નિર્દોષ’ મિત્રતા કરવી ભારે પડી; હોટલમાં લઈ જઈ આબરૂ લૂંટીને વિડીયો બનાવ્યા

    ઝુબીન પીડિતાને વાતોમાં ભોળવી 150 ફુટ રીંગ રોડ પર ગેલેરીયા હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતિ સાથે તેની મરજી વિરૂદ્ધ સંબંધ બાંધી મોબાઈલ ફોનમાં યુવતીના ફોટા તેમજ વીડિયો બનાવી લીધા હતા લીધા હતા.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી હિંદુ મહિલાઓ યુવતીઓ પર થતા અત્યાચારોની ખબરો વધી ગઈ છે, દેશ ભરમાં હિંદુ દીકરીઓ સાથે લવ જેહાદ, ધર્માંતરણ અને પ્રતાડનાઓની ઘટનાઓ સતત વધતી જી રહી છે, તેવામાં રાજકોટ રહેતી હિંદુ યુવતી પર ઝુબીનખાન પઠાણે બળાત્કાર કર્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. રાજકોટમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હિંદુ યુવતીને તેના ભૂતકાળના મુસ્લિમ સહકર્મી ઝુબીનખાન પઠાણ સાથે “નિર્દોષ” મિત્રતા કરવી એ હદે ભારે પડી છે કે ઉજ્જવળ ભવિષ્યના સપના જોતી તેની આંખો સામે અંધારું છવાઈ ગયું છે.

    મળતા અહેવાલો મુજબ રાજકોટ ખાતે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલી હિંદુ યુવતી પર ઝુબીનખાન પઠાણે બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ ખાતે નોંધવામાં આવી છે. જેમાં રાજકોટમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી મૂળ જામનગર પંથકની યુવતી થોડા સમય પહેલા અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરવા આવી ત્યારે તે મુસ્લિમ સહકર્મી ઝુબીન શમીમખાન પઠાણના સંપર્કમાં આવી હતી. જે બાદ બંને સામાન્ય મિત્રો બન્યા હતા.

    મિત્ર હોવાથી ફોન પર વાતચીત થતી

    યુવતિએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, “વર્ષ 2018 મા યુવતિ જ્યારે અમદાવાદ ખાતે નોકરી કરતી હતી. અમદાવાદ ખાતે ચાર-પાંચ મહિના સુધી અમે સાથે નોકરી કરી હતી. જેથી યુવતિને ઝુબીન શમીમખાન પઠાણ સાથે નિર્દોષ મિત્રતા હતી. ત્યાર બાદ યુવતિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે અમદાવાદથી રાજકોટ આવી ગઈ હતી. ઝુબીન સાથે મિત્રતા હોવાથી અવારનવાર યુવતિને તેની સાથે ફોન પર વાતચીત થતી હતી અને તેઓ એનેક વાર મિત્રોના ગ્રુપ સર્કલમાં ફરવા પણ જતા હતા.

    - Advertisement -

    રાજકોટની હોટલમાં બળાત્કાર

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર યુવતિએ જણાવ્યું હતું કે માર્ચ 2019 માં યુવતિએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું અને રાજકોટ આવી ગઈ હતી અને રાજકોટ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હોવાથી આરોપી ઝુબીન સાથે સામાન્ય મિત્રતા હતી. જેથી અવાર નવાર અમે ફોન પર વાતચીત કરતા હતા અને અવાર નવાર ઝુબીન રાજકોટ ખાતે આવતો હતો. ત્યારે ઝુબીન પીડિતાને વાતોમાં ભોળવી 150 ફુટ રીંગ રોડ પર ગેલેરીયા હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતિ સાથે તેની મરજી વિરૂદ્ધ સંબંધ બાંધી મોબાઈલ ફોનમાં યુવતીના ફોટા તેમજ વીડિયો બનાવી લીધા હતા લીધા હતા.

    ફોટો-વીડિયોના નામે બ્લેકમેલ

    યુવતીએ આગળ જણાવ્યું હતું કે તેણે બાદમાં ઝુબીન વિશે તપાસ કરતાં ખબર પડી હતી કે તે અમદાવાદ જુહાપુરામાં અલસાગર એપાર્ટમેન્‍ટ ડી-2માં રહે છે. એ પછી પીડિતાએ તેની સાથે ફોનમાં વાત કરવાનું ઓછું કરી નાખ્‍યું હતું, પણ તે છેલ્લા પાંચ-છ મહિનાથી મને અવારનવાર મેસેજ કરી ફોન કરી ફોટાઓ વાઇરલ કરી દેવાની અને પરિવારને ફોટા વીડિયો મોકલી દઇશ એવી ધમકી આપી હેરાન કરતો હતો. આ પછી પીડિતાએ તેના ભાઈને વાત કરતાં તેણે હિંમત આપી હતી. સામાજિક કારણસર યુવતીએ આજ સુધી ફરિયાદ કરી નહોતી, પરંતુ ઝુબીન તરફથી ધમકી ચાલુ જ રહી હોવાથી તે અંતે ફરિયાદ કરવા પહોંચી હતી.

    પોલીસે ભોગ બનનારી મૂળ જામનગર પંથકની વતની 30 વર્ષીય યુવતીની ફરિયાદને આધારે અમદાવાદ જુહાપુરામાં અલસાગર એપાર્ટમેનટ ડી-2માં રહેતા ઝુબીન શમીમખાન પઠાણ વિરુદ્ધ આઇપીસી 376, 506 મુજબ બળાત્‍કાર ગુજારી શરીર સંબંધ બાંધ્‍યાના ફોટા વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી તેમજ તેના પરિવારને આ ફોટા-વીડિયો મોકલી દેશે એવી ધમકી આપ્‍યાનો ગુનો નોંધ્‍યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં