13 ઓક્ટોબર, 2024ના રોજ બહરાઈચ ખાતે મહારાજગંજમાં દુર્ગા વિસર્જન યાત્રા (Attack on Durga Visarjan Yatra) પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસા દરમિયાન રામગોપાલ મિશ્રાની હત્યા (Ramgopal Mishra Murder) કરવામાં આવી હતી. 70 વર્ષીય વિનોદ મિશ્રા અને દિવ્યાંગ સત્યવાન મિશ્રા પણ બહરાઈચ હુમલામાં (Bahraich Violence) ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોમાં સામેલ હતા.
આ હુમલાના પ્રત્યક્ષદર્શી રહેલા વિનોદ મિશ્રાએ દાવો કર્યો હતો કે મુસ્લિમ ટોળાને મસ્જિદમાંથી ઉશ્કેરવામાં આવ્યું હતું. ત્યારપછી મુસ્લિમ ટોળાએ હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. બહરાઈચ પોલીસે સોશિયલ મીડિયા પર તેમના દાવાને ‘ભ્રામક’ ગણાવ્યો હતો. હવે આવો જ દાવો દિવ્યાંગ સત્યવાન દ્વારા કરવામાં આવ્યો છે.
ઑપઇન્ડિયા સાથે વાત કરતા, તેમણે કહ્યું કે તે દિવસે મસ્જિદમાંથી એક જાહેરાત કરવામાં આવી હતી કે “જે હિંદુ જ્યાં પણ મળે, એને કાપી નાખો.” તેણે કહ્યું કે આ જાહેરાત બાદ મુસ્લિમોના ટોળાએ અબ્દુલ હમીદના ઘરની સામે હાજર હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કટ્ટરપંથી ભીડમાંના લોકો કહી રહ્યા હતા, “હિંદુઓ અહીંથી ભાગો નહીં તો ગોળીઓ ધરબી દઈશું.”
દિવ્યાંગ સત્યવાન પર પણ તૂટી પડ્યું હતું મુસ્લિમ ટોળું
સત્યવાન મિશ્રા જન્મથી જ 80%થી વધુ શારીરિક રીતે દિવ્યાંગ છે. ઑપઇન્ડિયા સત્યવાન મિશ્રાના ઘરે પહોંચ્યું અને તેમની સાથે વાતચીત કરી હતી. બાળપણથી જ સત્યવાન બંને પગ અને એક હાથથી દિવ્યાંગ છે. તે વ્હીલ ચેર દ્વારા ચાલે છે. તેઓ વ્હીલ ચેરને દૂર સુધી ધકેલવામાં પણ સક્ષમ નથી કારણ કે તેને ખસેડવા માટે માત્ર તેમનો એક જ હાથ કામ કરતો હોય છે. બહરાઈચ હિંસાના દિવસે સત્યવાન મિશ્રા માતા દુર્ગાની વિસર્જન યાત્રામાં એ જ પ્રતિમા પાસેની ટ્રોલીમાં બેઠા હતા, જેના પર હુમલાખોરોએ પથ્થરમારો કર્યો હતો.. તે એક હાથે ભક્તોને પ્રસાદ વહેંચીને તિલક લગાવી રહ્યા હતા.
હાલ પણ ભયથી ધ્રુજી રહ્યા છે સત્યવાન
જ્યારે ઑપઇન્ડિયાની ટીમ લગભગ 50 વર્ષીય સત્યવાનના ગામમાં પહોંચી ત્યારે તેઓ તેમના ઘરની બહાર એક ખાટલા પર સુતા જોવા મળ્યો હતો. જીવનભર અપરિણીત રહેલા સત્યવાન મિશ્રાના ચહેરા પર ઊંડા ઘા હતા. તેમનું શરીર ધ્રૂજી રહ્યું હતું. તેમની આંખોમાં ભય સ્પષ્ટ જોઈ શકાતો હતો. તીક્ષ્ણ હથિયાર વડે હોઠની નીચેના ભાગમાં ઘાયલ થયેલ સત્યવાન સ્પષ્ટ બોલવામાં પણ અસમર્થ હતા. આ ઘટનાને યાદ કરતી વખતે તેઓ રોઈ પડ્યા. તેમણે અમને તેમની પીઠ બતાવી જે કાળી પડી ગઈ હતી.
પોતાની જાતને સાંભળ્યા બાદ થોડા સમય પછી સત્યવાને અમને જણાવ્યું કે તે છેલ્લા 25 વર્ષથી માતા દુર્ગાની વિસર્જન યાત્રામાં શ્રદ્ધાળુઓને પ્રસાદ વહેંચીને તિલક લગાવે છે. તેમનો દાવો છે કે ઘટનાના દિવસે તેમની ટ્રોલી સાથે ચાલી રહેલા ડીજેને અબ્દુલ હમીદના ઘરે અટકાવી દેવામાં આવ્યું હતું. અબ્દુલનો દીકરો સરફરાઝ બધાને ગાળો બોલીને ડીજે બંધ કરવા મંડ્યો હતો. જ્યારે ભક્તોએ ના પાડી ત્યારે સરફરાઝે ડીજેનો વાયર ખેંચી લીધો. હિંદુઓએ આ બાબતનો વિરોધ કરતા જ અબ્દુલના ઘર પરથી પથ્થરમારો શરૂ થઇ ગયો હતો.
અબ્દુલે પુત્રની ભૂલ માની લીધી હોત તો વિવાદ ન થાત
સત્યવાન મિશ્રા વધુમાં જણાવે છે કે પથ્થરમારાને કારણે મા દુર્ગાની મૂર્તિનો હાથ તૂટી ગયો હતો. આ પછી હિંદુ સમુદાયના લોકો ત્યાં ધરણા પર બેસીને સરફરાઝ સામે કાર્યવાહીની માંગ કરવા લાગ્યા. આ અંધાધૂંધીમાં અબ્દુલ હમીદ પણ બહાર આવ્યો હતો. ભક્તોમાંના વડીલો એવી માંગ કરી રહ્યા હતા કે અબ્દુલ હમીદે પોતાના પુત્રની ભૂલ સ્વીકારીને તેને ઠપકો આપવો જોઈએ. જોકે અબ્દુલ હમીદ આ માટે તૈયાર ન થયો. ઉલટું તે તેના પુત્રના કૃત્યોને વાજબી ઠેરવતો રહ્યો.
સત્યવાને અમને આગળ જણાવ્યું કે જ્યારે અબ્દુલે પ્રતિમા પરના હુમલાને યોગ્ય ઠેરવ્યો, ત્યારે મા દુર્ગાના ભક્તોએ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા અને પોલીસને સરફરાઝની ધરપકડ કરવાની માંગ કરવા લાગ્યા. આ અંગે પોલીસનું વલણ પણ સારું ન હતું પોલીસ સરફરાઝની ધરપકડ કરવા કે માફી મંગાવવા પણ તૈયાર નહોતી. આ મામલે વિસર્જન યાત્રામાં સામેલ કેટલાક ભક્તો ગુસ્સે થઈ ગયા હતા, જેમાં રામગોપાલ મિશ્રા પણ સામેલ હતા. તેઓ અબ્દુલ હમીદની છત પર પહોંચ્યા અને લીલો ઝંડો હટાવીને ભગવો ધ્વજ લહેરાવી દીધો.
પોલીસે માત્ર હિંદુઓને જ માર્યા
બહરાઈચ હિંસામાં ગંભીર રીતે ઘાયલ થયેલ દિવ્યાંગ સત્યવાને અમને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચેના સંઘર્ષ બાદ પોલીસે માત્ર હિંદુઓ પર જ જોર અજમાવ્યું. પોલીસે મા દુર્ગાના ભક્તો પર લાઠીચાર્જ શરૂ કર્યો અને તેમનો પીછો કરીને તેમને દૂર સુધી લઇ ગઈ. પોલીસના લાઠીચાર્જને કારણે વિખેરાયેલા હિંદુઓને હિંસક ટોળાએ નિર્દયતાથી માર માર્યો હતો. સત્યવાન એવો પણ આરોપ લગાવે છે કે બહરાઈચ પોલીસનો સંપૂર્ણ લાઠીચાર્જ માત્ર હિંદુઓ પર જ થયો હતો અને ખાખીવાળાઓએ હુમલો કરી રહેલા મુસ્લિમ ટોળાને સંપૂર્ણપણે અવગણ્યું હતું.
સત્યવાનના જણાવ્યા મુજબ, તેમને ખૂબ લોહી નીકળવા લાગ્યું અને તેઓ ધીમે ધીમે બેભાન થઈ ગયા. તેમના પર હુમલો કરનારાઓમાં કલ્લુનો પુત્ર લલ્લુ અને મુન્ના કબાડી વગેરેનો સમાવેશ થાય છે. સત્યવાને હુમલાખોરોના હાથમાં તલવાર, છરી અને પિસ્તોલ વગેરે હોવાનો પણ દાવો કર્યો હતો. સત્યવાનને હજી સુધી ખબર નથી કે તેમને ઘટના સ્થળેથી કોણ અને ક્યારે ઉપાડીને હોસ્પિટલ લઇ ગયું. હોસ્પિટલમાં તેમની હાલત અત્યંત ગંભીર હતી. આખરે, લખનૌ રીફર કર્યા પછી ત્યાંના ટ્રોમા સેન્ટરમાં કોઈક રીતે સત્યવાનનો જીવ બચી ગયો. સત્યવાને અંતે કહ્યું, “અમે હિંદુ છીએ. અમને એટલા માટે માર્યા કારણ કે અમે હિંદુ હતા.”
ઑપઇન્ડિયા પાસે એ વિડીયો પણ છે જેમાં સત્યવાન મિશ્રાને સરકારી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સત્યવાનનો ચહેરો લોહીથી ખરડાયેલો છે. તેમના હોઠ નીચે એક મોટું કપાયેલું નિશાન દેખાઈ રહ્યું છે. સત્યવાને ઉત્તર પ્રદેશ સરકાર પ્રત્યે આશા વ્યક્ત કરી છે કે તે માત્ર હુમલાખોર ઈસ્લામિક કટ્ટરપંથીઓ વિરુદ્ધ જ નહીં પરંતુ દોષિત પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરશે.