Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓડીસાના સ્વાસ્થ્ય મંત્રી નાબા દાસનું નિધન: સવારે સુરક્ષાકર્મીએ છાતીમાં મારી હતી ગોળી,...

    ઓડીસાના સ્વાસ્થ્ય મંત્રી નાબા દાસનું નિધન: સવારે સુરક્ષાકર્મીએ છાતીમાં મારી હતી ગોળી, સારવાર દરમિયાન મૃત્યુ

    આરોપી એએસઆઈની ઘટના સ્થળે જ ધરપકડ કરાઈ ગઈ હતી. હાલમાં આખી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાંચના એડિશનલ ડીજી અરુણ બોધરા ઘટના સ્થળે પહોંચીને કરી રહ્યા છે.

    - Advertisement -

    ઓડિસાના સ્વાસ્થ્ય મંત્રી નાાબા દાસનું ભુવનેશ્વરની અપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. આજરોજ સવારે જ તેમની સુરક્ષામાં રહેલા એએસઆઈએ જ તેમને ગોળી મારી દીધી હતી. તેમને તત્કાળ એર એમ્બ્યુલન્સ દ્વારા ભુવનેશ્વરની અપોલો હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જેના કારણે આખા રાજ્યમાં શોકની લહેર ફરી વળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. 

    જણાવી દઈએ કે નાબા દાસ ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગરમાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા. અહીં તેઓ જેવા ગાડીની બહાર નીકળ્યા ત્યાં એક પોલીસકર્મીએ તેમની ઉપર ફાયરિંગ કરી દીધું હતું. મંત્રીને છાતીમાં ગોળી વાગી હતી.

    તપાસમાં એક એવો પણ ખુલાસો થયો છે કે તેણે ગોળી મારવા પહેલા ઘરે પત્ની અને બાળકી સાથે વીડીયો કોલ પર વાત કરી હતી. પરિવાર સાથે વધુ ચર્ચા કરતા માલુમ પડ્યું હતું તે આરોપી માનસિક બિમારીથી પીડાતો હતો. તે માનસિક સ્વાસ્થ્ય માટે દવાઓ પણ લેતો હતો. પરિવારે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તે દવા નહતો લેતો ત્યારે તે ગુસ્સામાં આવી જતો હતો.

    - Advertisement -

    આ મામલાની જાણ મુખ્યમંત્રી નવીન પટનાયકને થતાં જ હોસ્પિટલ દોડી ગયા હતા. પરંતુ હાલમાં નાબા દાસનું મૃત્યુ થતાં તેમણે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. જણાવ્યું હતું કે તેમની ખોટ કાયમ માટે રહેશે.

    ઉલ્લેખનીય છે ઓડિસાના સ્વાસ્થ્ય મંત્રી નાબા દાસ ખૂબ જ પ્રભાવશાળી નેતા ગણાતા હતા. મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ કહ્યું કે તેઓ પાર્ટી અને રાજ્ય બંન્ને માટે અમૂલ્ય હતા. તેમની ખોટ કાયમ માટે નડશે. નાબા દાસ ધનિક મંત્રી માના એક હતા. તેમની પાસે મોંઘી-મોંઘી 80થી વધુ કારો, જેમાં મર્સિડીઝ જેવી ગાડીઓ પણ હતી. તેઓએ શનિ સિંગણાપુર મંદિરમાં એક કરોડથી વધુનો તો ફક્ત કળશ ચઢાવ્યો હતો.

    આરોપી એએસઆઈની ઘટના સ્થળે જ ધરપકડ કરાઈ ગઈ હતી. હાલમાં આખી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાંચના એડિશનલ ડીજી અરુણ બોધરા ઘટના સ્થળે પહોંચીને કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં તેની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું તારણ સામે આવ્યું છે.

    જો કે ઘણા લોકો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે તેમની હત્યાનું ષડયંત્ર પહેલેથી કરી દેવામાં આવ્યું હતું. તે અનુસાર જ તેમની હત્યા કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં