Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉમેશ પાલ હત્યાકાંડ મામલે એનકાઉન્ટરમાં માર્યા ગયેલા વિજય ચૌધરીને અતિક અહમદે બનાવ્યો...

    ઉમેશ પાલ હત્યાકાંડ મામલે એનકાઉન્ટરમાં માર્યા ગયેલા વિજય ચૌધરીને અતિક અહમદે બનાવ્યો હતો ઉસ્માન, ધર્માંતરણના એન્ગલની પણ તપાસ કરશે યુપી પોલીસ

    કહેવાય રહ્યું છે કે ઉસ્માન નામ આપતી વખતે અતિક અહમદે તેનું ધર્મ પરિવર્તન પણ કરાવ્યું હતું, જે એન્ગલથી પણ પોલીસ તપાસ કરશે.

    - Advertisement -

    ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ વધુ એક આરોપીને આજે યુપી પોલીસે એનકાઉન્ટરમાં ઠાર કર્યો હતો. માર્યા ગયેલા આરોપી ઉસ્માન ઉર્ફે વિજય ચૌધરીએ જ ઉમેશ પાલ પર સૌથી પહેલી ગોળી ચલાવી હતી. તેના એનકાઉન્ટર બાદ હવે ધર્માંતરણ એન્ગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. 

    જાણવા મળ્યા અનુસાર, માફિયા ગેંગસ્ટર અતિક અહમદે જ વિજય ચૌધરીને ‘ઉસ્માન’ નામ આપ્યું હતું. તે તેની ગેંગમાં સામેલ થયો પછી તેની વફાદારી જોઈને આ નામ આપવામાં આવ્યું હતું. તે અતિકની ગેંગનો સૌથી શાતિર ગુનેગાર હતો. 

    ઉત્તર પ્રદેશ પોલીસ આ મામલે ધર્માંતરણ એન્ગલની પણ તપાસ કરવા જઈ રહી છે. કહેવાય રહ્યું છે કે ઉસ્માન નામ આપતી વખતે અતિક અહમદે તેનું ધર્મ પરિવર્તન પણ કરાવ્યું હતું. આ મામલે યુપીના ADG (લૉ એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારે કહ્યું કે શૂટર વિજયથી ઉસ્માન બન્યો હોવાનો મામલો અમારા ધ્યાને આવ્યો છે. કોઈ સામાન્ય વ્યક્તિ પોતાનું નામ ઉસ્માન શા માટે રાખે? 

    - Advertisement -

    બીજી તરફ, ઉસ્માનના એનકાઉન્ટર બાદ તેની પત્ની મીડિયાની સામે આવી છે. તેણે કહ્યું કે તેના પતિનો હત્યા સાથે કોઈ સબંધ નથી અને ઘટનાના દિવસે તે ઘરે પણ આવ્યો હતો. તેણે પોલીસ પર પણ આરોપો લગાવ્યા હતા સાથે એમ પણ કહ્યું હતું કે તે અતિક અહમદને જાણતી નથી.

    તેણે કહ્યું કે, અમે હિંદુ છીએ પણ અમને મુસલમાન બતાવવામાં આવી રહ્યા છે. અમે અતિક અહમદને ઓળખતા પણ નથી. મારાપતિનું નામ માત્ર વિજય ચૌધરી છે પણ તેનું નામ ઉસ્માન ચૌધરી જણાવવામાં આવી રહ્યું છે. 

    માર્યો ગયેલો ઉસ્માન ઉર્ફે વિજય ચૌધરી પ્રયાગરાજના એક ગામનો વતની છે. હાઇસ્કુલ સુધીનો અભ્યાસ કરીને તે ગામની જ એક બ્રાહ્મણ યુવતીને ભગાવીને લઇ ગયો હતો અને તેની સાથે જ લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ તેની ગામમાં અવરજવર સાવ ઘટી ગઈ હતી. તે એક ફેક્ટરી પાસે ભાડાનું મકાન લઈને પત્ની સાથે રહેતો હતો. તેની સામે બે કેસ દાખલ હતા. 

    તેનો મોટો ભાઈ પણ ગુનાહિત પ્રવૃત્તિનો છે, જે બે મહિનાથી જેલમાં બંધ છે. તેની સામે કુલ 14 કેસ નોંધાયેલા છે અને અનેક વખત જેલ જઈ આવ્યો છે.

    પહેલાં અરબાઝને ઠાર કર્યો, હવે ઉસ્માનનું એનકાઉન્ટર

    ઉમેશ પાલ હત્યાકાંડમાં આ બીજું એનકાઉન્ટર છે. આ પહેલાં પોલીસે હત્યા સમયે ગાડી ચલાવનાર અરબાઝને ઠાર કર્યો હતો. આજે માર્યો ગયેલા ઉસ્માને જ ઉમેશ પાલ પર સૌથી પહેલું ફાયરિંગ કર્યું હતું. તે CCTV ફૂટેજમાં પણ કેદ થઇ ગયો હતો. ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી. 

    આખરે પોલીસને ઉસ્માન કુંધિયારા વિસ્તારમાં હોવાની જાણકારી મળી હતી. પોલીસે તેને શોધી કાઢતાં તે ભાગ્યો હતો અને ઘેરાઈ જતાં ગોળીબાર કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહી કરતાં તેને છાતી, ગળા અને જાંઘના ભાગે ઇજા પહોંચી હતી. જ્યાંથી તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં