બહરાઈચ હિંસા (Bahraich Violence) દરમિયાન થયેલી રામગોપાલ મિશ્રાની હત્યાના કેસમાં (Ram Gopal Mishra Murder Case) એક નવા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, રામગોપાલ હત્યાકાંડ મામલે પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી (Two more accused arrested) છે. તેમની ઓળખ નનકઉ અને મારૂફ તરીકે થઈ છે. નોંધવા જેવું છે કે, રામગોપાલ હત્યા કેસમાં 6 લોકોના નામ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાંથી સરફરાઝ અને તાલિબની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મારૂફ અને નનકઉ બંનેની હવે ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ બે આરોપીઓ ફરાર છે.
માહિતી અનુસાર, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ કમલશંકર ચતુર્વેદીએ જણાવ્યું છે કે, રામગોપાલ હત્યા કેસના આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે, હિંસા મામલે જ્યાં અગાઉ 113 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, તેમાં હવે આંકડો વધીને 115 સુધી પહોંચ્યો છે. એટલે કે હિંસા કેસમાં કુલ 115 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
#SPBahraich के कुशल निर्देशन में,
— BAHRAICH POLICE (@bahraichpolice) October 27, 2024
थाना हरदी पुलिस द्वारा धारा 191(2)/191(3)/190/326 जी/324(4)/324 (5)/121/132/309(4) BNS एवं धारा 7 दंड विधि (संशोधन) अधिनियम-1932 में कस्बा महराजगंज में आगजनी करने वाले 02 नफर अभियुक्तगण को किया गया गिरफ्तार#Uppolice#bahraichpolice pic.twitter.com/syO4eGJ6X6
નોંધનીય છે કે, 13 ઑક્ટોબરે બહરાઈચના મહારાજગંજમાં દુર્ગા વિસર્જન શોભાયાત્રા દરમિયાન ઇસ્લામી કટ્ટરપંથીઓના પથ્થરમારા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા દરમિયાન ઇસ્લામી ટોળાંએ રામગોપાલ મિશ્રાને પોતાના ઘરમાં ખેંચી લઈને તેમની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. તેમનો મૃતદેહ લેવા આવેલા લોકો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
ઘટના બાદ તરત જ પ્રશાસને સુરક્ષાને ધ્યાને રાખીને ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. પરંતુ, ઈન્ટરનેટ સેવા ફરી શરૂ થયા બાદ તરત જ રામગોપાલની હત્યાના વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા હતા. જેમાં રામગોપાલની હત્યા કરતાં લોકો પણ જોવા મળી રહ્યા હતા. બાદમાં પોલીસે વિડીયો દ્વારા તે આરોપીઓની ધરપકડ પણ કરી હતી. હાલ હજુ પણ બે આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત બહરાઈચના સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે, મસ્જિદમાંથી એલાન થયા બાદ ઇસ્લામી ટોળાં એકઠા થઈ ગયા અને હિંદુઓ પર હુમલો કરી દીધો હતો. વારંવાર મસ્જિદમાંથી એલાન થયા હોવાનું કહેવાય રહ્યું છે. અનેકો પ્રત્યક્ષદર્શીઓએ આ દાવાનું પુનરાવર્તન કર્યું છે, પરંતુ તેમ છતાં બહરાઈચ પોલીસ આ તમામ દાવાને ફગાવી રહી છે અને કહી રહી છે કે, મસ્જિદમાંથી કોઈ એલાન કરવામાં આવ્યું નહોતું.