Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિપક્ષ ભેગું કરવાની કોંગ્રેસની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું, રાહુલ ગાંધીની ભારત...

    વિપક્ષ ભેગું કરવાની કોંગ્રેસની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના સમાપન કાર્યક્રમમાં 23 પાર્ટીઓને આમંત્રણ પણ આવ્યાં માત્ર 8

    વિપક્ષી એકતા માટે યોજેલ કાર્યકમમાં પાખી હાજરીથી રાહુલ ગાંધીની વિપક્ષમાં રહેલી અવિશ્વનિયતા દેખાય રહી છે. તેવું તજજ્ઞોનું માનવું છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કાશ્મીર પહોંચીને સમાપ્ત થઇ ચુકી છે. તેનો સમાપન કાર્યક્રમ પણ ગઈકાલે (30 જાન્યુઆરી 2023)ના રોજ યોજાઈ ગયો. પણ આ સમાપન કાર્યક્રમમાં વિપક્ષ ભેગું કરવાની કોંગ્રેસની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના સમાપનમાં 23 પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યાં હતા, પણ આવ્યાં માત્ર 8 જ દળના નેતાઓ.

    અહેવાલો અનુસાર વિપક્ષ ભેગું કરવાની કોંગ્રેસની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હોય તેવો અંદાજો એટલા માટે લગાવવામાં આવી રહ્યો છે કે આગામી 2024ની ચૂંટણીઓ માટે ભાજપ પર ભારે પાડવા માટે શ્રીનગરમાં આયોજિત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના સમાપનમાં 23 પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યાં હતા, પણ માત્ર 8 જ દળના આગેવાનો આવ્યાં હતા. કોંગ્રેસને આશા હતી કે દરેક પાર્ટી પોતાનો એક એક પ્રતિનિધિ તો મોકલશે જ. જોકે આ આશા નિષ્ફળ નીવડી હતી.

    કોંગ્રેસ નેતા જયરામ રમેશે યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશતા પહેલા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘ભારત જોડો યાત્રા’ના સમાપન સમારોહ પછી વિપક્ષી પાર્ટીઓ 2024ની સામાન્ય ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે. શ્રીનગરમાં સમાપન સમારોહ પછી કંઈ થયું ન હતું કારણ કે અન્ય વિરોધ પક્ષો, અપેક્ષા મુજબ સમારોહમાં આવ્યાં જ નહોતા. એટલું જ નહીં કોંગ્રેસ બિહાર સરકારમાં જેડીયુ અને આરજેડીની સહયોગી હોવા છતાં બિહાર જનતા દળ યુનાઇટેડ (JDU) અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના બે મુખ્ય ભાજપ વિરોધી પક્ષો પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તરફ ફરક્યા પણ નહિ અને સમાપન સમારોહમાં પણ હાજરી આપી ન હતી. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રિયા સુલે, શિવસેનાના આદિત્ય ઠાકરે (ઉદ્ધવ ઠાકરે) અને યાત્રામાં રાહુલ ગાંધીની સાથે રહેલા સંજય રાઉત જેવા નેતાઓ પણ ભારત જોડો યાત્રાના સમાપન સમારોહ માટે શ્રીનગર પહોંચ્યા ન હતા.

    - Advertisement -

    ભારત જોડો યાત્રાના સમાપન સમારોહમાં હાજરી આપી હોય તેવા લોકોની વાત કરવામાં આવે તો ડીએમકેના તિરુચી સિવા, સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજા, નેશનલ કોન્ફરન્સ (એનસી)ના ઓમર અબ્દુલ્લા, પીડીપીના મહેબૂબા મુફ્તી, આરએસપીના એનકે પ્રેમચંદ્રન અને આઈયુએમએલના કે નવસ કાની જોડાયા હતા. જયારે જેએમએમ અને વીસીકેએ તેમના પ્રતિનિધિઓને યાત્રાના સમાપન સમારોહ માટે મોકલ્યા હતા.

    આ બધા સિવાય BSP સાંસદ શ્યામ સિંહ યાદવ પણ શ્રીનગરમાં આયોજિત ભારત જોડો યાત્રા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. પણ શ્યામ સિંહ યાદવ પાર્ટી વતી નહીં પણ વ્યક્તિગત રીતે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હોવાનું પણ રિપોર્ટોમાં જણાવવામાં આવ્યું હતું. જૌનપુરથી બસપાના સાંસદ શ્યામ સિંહ યાદવ પણ રાહુલ ગાંધીની દિલ્હી મુલાકાત દરમિયાન તેમની સાથે હતા. જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સપ્ટેમ્બર 2022માં શરૂ થઈ હતી.

    આ ઉપરાંત કેટલીક પાર્ટીઓ એવી પણ છે જેને કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રાના સમાપન કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેમાં આમ આદમી પાર્ટી (AAP), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS), યુવા શ્રમિક રાયથુ (YSR), AIUDF અને શિરોમણી અકાલી દળ (SAD) જેવા પક્ષોનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ પણ પક્ષ વિપક્ષમાં કોંગ્રેસના નેતૃત્વને નથી સ્વીકારતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં