Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજેણે 2 હિંદુ બાળકોનાં ગળાં કાપ્યાં તે સાજિદ ગામના મુસ્લિમો માટે- 'સીધો,...

    જેણે 2 હિંદુ બાળકોનાં ગળાં કાપ્યાં તે સાજિદ ગામના મુસ્લિમો માટે- ‘સીધો, નેક, શરીફ’.. દાદીએ કહ્યું- જાવેદ નિર્દોષ, તે તો ઘરની પાસે માટી ખોદી રહ્યો હતો

    ઑપઇન્ડિયાની ટીમ 21 માર્ચના રોજ સાજિદના ગામ પહોંચી હતી. અહીં અમને સાજિદના દાદી મળ્યા જે લગભગ 70 વર્ષના છે. સાજિદના દાદીએ અમને જોયા કે તરત જ તેમણે એક ખાનદાની પરિવારમાંથી હોવા અને જાવેદની નિર્દોષતા વિશે વાત કરવાનું શરૂ કર્યું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લામાં ગુરુવારે (19 માર્ચ 2024) બે હિંદુ બાળકોનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં ત્રીજો બાળક ઘાયલ થયો હતો. આ કેસમાં પોલીસે આરોપી સાજિદને 20 માર્ચે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો, જ્યારે ફરાર થયેલો જાવેદ તે જ દિવસે બરેલીમાંથી ઝડપાઈ ગયો હતો. તેના પર ₹25,000નું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. બંને હુમલાખોરો સગા ભાઈઓ જ છે. ઑપઇન્ડિયા તેમના વિશે માહિતી એકત્ર કરવા માટે તેમના ગામમાં પહોંચ્યું હતું, જ્યાં વાતચીત દરમિયાન જાવેદ-સાજિદના પરિવારના સભ્યો અને તેમની આસપાસના લોકોએ પત્રકારો અને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવાના શક્ય તમામ પ્રયાસો કર્યા હતા.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 22 માર્ચ 2024ના રોજ જાવેદને બદાયું સ્થિત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીંથી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હવે પોલીસ બે હિંદુ બાળકોની ઘાતકી હત્યા પાછળનું મુખ્ય કારણ શું હતું તે જાણવા તેની અને અન્ય લોકોની પૂછપરછમાં વ્યસ્ત છે. ઘટનાના 4 દિવસ પછી પણ આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી કારણ કે, જાવેદ-સાજિદના પરિવારના સભ્યો સતત અલગ-અલગ નિવેદનો આપીને પોલીસ, મીડિયા અને સામાન્ય જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    વૃદ્ધ દાદીના દાવા પણ પોલીસના નિવેદનથી અલગ

    ઑપઇન્ડિયાની ટીમ 21 માર્ચના રોજ સાજિદના ગામ પહોંચી હતી. અહીં અમને સાજિદના દાદી મળ્યાં જે લગભગ 70 વર્ષનાં છે. સાજિદના દાદીએ અમને જોયા કે તરત જ તેમણે એક ખાનદાની પરિવારમાંથી હોવા અને જાવેદની નિર્દોષતા વિશે વાત કરવાનું શરૂ કર્યું. તેમણે દાવો કર્યો હતો કે, જાવેદ ઘટના સમયે સ્થળ પર ન હતો અને ઘરની નજીક માટી ખોદી રહ્યો હતો. અમને ઘરની બાજુની જગ્યા પણ બતાવવામાં આવી હતી જ્યાં માટી ખોદવામાં આવી હતી. જાવેદના દાદી ઉપરાંત ગામના મુઝફ્ફરે પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું. રુખસાનાએ તો જાવેદ અને સાજિદની શાનમાં કસીદા પણ શરૂ કરી દીધા. બધાએ એક અવાજે કહ્યું કે, બાળકોની હત્યા થયા બાદ તેમના ઘરે ફોન આવ્યો હતો. ત્યારપછી જાવેદ તેના ભાઈ સાજિદને શોધવા માટે ગામડેથી બદાયું શહેરમાં ગયો હતો.

    - Advertisement -

    જોકે, FIRની નકલ અને IG રાકેશ કુમાર સિંઘના નિવેદને સાજિદની કથિત ખાનદાની દાદી, મુઝફ્ફર અને રુખસાનાની પોલ ખોલી નાખી હતી. FIRની નકલ, મૃતક બાળકોની માતા અને પોલીસના નિવેદનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઘટના સમયે જાવેદ ઘરની નીચે હાજર હતો. જ્યારે ઑપઇન્ડિયાએ મૃતકના વિસ્તારના સ્થાનિક લોકો સાથે વાત કરી તો તેમણે પણ જણાવ્યું કે, સાજિદ અને જાવેદ બંને હત્યા પહેલાં અને પછી સાથે જોવા મળ્યા હતા. આમાં સૌથી સનસનાટીભર્યો દાવો એ હતો કે રાત્રે 10 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખનાર જાવેદે ઘટનાના દિવસે સવારે લગભગ 1 વાગ્યે શટર ખેંચી લીધાં હતાં.

    રોજા હતા તો રોટલી કેમ માંગી?

    આ પછી દાદીએ દાવો કર્યો હતો કે, સાજિદે લગભગ 5 વાગ્યાની આસપાસ તેની બેગમ પાસેથી રોટલી માંગી હતી, જ્યારે જાવેદે પોતે પોલીસને જણાવ્યું હતું કે તે બંને રોજા કરી રહ્યા છે. આ સિવાય સાજિદની દાદીનો દાવો છે કે, તેની બેગમ ઘરે હતી અને સાજિદે ક્યાંકથી ફોન આવ્યા બાદ તેની પાસે ખાવાનું માંગ્યું હતું, તે દાવો પણ ખોટો લાગે છે કારણ કે, કારણ કે આજતકે એક રિપોર્ટમાં સાજિદની બેગમ સુધી પહોંચીને તેની સાથે વાત કરી હતી.

    તે રિપોર્ટમાં સના અને તેની અમ્મીએ દાવો કર્યો હતો કે, તે ઘટનાના 15 દિવસ પહેલાંથી જ તેના પિયરમાં છે. આવી સ્થિતિમાં, ન તો બદાયુંમાં કે ન તો સાજિદના ગામ સખાનુમાં સના અને સાજિદ એક સાથે હતા એ વાત સાબિત થાય છે… તો વિચારવા જેવું છે કે દાદીએ આવું કેમ કહ્યું? શું આ બધા નિવેદનો કૃત્રિમ છે?

    તાત્કાલિક ઘટનાસ્થળ પર કઈ રીતે પહોંચ્યો જાવેદ?

    જાવેદ અને તેના પરિવારના સભ્યોનો દાવો છે કે, માટી ખોદતી વખતે જ્યારે તેને તેના ભાઈની લડાઈની માહિતી મળી ત્યારે તે ગામથી બદાયું શહેરમાં બાઈક પર નીકળી ગયો હતો. પરંતુ ઑપઇન્ડિયાએ જાન્યુ કે, જાવેદના ગામથી ઘટના સ્થળે પહોંચવામાં લગભગ 35-40 મિનિટનો સમય લાગે છે. જો પરિવાર જે કહે છે તે સાચું છે તો પછી જાવેદ તાત્કાલિક કઈ રીતે ગામથી બદાયું પહોંચી ગયો, તેણે પોતે પણ આવો દાવો કર્યો છે.

    જાવેદે પોતે કહ્યું છે કે, જ્યારે તેણે તેના ભાઈને લોહીથી લથબથ હાથો સાથે ટેરેસ પરથી નીચે આવતા જોયો તો તે ત્યાંથી ભાગી ગયો. આ ઉપરાંત, પ્રાપ્ત માહિતી અનુસાર, તેણે એમ પણ કહ્યું છે કે, ઘટનાની માહિતી મળતાં જ તે તુરંત જ ઘટનાસ્થળે આવ્યો હતો અને પછી ટોળાને એકઠું થયેલું જોઈને તે ભાગી ગયો હતો.

    જે ક્યારેય મળ્યા પણ નથી, તે પણ લઈ રહ્યા છે ભલાઈની ગેરંટી

    પરિવારના સભ્યો ઉપરાંત સાજિદના ગામ સખાનુમાં શાહનવાઝ નામનો શખ્સ મળી આવ્યો હતો. જ્યારે અમે શાહજાવાઝને બંને આરોપીઓ વિશે માહિતી પૂછી ત્યારે તેણે જાવેદ અને સાજિદને નિહાયત નેક (ખૂબ જ ઉમદા) અને શરીફ ગણાવ્યા. અમે પૂછ્યું કે, તે આ બંનેને કેટલી વાર મળ્યો હતો. જવાબમાં તેણે કહ્યું, “એકવાર પણ નહીં.” જોકે, શાહનવાઝ અમને તે કહી શક્યો નથી કે તે સાજિદ અને જાવેદને કયા આધારે શરીફ કહી રહ્યો છે. તેણે માત્ર તેને શરીફ ગણાવ્યા અને તે જ વાત તે કહેતો રહ્યો. એ જ રીતે મુઝફ્ફરે સાજીદને સીધોસાદો ગણાવ્યો અને રૂખસાનાએ તો બે ડગલાં આગળ વધીને એમ પણ કહ્યું કે તે, મહિલાઓ અને બાળકોનું સન્માન કરતો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં