Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએફઆઈના જાસૂસોને પકડાવનાર વકીલ પર જુનૈદ અને તેના સાથીનો હુમલો: ‘સર તન...

    પીએફઆઈના જાસૂસોને પકડાવનાર વકીલ પર જુનૈદ અને તેના સાથીનો હુમલો: ‘સર તન સે જુદા’ કરવાનો પ્રયત્ન, જુનૈદની ધરપકડ કરાઈ

    જુનેદ નામના વ્યક્તિએ કહ્યું હતું કે “કેમ તું હમણાં હમણાં ફેસબુક પર મુસ્લિમ વિરોધી પોસ્ટ કરે છે? અને તું જ લાઉડ સ્પીકર વિરુધમાં કેસ ચલાવે છે. તને ખબર નથી પડતી દેશમાં કેટલા બધા સર તન સે જુદાના કિસ્સાઓ બની રહ્યા છે” 

    - Advertisement -

    મધ્યપ્રદેશમાં વધુ એક સર તન સે જુદાની ઘટના ઘટતા ઘટતા રહી ગઈ છે. ઈન્દોરમાં પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા)ના જાસૂસને પકડાવનાર વકીલ પર 3 લોકોએ હુમલો કર્યો હતો. આ ઘટના વકીલ મનીષ ગડકર સાથે બની છે, જયારે તેઓ પોતાની ઓફીસમાં બેઠા હતા. મનીષ ગડકર તેઓની પકડમાંથી છૂટીને ભાગ્ય હતા. જો કે ઘાયલ થઇ જવાના કારણે એક હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા. 

    મળતી માહિતી અનુસાર,  ઇન્દોરમાં મસ્જિદ પર વાગતા લાઉડ સ્પીકરના વિરોધમાં અભિયાન ચલાવનાર વકીલ મનીષ ગડકર જયારે પોતાની ઓફીસમાં બેઠા હતા ત્યારે ત્રણ લોકો તેની ઓફીસમાં પ્રવેશ્યા હતા. પ્રવેશતાની સાથે જ ધમકી આપતા જુનૈદ નામના વ્યક્તિએ કહ્યું હતું કે “કેમ તું હમણાં હમણાં ફેસબુક પર મુસ્લિમ વિરોધી પોસ્ટ કરે છે? અને તું જ લાઉડ સ્પીકર વિરુધમાં કેસ ચલાવે છે. તને ખબર નથી પડતી દેશમાં કેટલા બધા સર તન સે જુદાના કિસ્સાઓ બની રહ્યા છે” 

    આટલું કહીને ત્રણેય જણા મનીષ ગડકરને મારવા લાગ્યા હતા, જેમાં જુનૈદ અને તેના મામા સાથે એક અન્ય વ્યક્તિ પણ હતો. ઓફીસની બારીનો કાચ તોડીને તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મનીષ ત્યાંથી યેનકેન પ્રકારે ત્યાંથી પોતાની જાતને છોડાવીને ભાગ્યા હતા. ત્રણ જણાના હુમલાના કારણે તેઓ ઘાયલ થયા હતા. માટે હોસ્પિટલમાં ભારતી કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    આ ઘટના સોમવારે રાત્રે ઇન્દોરના સદર બજારમાં બની હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘણા વકીલો સદર બજાર પોલીસ સ્ટેશન પહોંચ્યા. સદર બજાર ટીઆઈ મંજુ યાદવના જણાવ્યા અનુસાર, એડવોકેટ મનીષ ગડકરે જુનૈદ, તેના મામા અને અન્ય એક સાથી વિરુદ્ધ FIR નોંધાવી છે. પોલીસે આરોપી જુનૈદને કસ્ટડીમાં લીધો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. જુનૈદ મૂળભૂત રીતે બદનગરનો રહેવાસી છે. ઈન્દોરના ખજરાના વિસ્તારમાં રહે છે.

    એડવોકેટ મનીષ ગડકર હિન્દુ મહાસભા સાથે સંકળાયેલા છે. હાલમાં જ કોર્ટમાં PFI માટે જાસૂસી કરનાર કાયદાનો વિદ્યાર્થી સોનુ મન્સુરી એડવોકેટ અનિલ નાયડુ સાથે પકડાયો હતો. આ સાથે અઝાન માટે લાઉડ સ્પીકર અંગે પોલીસ સ્ટેશનોમાં ઝુંબેશ ચલાવીને મેમોરેન્ડમ પણ આપવામાં આવ્યા હતા. તાજેતરમાં જ એડવોકેટ મનીષ ગડકરે પણ ઉપરોક્ત બાબતો અંગે ફેસબુક પર પોસ્ટ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં