Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએનકાઉન્ટરમાં માર્યો ગયો ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ આરોપી અરબાઝ, હત્યા સમયે ગાડી...

    એનકાઉન્ટરમાં માર્યો ગયો ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ આરોપી અરબાઝ, હત્યા સમયે ગાડી ચલાવી રહ્યો હતો: યુપી પોલીસે ઠાર કર્યો

    એનકાઉન્ટર બાદ પોલીસ અરબાઝને લઈને હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યાકાંડ મામલે યુપી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ કાંડમાં સામેલ એક આરોપીને આજે એનકાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. તેની ઓળખ અરબાઝ તરીકે થઇ છે. 

    પોલીસ અને અરબાઝ વચ્ચે ઘૂમનગંજના નહેરૂ પાર્કમાં અથડામણ થઇ હતી, જેમાં પોલીસે જવાબી કાર્યવાહી કરતા અરબાઝ માર્યો ગયો હતો. આ અથડામણમાં એક પોલીસકર્મીને પણ ઇજા પહોંચી હોવાના સમાચાર છે. 

    એનકાઉન્ટર બાદ પોલીસ અરબાઝને લઈને હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

    - Advertisement -

    અતિક અહમદના પુત્રની ગાડી ચલાવતો હતો અરબાઝ 

    પોલીસ અનુસાર, અરબાઝ અતીક અહમદના પુત્ર અને ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અસદનો ડ્રાઈવર હતો. હત્યામાં જે સફેદ ક્રેટા ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અરબાઝ જ ચલાવી રહ્યો હતો. તે અતિક અહમદનો પણ નજીકનો માણસ હતો. હાલ અન્ય આરોપીઓને પકડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. 

    ઉમેશ પાલ હત્યાકાંડ  

    ઘટના ગત શુક્રવારે (24 ફેબ્રુઆરી, 2023) બની હતી. બહુજન સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની પ્રયાગરાજમાં ધોળા દહાડે હત્યા કરી નાંખવામાં આવી હતી. તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારીને મારી નાંખવામાં આવ્યા હતા. 

    રાજુ પાલની હત્યામાં માફિયા ગેંગસ્ટર અતિક અહમદનું નામ સામે આવ્યું હતું. રાજુ પાલ વિધાનસભા ચૂંટણીમાં અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી BSPની ટિકિટ પર લડીને અતિક અહમદના નાના ભાઈ ખાલિદ આઝિમને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. પરંતુ તેના થોડા જ મહિના બાદ તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. રાજુ પાલની હત્યામાં અતિક અહમદ, તેનો ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અશરફ મુખ્ય આરોપીઓ છે, જે તમામ હાલ જેલમાં બંધ છે. 

    ઉમેશ પાલ રાજુ પાલની હત્યાના મુખ્ય સાક્ષી હતા. શુક્રવારે તેમની હત્યા કરવામાં આવ્યા બાદ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે હત્યાકાંડમાં અતિક અહમદનો પુત્ર અસદ અહમદ સામેલ હતો. તેની સાથે અન્ય ત્રણ સાગરિતો હતા જ્યારે ગાડી ચલાવનાર અરબાઝ હતો, જેને આજે એનકાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. 

    આ હત્યાકાંડનું કાવતરું સાબરમતી જેલમાં બંધ અતિક અહમદે જ ઘડ્યું હોવાની પોલીસને આશંકા છે. જેને લઈને હાલ તપાસ ચાલી રહી છે. બીજી તરફ અતિક અહમદ સહિતના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં